Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૯૭] રક્ષા બરાબર થાય છે, કે નહીં ? તેની જાગૃતિ રાખવાનું તો સત્યાગી આચાર્યો વિગેરેની ફરજમાં સમાય છે. ઉપદેશાદિક ન દેવાદ્વારા જે તેઓ રક્ષણ કરવામાં ઉપેક્ષા કરે તો તેઓને પણ પ્રાયશ્ચિત્તના ભાગીદાર હોવાનું જણાવેલ છે. અને જો તેમાં તદ્દન ઉપેક્ષા કે ધાર્મિક હિતોની હાનિમાં સહકારદાતા બનવાનું થાય, તે સીધા નરકના જ ઠાર મુનિઓને પણ શાસ્ત્રકાર ભગવંતે એ બતાવેલા છે.
અર્થાત-આપણુ ધર્મના સાતક્ષેત્રાદિ જૈનશાસનની અનન્ય ધાર્મિક મિલ્કત છે. ધર્મક્રિયાના ઉપકરણાત્મક છે. તેને જાહેર પ્રજાની મિલ્કત-પબ્લીક ટ્રસ્ટ ગણવાને ન્યાયવિધિને નિર્ણય લઈ તેના ઉપર આઘાત પહોંચે તેવા પ્રયાસો થતા રહ્યા છે. પબ્લીકની વ્યાખ્યા અવ્યવસ્થિત છે. ટ્રસ્ટનીટ્રસ્ટીની વ્યાખ્યા અવ્યવસ્થિત છે. ધર્મ અને ન્યાયની વ્યાખ્યા અપૂર્ણ અને અવ્યવસ્થિત છે. ધર્મ અને ન્યાયની વ્યાખ્યા અપૂર્ણ અને અવ્યવસ્થિત ચલાવ્યે રાખવામાં આવે છે.
દેવદ્રવ્યાદિક ખાવાની બુદ્ધિ આપણુ જે ભાઈઓની ન હોય, તેઓને પણ આવી બાબતોને ટેકે આપવામાં પ્રજ્ઞાપરાધથી હાનિકારકતાને અતિચાર લાગે છે. અને તેની પાછળ પણ જે ધમની અનાવશ્યક્તાની બુદ્ધિ હેય, તે અનાચાર દેષ પણ લાગે છે. કેમકે-૧૧૨ (એકસો બાર) પ્રકારના વિનાશમાંના પ્રજ્ઞાપરાધજન્ય આજના પરકૃતિવિનાશમાં સહકાર અપાય છે. અને ધાર્મિક ક્રિયામાં હસ્તક્ષેપ નેતરાય છે.
[ 8 ] મૂળમાં કયાં કયાં અસર પહોંચે છે ? ૧ કેટની મુખ્યતા આચાર્ય સંસ્થાના અધિકાને પડકારે છે.
૨ આજના કાયદા અને નવા બંધારણને મુખ્ય આધાર લેવાની બાબત શાસ્ત્રાજ્ઞાઓને માટે ભાગે નિષ્ફળ બનાવે છે.
૩ બહુમતઃ અને ચુંટણ: તીર્થકરોની આજ્ઞાને નિરર્થક બનાવે છે.
૪ બીજા ઘણું ઘણું કાયદાઓના સંબંધના હવાલા શાસનઃ અને સંધઃ સંસ્થાના અસ્તિત્વને જ નષ્ટ કરવા તરફ ભાર મૂકે છે.
૫ નાણું પ્રકરણને લગતા દુન્યવી કાયદા, ધાર્મિક વહિવટ સ્વતંત્રતાનું અસ્તિત્વ જ નાબુદ કરે છે.
૬ અલગ અલગ વહીવટને રજીસ્ટર કરવાના ફરજીયાત ધોરણથી આખા ભારતમાં વિદ્યમાન સંધઃ સંસ્થાના અસ્તિત્વને ઇન્કાર કરવા બરાબર છે.
૭ કમીશ્નરના અધિકાર સંચાલક શ્રી સંઘનું સ્થાન હસ્તગત કરે છે.
૮ ધાર્મિક સ્થળોમાં પ્રવેશ કરતી વખતે માત્ર સભ્યતા જાળવવાની વાત ધર્મની પૂજ્યતાના તત્વને નાબુદ ગણે છે.
૯ ધર્મશાસનની મિહકતે જાહેરની ગણી લેવામાં આવી છે, જે ગણી શકાય જ નહીં. પિતપિતાના ધાર્મિક કાર્યોમાં જ ધાર્મિક મિલકતોના વપરાશની શાસ્ત્રાનાઓને પડકાર છે. પબ્લીક શબ્દનો અર્થ જ ખેટ કરવામાં આવ્યો છે. પરંતુ પબ્લીક એટલે સરકારી અધિકારી નીચે એ અર્થ શાથી થાય?
૧૦ જુદા જુદા સંબંધોથી આખા ભારતના શ્રી સંઘની એકતાની છિન્નભિન્નતા થાય છે.
૧૧ ધાર્મિક ક્ષેત્રમાંથી ખર્ચ માટે ફી વગેરે લેવી, રાજયને શોભે જ નહીં. ઉલટામાં ધાર્મિક ક્ષેત્રમાં રાજ્ય રકમ આપવી જોઈએ. તેને બદલે લેવાની વાત સંસ્કૃતિના ધેરણાથી ઉલટી છે.
૧૨ રાજા અશોકના વખતમાં ધર્મ મહામા હતા. પરંતુ, તેઓ ધર્મ-ક્ષેત્રને સહાય કરતા હતા. ધર્મક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી શકતા જ નહીં. કેમકે તે જાતનું કઈ કરેલું રણ જ નહતું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org 4