Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૧૭ | ૧૦ તેઓને કબજે લેવા માટેની પ્રાથમિક ભૂમિકા એટલી બધી આકર્ષક હોય છે, તે આકર્ષણથી પ્રભાવિત થયેલા ભાવિક ભક્તો પણ એક તરફથી શ્રી આગમોને પૂજે, કેમકે તેના તરફ તેઓની ભક્તિ હોય છે. તેને સુંદર કપાટ દાભડાઓઃ બંધનોઃ ખાસ મકાનઃ વગેરેમાં સુરક્ષિતઃ જેઈને ખુશી થવાય તેમ હોય છે. જ્ઞાનની ભક્તિ થતી જોઈ તેઓનું હૃદય પ્રફુલ્લિત થતું હોય છે. પરંતુ પછી ? વિસર્જન વિગેરે તે કબજે આવ્યા પછીને કાર્યક્રમો છે અને બીજાને કબજે હેય તેને માટે તેમને ફાવે તેમ કરે, તેમાં બીજા કાંઈ પણ ફેરફાર કરાવી શકે નહીં.
૧૧ અને અર્થ એ નથી, કે “તેના ઉપર સંશોધનઃ વિવેચનઃ વગેરે ન થાય, તેના ગહન તોની શોધ ન થાય, તેને અભ્યાસ ન થાય.” એ બધું જરૂર થાય. એ બધું થવું જ જોઈએ. શ્રી શાસન અને શ્રી સંધની મર્યાદા મુજબ તેના સંચાલન નીચે યોગ્ય પાત્ર ત્યાગી ઓ મારફત મુખ્ય મુખ્ય મહાત્માઓના સંચાલન નીચે ભલે સર્વ કાંઈ થાય.
૧૨. તે શિવાય, તેના તરફ કુદરતી અવિહડ પ્રેમ ધરાવતા આજના ભક્ત લેકેના સંતાન પણ શંકિત થઇ, તેની નિંદા કરતા જશે. ઘણા યુવાને બેલે છે, કે-“જૈનશાસ્ત્રમાં છે શું? ઢકેલા શાસ્ત્ર છે. ઢકેસલા” આવી ભાષા જૈન ધર્મ પાળતાં કુળમાં જન્મેલા યુવકે બેલતા થાય, પછી શું બાકી રહે છે ?
૧૩. ભવિષ્યની પ્રજાના માનસમાંથી શાસ્ત્રોનું સ્થાન કાઢી નાંખવાના લક્ષ્યને સફળતા મળી જાય, પછી શું થઈ શકે?
કારણ કે ત્યાગી, મહાત્માઓ મારફત તેને બોધ મળે તે જ તેના તરફ સન્માન ટકી રહે તેમ હોય છે. અને ત્યાગી વગ પણ જગતમાં ત્યારે જ ઉત્પન્ન થતો રહે, કે, આગમોનો ઉપયોગ પિતાની રીતે ખરે ઉપયોગ થાય. માટે ત્યાગી વગને દૂર રાખીને પ્રોફેસર સંશોધકો ઐતિહાસિકોને વધુ વજન અપાય છે. તે જ આગમોની શક્તિ નષ્ટ કરવાની પ્રક્રિયા સમજવી જોઈએ.'
[૬] ઘરમાંથી ઉઠતા ઘાને ઉપાય? ૧. જેઓ પરિણામે ખંડનાત્મક છતાં વર્તમાનમાં રચનાત્મક જણાતી જનાઓથી આકર્ષાઈને શ્રી આગમ અને શાસ્ત્રો માટેની આકર્ષક યોજનાઓમાં ફસાઈને આજુબાજુના સંજોગોનો વિચાર કર્યા વિના ધર્મ ” સમજીને, શાસ્ત્રો તરફની ભક્તિ સમજીને, શુભેચ્છાથી સારી ભાવનાથી પિતાના નાણાં મોટી સંખ્યામાં તેની પાછળ આજે વાપરી રહ્યા છે, જો કે તેઓનો કઈ દુરાશય નથી, પરંતુ અજ્ઞાન મહાદેષો તરફ ઘસડી જાય છે. તેઓને શી રીતે સમજાવી શકાય કે તમારી ભાવનામાં દોષ નથી. પરંતુ દીલ્હી જવાની ઇચ્છાથી તમે મદ્રાસની ગાડીમાં બેસી જાઓ છો. માટે દીહીની ગાડીમાં બેસો નહીંતર, પૂરા હેરાન થશે.”
૨. પરંતુ ગમે તે રીતે બે-ત્રણ કારણે તેઓને અત્યારે આ સાચી વાત ગળે ઉતરે તેમ નથી.*
1. તેઓના માનસ મોટેભાગે આજના ભૌતિકવાદથી પ્રભાવિત થયેલા હોય છે. કેમકે તેના ક્ષણિક લાભો સૌની સામે જ હોય છે. - શા. બીજા સલાહકારથી તેઓના માનસ બુઢાહિત થયેલા હોય છે.
* દુઃખનો વિષય છે, કે–પાટણની જેમ શાસનરક્ષક ગણાતા અમદાવાદ શહેરના પણ કેટલાક આગે
વાન શ્રીમંત શ્રાવકો આ રીતે દોરવાઈ ગયા છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org