Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૯] ૧૬. સત્તાને નાણું જોઈએ છે? માટે આવા કાયદા કરે છે ? –ધર્મ તંત્રમાં સુવ્યવસ્થા સ્થાપવી છે. માટે આવા કાયદા કરે છે? એ બેમાંથી એકેય આશય આજના રાજ્યને હોવાને નિર્ભધ રીતે કઈ પણ રીતે પૂરવાર કરી શકાય તેમ નથી. પરંતુ “જુદા જુદા નિમિત્તે આગળ કરીને પ્રજાના સ્થાયિ ટકાવના પ્રાણભૂત ધમક્ષેત્રમાં પ્રવેશી, તેના ઉપર ધીમે ધીમે કબજો મેળવી, તેને છિન્નભિન્ન કરવાની વિદેશીની ઈચ્છા એક યા બીજા રૂપે અમલમાં આવી રહેલી છે; તેને ટેકે આપો.એ મુખ્ય રહસ્ય છે. તે સિવાય વાસ્તવિક રીતે બીજુ કાંઈપણ સાબિત કરી શકાય તેમ નથી.
૧૭. જૈનધર્મના દેવદ્રવ્યાદિક ક્ષેત્રે તેની વહીવટી ઝીણવટઃ વપરાશ -બિનવપરાશ વગેરેની એટલી ઝીણવટ છે, કે-ભલભલા વકીલેનાં મગજ તેમાં ચાલી શકે તેમ નથી. માત્ર નિષ્ણાત જૈન ધર્માચાર્ય શિવાય બીજા માટે તેમાં માર્ગદર્શન પામવું જ લગભગ અશક્ય જેવું છે. તેને સદંતર બાકાત જ રાખવાની જરૂર છતાં તેના ઉપર પણ નિયંત્રણ અને શિખાને બાદ રાખ્યા છે. જેના ધાર્મિક-નાણું-પ્રકરણમાં કશી ખાસ બહુ બારીકીઓ નથી. જ્યારે જૈનધર્મમાં સંખ્યાબંધ બારીકીઓ છે..
આવા આવા સેંકડો દેષો અને ધાર્મિક હિતને નુકશાન જેમાં સંકળાયેલા છે તે જાતના કાયદાથી ધમને કેટલી હાનિ થાય? તેને વિચાર કરવામાં આવતા જ નથી. હજી તે શરૂઆત છે અને કાયદાનો અમલ પણ આજે સરકાર તરફથી ઘણો ધીમો અને હજી ઉપરચેટીયે હળવે હાથે જ થાય છે. જ્યારે લમવાર સંગીન રીતે અમલ થવા માંડશે, ત્યારે અસાધારણ ફટકા ધમક્ષેત્રને થશે. કદાચ તે વખતના ધાર્મિકોના ધ્યાનમાં તે આવશે નહીં. છતાં, ધર્મને થવાની હાનિ તે થયા વિના રહેશે જ નહીં. જેને પરિણામે તેઓનાં આર્થિક નૈતિક ધાર્મિક પવિત્ર જીવનઃ વગેરે આજ કરતાં એ ઘણી જ કડી સ્થિતિમાં મૂકાઈ જ ગયા હશે. તેમાં શંકા જ નહીં.
૧૮. ધાર્મિક ખાતાઓના વહીવટદારે નીમવાની પરંપરાગત અને સુયોગ્ય રીત એવી છે, કેઅનુભવી જે ધામિકે વહીવટ કરતા હોય, અને તેઓની સાથે જોડાઈ ભક્તિભાવથી. જેઓ વહીવટમાં સહકાર આપતા હોય, નવા નવા અનુભવીઓમાંથી પસંદ કરીને, નવા વહીવટ કરનારાઓ તેઓ તરફથી નીમવામાં આવતા હોય છે. જેથી ઉત્તરોત્તર તે બાબતના અનુભવી વહીવટદારોના હાથમાં વહીવટ સમજપૂર્વક સલામત અને સંતોષકારક રહેતા આવે. આ મૂળ પદ્ધતિ હવે વધારે વખત લાવવામાં ન આવવાથી વહીવટો ખર્ચાળ અને અમારી પદ્ધતિના તથા કલામય બની જવાના જ. જેથી તે બેંકઃ કે મ્યુનિસીપાલીટી જેવો એક સરકારી વહીવટ બની જાય. જેથી ધામિર્ક આરાધનાના તો નજીવા જ રહેવા પામે. તેને પોષણ મળે જ નહીં. વહીવટ ખર્ચમાં જ આવકને મોટે ભાગ ખર્ચાઈ જાય.
૧૯. ખૂબ સૂક્ષ્મતાથી ઉંડા ઉતરીને અભ્યાસ કરી જેમાં કેઇનેય માલુમ પડે તેમ છે, કે“બ્રીટીશાએ ધર્મપ્રધાન સંસ્કૃતિને નષ્ટ કરવાના ઉદ્દેશથી, હવે તેના આધારભૂત ધર્મને પણ છિન્નભિન્ન કરવા માટે ધર્મ સાથે અણબંધબેસતા પારિભાષિક શબ્દો ઉભા કર્યા છે. તેના આધાર ઉપર કાયદા રચ્યા છે. તેવી રીતે સરકારી તંત્રના દફતરોની અને ડીપાર્ટમેન્ટની રચના કરી છે. તેમજ માહિતીઓ અને હેવાલના સંગ્રહ રાખેલા છે. એક જ વાતમાં લેકે સમ્મત થાય તે આખી મશીનરી ખેંચાઈને લાગુ પડી જાય, પાડી દેવાય. આ જાતની ખુબી ગોઠવી છે. જેનો બીનઅનુભવી સંચાલક કાયદાશાસ્ત્રનો ઉપયોગ કરી કડક હાથે અમલ કરે. હરીફ માનીને એક શેઠે અજાણતાં પોતાના દીકરાનું જ કાટલું કાઢી નાંખ્યું હતું તેમ થઈ રહ્યું છે.
[૭] જૈનાચાર્યો વિષેની વિકૃત સમજ: ૧ શ્રી પાર્શ્વનાથ ચતુર્યામ પુસ્તકમાં બૌદ્ધભિક્ષ તરીકે ગણાતા ધર્માનંદ કૌશાંબીજીએ જૈન સંઘ વિશે કેટલુંક આમતેમ વગર સમયે ભરડયું છે. અને કેટલાક મહાન આચાર્યોની ગભીર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org