Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૦૦ ] ટીકા કરી છે. તે ભારતના કેટલાક ઐતિહાસિક મુદ્દાઓ ઉપર પણ કેટલીક ટીકાઓ કરી છે. પરંતુ મુશ્કેલીની વાત જ ત્યાં છે, કે.--યુરોપીય ઢેલરોના પિતાના હિતની દૃષ્ટિથી લખાયેલા ઐતિહાસિક મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને તેને સાચા માની લેતા ભારતને લગતા ઇતિહાસના હાલના ભારતીય લેખકેના અજ્ઞાન વિષે જેટલે ખેદ કરીયે તેટલે ઓચ્છે છે. યુરોપીય સ્કેલરેએ ભારતદેશનો ઇતિહાસ લખ્યો છે. જ્યારે વાસ્તવિક રીતે તે ભારતની પ્રજાને ઈતિહાસ જ મુખ્ય છે. પ્રજાનું ઘડતર કરનારા. મુખ્ય પુરૂષ જ ઐતિહાસિક પુરૂષે છે અને ઈતિહાસનું મધ્યબિન્દુ-કેન્દ્ર જ તેઓ છે. તેને બદલે વિદેશોએ રાજાઓને જ મુખ્ય તરીકે વર્ણવ્યા છે. એમ કરીને, આગળ જતાં રાજયતંત્રના ઉત્તરાધિકારી એવા પિતાની સર્વોપરિ મહત્તા બનાવવાનો યુરોપીય સ્કોલરને ઉદ્દેશ છે. અને પ્રજાનું ઘડતર કરનારા સંસ્કૃતિને ઉત્પાદક અને સંસ્કારના રક્ષક મહાપુરૂષોને ગૌણ બનાવી રાખવામાં આવ્યા છે. કેમ કે–એ ઉદ્દેશથી તેઓએ સ્વતંત્રપણે ઈતિહાસ લખ્યા છે. જેના આધાર ઉપરના પાઠ્યપુસ્તકે નિશાળોમાં ચાલે છે. એટલે લાખો-કરોડાના મનમાં ખોટા ખ્યાલે ગોઠવાય જ છે.
ભારતના ઈતિહાસને પાઃ “કયા મહાપુરુષે પિતાના ત્યાગ-તપથી પ્રજાના સંસ્કાર દૃઢ-મૂળ બનાવ્યા? અને તેમના વખતમાં કયા કયા રાજાઓ હતા?” એ લખાય છે. ત્યારે આધુનિક ઇતિહાસલેખકે રાજ્યતંત્રને ઈતિહાસ મુખ્ય રાખે, અને “કયા કયા રાજાના વખતમાં કયા કયા સંતે અને પવિત્ર પુરૂષો હતા ?” એમ કરીને તેઓના નામ અને કામને ગૌણ સ્થાન આપે છે. આથી ભાવિ પ્રજાની દૃષ્ટિ પિતાના દેશ: મહાપુરૂષ અને પરંપરાગત પ્રજા વિષેઃ વિકૃત સ્વરૂપમાં જ ઘડાતી જાય, પરિણામમાં બન્યું પણ તેમજ છે.
કૌશાંબીજીએ શ્રી બપ્પભટ્ટસૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી વિજયહીરસૂરિજી વગેરે ઉપર આપ એવી મતલબના મૂકયા છે કે તેઓ તે માત્ર રાજાઓની ખુશામત કરતા હતા. ને પોતાની મહત્તા સ્થાપતા હતા. ભારતના રાજાઓને એકસંપીમાં લાવીને ભારતને પરદેશીયાના આક્રમણથી બચાવી શકયા નહીં ને હિંસાને રોકી શકયા નહીં” અને સાથે જ તેમણે એ વાતની ખુશી બતાવી છે. કે “ આજે ફેંગ્રેસ અને તેના નેતાઓના પ્રયાસથી આખું ભારત એક છત્ર નીચે વિદેશીયોની ધુંસરી વિના લગભગ હજાર વર્ષે આવી ગયું છે. અને અહિંસાને વિજય થયો છે.”
પરંતુ તેઓશ્રીનાં આ બંનેય વિધાન સદંતર વસ્તુસ્થિતિના અજ્ઞાન-મૂલક છે. અમારે આ બાબતમાં અહીં ચર્ચામાં ઉતરવું નથી. તેથી માત્ર સંક્ષેપમાં જ પરિસ્થિતિને નિર્દેશ કરીને આ બાબત વિશે સત્ય જણાવી દઈશું.
; ખરી વાત એ છે, કે–(૧) રાજ્યતંત્ર એ ધમનું અંગ છે. માટે રાજ્યતંત્ર પહેલેથી જ ધર્મ અને ધર્મગુરુઓની મર્યાદામાં રહેતું આવેલું છે.
(૨) એટલા જ માટે ધર્મના પ્રતિનિધિ તરીકે રાજા અને રાજ્ય ઉપર નિયંત્રણ રાખનાર પુરહિત અને તેની સંસ્થાની પ્રાચીન રાજ્યનીતિમાં વ્યવસ્થા જોવા મળે છે. તેવા પુરોહિતની ગોઠવણ ચાલી આવતી હતી. ને પુરેહિતના નેતા ધર્મગુરુઓ રહેતા આવ્યા છે, આગળ આગળનું સાંસ્કૃતિક હિત વિચારે તે પુરહિત. તે રાજાની દૃષ્ટિમાં પૂજ્ય વ્યક્તિ હતી.
(૩) વખત જતાં રાજાઓના અંગત જીવનમાં કેટલાક દોષે પ્રવેશતા ગયા. પ્રજામાં પણ કાળક્રમે નબળાઇઓ પ્રવેશતી ગઈ. જો કે રાજા પણ એક પ્રકારને ઋષિ છે. એક ઈન્દ્રિયો ઉપર કાબુ રાખી વકતવ્ય કરનાર જોખમદાર અને હિતકરઃ વાલી છે. એમ આપણને મહાભારત તથા શ્રી રાજ્યપ્રનીય
ઉપાંગમાંની પ્રદેશ રાજાની રમણીયતાની હકીકત વગેરે વાંચતાં જણાઈ આવે છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org