Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
| ૩] યથાશક્ય તેઓની આજ્ઞા પ્રમાણે વર્તવાનું હોય છે. જેથી સન્માર્ગથી ચૂત થઈ ઉન્માર્ગે જનતા ન ચડી જાય એ તેને પરોપકારી હેતુ છે.
[ 2 ] મહા-મહાજનની મહાજન સંસ્થા તીર્થકર મહાજનોના પ્રતિનિધિ ધર્મગુરુ મહાજનના સ્થાનિક આગેવાન મહાજને પણ પરંપરાએ તેઓના જ પ્રતિનિધિઓ હોય છે.
સમગ્ર મહાજન સંસ્થાનું કામ પ્રણિધાનપૂર્વક તીર્થકરોએ કરેલા ઉત્તમાર્થને-ઉત્તમ જીવન તને સર્વત્ર વિનિયોગ કરવો જગતને તે ઉત્તમાર્થનું દાન આપવું એ હોય છે. તેથી તેમાંના આગેવાને પણ પોતાની જાતે ધર્મની આરાધના કરે, અને બીજાઓને ધર્મ પ્રાપ્ત કરાવે, ધર્મમાં સ્થિર રાખે, તેઓના ધમમાંના વિદનો દૂર કરે-કરાવે, અર્થાત આજ્ઞાપૂર્વક ધર્મારાધનઃ અને ધર્મોના વિનિયોગ: એ બે મુખ્ય ફરજો તેઓનીચે હોય છે, સર્વના કલ્યાણ માટેના ઉત્તમ જીવનતના વિનિયોગ માટે જ સ્થાનિક મહાજન સંસ્થામાં પણ તીર્થકરોના સંઘમાંના અનુયાયિઓનું મુખ્યપણે આગેવાનીપણું ચાલતું આવ્યું છે. કારણ કે–તે વિના, નિઃસ્વાર્થ ભાવેઃ હિતબુદ્ધિથી કરુણબુદ્ધિથી અન્ય આત્માએનું હિત કરવાનું બની શકે જ નહીં. આ ઉત્તમ બુદ્ધિથી જ તેઓ સ્થાનિક શ્રી સંધઃ જાતિઃ જ્ઞાતિના મુખ્ય આગેવાન તરીકે રાજ્યમાં મંત્રી તરીકે રહેતા આવ્યા છે. જેથી સર્વના ધાર્મિક: સામાજિક રાજકીયઃ આર્થિક કૌટુંબિક સ્ત્રી-પુરુષના વ્યક્તિગતઃ શારીરિક વગેરેને લગતાં હિત કરી શકાય છે. અહિતિથી બચાવી શકાય છે. જેથી હિંસા, સ્વાર્થ, આપઘાત, અવ્યવસ્થા, શાન્તિનો ભંગ, અનારોગ્ય, પરામિતપણુ, નિરાધારતા વગેરે ઉપર રીતસર અંકુશ રહેતો આવ્યો છે. બીજા દેશોમાંના અન્ય ધર્મના ધર્મગુરુઓ અને તેની સાથે જોડાયેલા બીજા નીચે નીચેના બળ પણ એક યા બીજી રીતે મહા મહાજનના વિશ્વકલ્યાણનો જ યથાશકય વિનિયોગ કરનારા પ્રતિનિધિઓ સમજવા જોઈએ.
તે રક્ષકતો વિદ્યમાન નથી; અથવા તેની શક્તિને હત-પ્રહત કરવાપૂર્વક આજે સત્તાતંત્ર હિંસા વગેરે ઉપર જણાવેલા વિઘાતક તોથી સત્તા રક્ષણ આપે છે.” એવો ભાસ ઉભો કરવામાં આવ્યો છે.
[ ૩ ] તંત્ર વ્યવસ્થાઃ આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, મુનિ, સ્વામિ-સામી, વગેરે રીતે ધાર્મિક પ્રતિનિધિઓ ઉપર ઉપરથી નીચે નીચેના ગોઠવાયેલા છે. તીર્થકરના પ્રતિનિધિ ગણધરો અને તેના ગ૭પતિ શાસનપતિ મુખ્ય આચાર્યની આજ્ઞામાં સર્વ ધાર્મિક તંત્ર હેાય છે.
સામણ-સ્વામિની, સાધ્વીજી, પ્રવતિનીઝ દ્વારા મુખ્ય આચાર્યશ્રીની આજ્ઞામાં સર્વ ધર્મારાધિકાઓ હોય છે.
પટેલ, શેઠ, નગરશેઠ, જગતશેઠ દ્વારા મુખ્ય પૂ૦ આચાર્યોની આજ્ઞામાં સર્વ સ્થાનિક મહાજનના પ્રતિનિધિઓ હોય છે. તેની આજ્ઞામાં રાજ્ય તંત્ર, આર્થિક તંત્ર, સામાજિક તંત્ર વગેરે હોય છે. ને ધર્મના પણ તે સેવકે હોય છે. રાજા, માંડલિક, ચક્રવર્તીની આજ્ઞામાં સર્વ રાજ્ય તંત્રના સર્વ પ્રતિનિધિઓ હોય છે. જે પરંપરાએ પૂ. આચાર્યોની આજ્ઞામાં હોય છે. રાજ્યની રાજ્યતંત્ર પૂરતી આજ્ઞામાં જ પ્રજા હોય છે. વર્ણના પ્રતિનિધિઓની આજ્ઞામાં જાતિ પ્રતિનિધિઓ, તેની આજ્ઞામાં જ્ઞાતિ પ્રતિનિધિઓ, તેની આજ્ઞામાં કુટુંબપ્રતિનિધિઓ, અને તેમની આજ્ઞામાં કુટુંબની વ્યક્તિઓ હોય છે. વગેરે વગેરે રીતે ઉપર ઉપરથી નીચે નીચે પ્રતિનિધિત્વ ગોઠવાયેલું હોય છે. અને દરેક સુવ્યવસ્થિત હોય છે. ઉપર ઉપરની આજ્ઞાઓ નીચે નીચેનાઓને પાળવાની હોય છે. દરેકના અધિકારો નિયત છે. દરેકની નિમણુંકે ઉપર ઉપરથી કરવાના નિયમો છે. અને નીચેવાળાઓએ આજ્ઞામાં કેમ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International