Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
T૧૨૦] ૨ જે કે, વર્તમાનમાં કેટલાક આગમ ગ્રંથો પૂર્વાદિકમાંથી જુદા-જુદા વિષયને ઉદ્દેશીને અધિકારી વિશિષ્ટ પૂર્વાચાકૃત સંક્ષિપ્ત ઉદ્ધરણે રૂપ પણ છે. તેથી સંક્ષેપને લીધે તદ્દ-વિષયગત આજુબાજુની ઘણુ ઘણી વિશિષ્ટ બાબતે છોડી દેવી પડી હેય, એ સ્વાભાવિક છે. તેથી ઘણું વિષયના અનુસંધાને આપણને પૂરા ન પણ સમજાય. જેથી ટીકાકારોને પીઠિકાઃ ભૂમિકા પ્રસ્તાવના રૂપે ખાસ લખવું પડે છે. એટલા જ માટે ગીતાર્થ ગુરુ અને ગીતાર્થગુરુનિશ્રિત વિના બીજાઓએ તે શાસ્ત્રો ન વાંચવાની મર્યાદાઓ અનર્થના નિવારણ માટે મૂકવી પડેલી છે. આથી આગમ વિષેની કેટલીક બાબતથી ચકિતઃ અને શંકિત: થયા વિના, તેના તરફને સદ્દભાવ જરાપણ ઓછો ન થવા દે જોઈએ. કેમ કે, જગતમાં સાંસ્કૃતિક સુવ્યવસ્થાને તે જ મુખ્ય અને મહત્ત્વને આધાર સ્તંભ છે.
૩. શ્રી છેદ શાસ્ત્રોનું લક્ષ્ય-સંયમ-ચારિત્ર-ગુણની છેલ્લામાં છેલી હદ સુધીની છુટ આપી શકાય ત્યાં સુધી લઈ જવાનું હોય છે. તેમ છતાં-મર્યાદાની છેલી હદ ન ઓળંગાવવામાં બરાબર દઢ હાય છે. છેલ્લી હદ-સીમા તુટી કે અનાચાર. એ જ પ્રમાણે જેમ બને તેમ ઉંચી સ્થિતિ ટકાવી રાખવા સુધીને તેમાં આગ્રહ હોય છે. ઉંચી સ્થિતિમાં ટકી ન શકનાર માટે તેને લાયકની સમજપૂર્વકની નીચી કક્ષા ગોઠવી આપી હોય છે. એમ કરતાં કરતાં ઠેઠ સુધી લઈ જવાનું હોય છે. ત્યાં સુધી પ્રસ્તુત ગુણ: સંયમઃ ચારિત્ર વગેરેને અક્ષત ગણવામાં આવે છે. કાંઈ ન આવડે, પરંતુ એકડો ઘુંટતા આવડે, ત્યાં સુધી પણ તેને વિદ્યાર્થી માનવાને હરકત ગણવામાં ન આવે. અર્થાત- છેલ્લી હદના પ્રાયશ્ચિતની લાયકાત સુધી વ્યક્તિને પ્રસ્તુત ગુણ–પ્રસ્તુત ગુણધારક માનવામાં હરકત લેવામાં આવતી નથી. તેથી પણ આગળ વધી જાય, તે પછી તે વ્યક્તિ તે ગુણની કક્ષામાંથી બહાર ગણાઈ જાય છે. એકંદર, જેમ બને તેમ ધર્મ અને ચારિત્રના રક્ષણ કરાવવાનો તે શાસ્ત્રોને ઉદ્દેશ હોય છે. એ જ પ્રમાણે, શાસનને શ્રી સંઘની મર્યાદાઓના રક્ષણ માટે પણ છેલ્લામાં છેલ્લી કેટલી હદ સુધી જઈ શકાય ? તેની વ્યવસ્થા બતાવીને માર્ગદર્શન આપવાને ઉદ્દેશ હોય છે.
મુશ્કેલીના અસાધારણ પ્રસંગોમાં-અનિવાર્ય સંજોગોમાં ચારિત્રના પાલનની અપેક્ષા રાખીને કેટલી હદ સુધીનું આપવાદિક પાલન કરી શકાય? તેના ઉપાયો બતાવ્યા હોય છે.
એકંદર આધ્યાત્મિક વિકાસ પામવાની અપેક્ષાવાળા આત્માના બેધિબીજને નાશ ન થાય, અને તે ટકી રહે, સાથે સાથે વૃદ્ધિ પામવાને પાછ અવકાશ રહે, એવા લક્ષ્યથી બધી વિચારણું તેમાં આપવામાં આવી હોય છે. માટે આગમના કોઈપણ ભાગ ઉપર અણગમો એ પિતાને માટે, બીજાને માટે, ભવોભવને માટે, વંશપરંપરા માટે, જૈન-શાસન માટે, સંસ્કૃતિને માટે, જગતને માટે, સન્માને માટે. વિશ્વના કલ્યાણ માટે પણ મહા-મહા અનર્થનું કારણ છે.
એક પણ પદ ઉપર અવિશ્વાસ રાખનારની દૃષ્ટિ મિથ્યાઃ વિકૃતઃ હેવાનું શાસ્ત્રોમાં કહેલું છે. છેદસૂત્રના વિષયો શાશ્વત ધમની મૂળ ઇમારત સાથે સંગત સંબંધ ધરાવતા હોય છે.
[૮] છેવટે – ૧ અમારું કહેવું એટલું જ છે, કે-“સર્વજ્ઞ: વીતરાગઃ પ્રભુએ વિશ્વના કલ્યાણને માટે જે ઉપદેશ આપ્યો છે, અને આગમાદિક રૂપે તેના જ અવશેષો આપણી પાસે છે, તે જગતની એક અસાધારણ ચમત્કારિક વસ્તુ છે.” તેના રક્ષણમાં–“ સાહિત્ય અને પુસ્તકનું જ રક્ષણ માત્ર છે.” એમ નથી. તેની પાછળ મહાઅહિંસક સંસ્કૃતિને જીવન પ્રાણુ ધબકે છે. એ તેની અતિ મહાન મહત્તા છે. ભલે તે ગ્રંથના કદ નાના છે, ભલે તેના ગંભીર વાક્ય નાના હશે, પરંતુ તે વિશ્વકલ્યાણનું મહાસાધન છે.
તેથી પાત્ર જીવોના જ કબજામાં તે રહેવા જોઈએ. પાત્ર છેને જ તે મળવા જોઈએ. અને તેની Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org