Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૩] ૬. ઠામ ઠામ વાચનાલયો અને લાઈબ્રેરી ઉભી કરાવવી. જેથી તે દ્વારા છપાયેલા પુસ્તકના વેચાણને ઉત્તેજન મળે તથા પ્રાચીન તથા અર્વાચીન એમ બન્ને પ્રકારના વાંચન કરવાની મિશ્ર સગવડ લોકોની સામે પ્રથમ ઉપસ્થિત થાય, અને પ્રજાના મનમાં બુદ્ધિભેદ શરૂ થાય. લાઈબ્રેરીઓ બુદ્ધિભેદ ઉભું કરવાનું પ્રબળ સાધન છે.
૭ પછી અઘતન પદ્ધતિથી છપાવવાના ક્રમ સાથે અદ્યતન હેતુઓ અને આદર્શને અનુકૂળ પરિવઃ વિચારે વગેરે પ્રાચીન સાહિત્યમાં જ દાખલ થતા જાય.
૮ પ્રતેના ફોટા લેવાય અનેક નકલ કરાવાય.
૯ તેમાંથી શાળા કોલેજોમાં પાઠ્ય પુસ્તક તરીકેની પસંદગી અને અદ્યતન દષ્ટિથી પઠન-પાઠન તેમાંથી જનતાની બુદ્ધિમાં ભેદ કરનારા સંશોધન થાય.
૧૦ પછી-ભાષાંતર કરવાઃ કરાવવાનો ક્રમ શરૂ થાય. જેથી મૂળ વસ્તુઓ જનતાની નજરથી દૂર થતી જાય.
૧૧ પછી, સારાંશ તારવવાના પ્રયાસ કરાવાય. ૧૨ પછી, વિષયવાર સમગ્ર અર્થસંગ્રાહક નિબંધ તૈયાર કરાવાય, કરાય.
૧૩ છેવટે, અદ્યતન આદર્શોના સાહિત્યના બહોળામાં બહેળા પ્રચારથી ભાવિ ઉછરતી પ્રજા જેમ જેમ પ્રાચીન ધાર્મિક અને આધ્યાત્મિક સાહિત્ય તરફ જાહેર રીતે ઉદાસીન બનતી જવાથી મૂળભૂત સાહિત્ય લગભગ પ્રજાને તે વખતના ચાલુ જીવન સાથે અસંબદ્ધ થતું થાય. ને તેથી તેના નિગી ગણવાના વિચાર-વાતાવરણને પ્રચાર થતો જાય. તેમાં સુધારા વધારા પરિવર્તન જમાનાને અનુસાર ઘટવધઃ ના સૂચનો થાય.
૧૪ અને છેવટે-વિસર્જનઃ જગતમાંથી અદશ્ય કરવાનો કાર્યક્રમ દરેક પ્રાચીન સાહિત્ય સાથે જોડાયેલ છે. પ્રાચીન શોધખોળ ખાતાની વસ્તુઓ તરીકે રાખવાને અર્થ જ એ છે, કે –“ ચાલુ જીવનમાં તે ઉપયોગી નથી થવાનું કે કરવાનું.”
૧૫ આ કાર્યક્રમના પ્રાથમિક પ્રચાર વખતે રાજ્ય તરફથી મેટ સારે એવો ખર્ચ કરવામાં આવે, લેકે પણ ખર્ચ કરે છે.
૧૬ લાઈબ્રેરીઓ અને જ્ઞાનમંદિરે વગેરે રૂપે તે પ્રાચીન સાહિત્ય જાહેરમાં મૂકાતું થાય, અને જાહેર સંસ્થાઓ તરીકે પબ્લીક ટ્રસ્ટ એકટ અને એવા બીજા કાયદાઓને આધારે તેના ઉપર સરકારી કબજે ખુબીથી વધતા જાય. ભવિષ્યમાં સંપૂર્ણ કબજે થાય.
૧૭ હમણાં વ્યક્તિઓ પાસે કે પ્રાચીન સંસ્થાઓ પાસે પડી રહેલી પ્રાચીન સાહિત્યની હસ્તલિખિત પ્રતઃ અને પુસ્તક વગેરેને છેલ્લે છેલ્લે પૂરતો સંગ્રહ કરી લેવા માટે કેન્દ્ર સરકાર તરફથી ઘણી જ આકર્ષક જાહેરાત થઈ છે. તેથી ઘણું લેકે પોતાની પાસેના હતલિખિત પ્રાચીન પુસ્તકે સારી કિંમત મળવાની લાલચે વેચવા તૈયાર થાય. પણ છેવટે “ તમામ પ્રાચીન સાહિત્ય સત્તાની માલિકીનું થઈ જાય છે તેવા પ્રયાસો શરૂ થયા છે. તેનો અર્થ આજે તો એજ સમજાય. કે “ દેશની સર દેશના પ્રાચીન સાહિત્યને ઉત્તમ પ્રકારે સંગ્રહ: ઉત્તમ પ્રકારે સંરક્ષણઃ ઉત્તમ પ્રકારે પ્રસિદ્ધિઃ ઉત્તમ પ્રકારે પ્રચાર કરે એ ખાસ કર્તવ્ય તરીકે ઉંચી ફરજ છે.” આજે તે એમ જ ગણાય છે. પરંતુ પછી?
૧૮ એક તરફથી “આધુનિક પ્રગતિમાં આગળ વધેલા તદનુકૂળ જીવનધોરણ રાખવા અને તેમ Jain Education કરીને વર્તમાન પ્રગતિશીલ દુનિયાના કદમ સાથે કદમ મિલાવવા અને તે ખાતર રૂઢિચુસ્તતા પ્રાચી
www.jainelibrary.org