Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૧૮] આ પૂર્વાપરની પરિસ્થિતિની વ્યવસ્થિત સમજ અને વિચાર વિનાની વાત છે. આધુનિક, ભૌતિક વિજ્ઞાન અને સાધનાની ઉત્પત્તિ માનવીના કષાયોઃ સ્વાર્થવૃત્તિ અને હિંસાવૃત્તિમાંથી-હિંસકભાવનામાંથી ઉત્પન્ન થયેલી છે. તે દેશોની શાન્તિ કરવા માટેની જ લાલચો પ્રચારીને, “એ સાધનોને ઉપયોગી સમજીને પ્રજા સ્વીકારે.” માટે તેનો પ્રચાર કરવામાં આવ્યો હોય છે. ને “ સંસ્કૃતિ ધરાવતી જે પ્રજા છે તેની પાસે પણ તે સાધનોનો ઉપયોગ કરાવીને, તેને પોતાની રક્ષક જીવનસંસ્કૃતિથી ચૂત કરવા માટે લલચાવવામાં અને છેવટે તેના ઉપર બીજી રીતે આક્રમણ કરવામાં એ સાધનો જ ઉપયોગી થાય તેમ હોય છે.” એટલી દીધદષ્ટિથી તેને બહોળો પ્રચાર કરવામાં આવ્યો હોય છે. આજે આ સૌકોઈ મર્મ સમજી શકે તેમ હોય છે.
આજે આત્મવાદના વન પિષક સાહિત્યની હજાર નકલે પ્રસિદ્ધ થાય છે. તે સંજોગોમાં સામા પક્ષના અનાત્મવાદ પિષક સાહિત્યની લાખો કે કરડે અને પરિણામે અબજો નકલે પ્રચારમાં આવી ચૂકતી હોય છે. એ જ તેના આક્રમણની મોટામાં મોટી મુખ્ય સાબિતી છે. એ બધું કેમ થાય છે? અને તેની શી શી યોજના છે? તથા આજે કેટલી સ્થિતિ સુધી એ પહોંચી શકી છે? અને હજી પણ ભવિષ્યમાં આથી વિશિષ્ટ કઈ રિસ્થતિ સુધી તેને પહોંચાડવાનું છે? તેને માટે ભૂતકાળમાં પાયો નાંખવાની શરૂઆત કેવી રીતે કરવામાં આવેલી હશે ? એ વિગેરે ઘણાં સૂમ વિચારને વિષય છે. પરંતુ આજના પરિણામેનું બીજ પણ તેવી જ પ્રબળતાથી ભૂતકાળમાં નંખાયેલું હશે તે તે સૌ કોઈ સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકે તેમ છે. આજના ભૌતિક સાધનથી આત્મવાદી પ્રજાએ અંજાવું એ પગમાં કુહાડો મારવા બરાબર છે. પરંતુ “જમાનાને અનુસરો આગળ વધેઃ” વગેરે બૂમબરાડામાં હિતકારી પીપુડીને અવાજ કયાંથી સંભળાય ?
૧૦ “તો પછી તમે આવા ગ્રંથો કેમ છપાવ છો?' આ પ્રશ્ન અમારી સામે આવે જ છે. તેનો સાચો જવાબ એ જ છે, કે-“કુવૃષ્ટિ ન્યાયે અમારે પણ સૌની સાથે ગાંડા થવું પડે છે.’ પૂર્વાચાર્યોએ પણ લખ્યું છે કે-“સ્વેચ્છાને સમજાવવા માટે તેની ભાષા બોલીને તેને સમજાવવું પડે છે. તેથી અનિચ્છાએ પણ તેની ભાષા બોલવી પડે છે. આવશ્યક કર્તવ્ય અને અનિવાર્ય સંજોગોમાં કરવું પડેઃ તે બેમાં મેટ ફરક હોય છે. અમારે અનિવાર્ય સંજોગોમાં આ ખોટું કામ કરવું પડે છે.
કુવૃષ્ટિ ન્યાયની સમજ એ છે, કે-એક વખત એવો વરસાદ થયો, કે- તેનું પાણી જે પીએ, તે ગાંડો થઈ જાય.” રાજા અને દિવાન શિવાય બધા લોકેએ તે પાણી પીધું તેથી સૌ ગાંડા થયા. બને બચી તો ગયા. પરંતુ સૌ તેને જ ગાંડા કહેવા લાગ્યા. અને ગાંડાઓને શિક્ષા કરવા તૈયાર થયા. તેથી બચવા રાજા અને દિવાનને પણ પિતે ગાંડા હેવાને ટૅગ કરવો પડે. છેવટે પાછી સુવૃષ્ટિ થઈ ને સૌ ડાહ્યા થઈ ગયા.” આ એ ન્યાયનો ભાવાર્થ છે.
[૭] શ્રી છેદ વિષેની ભ્રાંતિઓના નિરાસ ૧ કેટલાક બંધુઓ જેન-છેદ આગમોથી અકળાઈ ઉઠે છે. પર તુ, તે પણ જૈન શાસ્ત્રોને સમજવાને યોગ્ય દષ્ટિના અભાવનું પરિણામ છે, કેમકે-જૈનશાસ્ત્રો સાધક અને બાધક સવ દ્રવ્યઃ ક્ષેત્રઃ કાળ અને ભાવોને સંગ્રાહક છે. સાધકને ઉપયોગ કરો અને બાધકને ત્યાગ કરવો એ તેમાં હેતુ હોય છે. તેથી તેમાં પુછાલંબનને ઉદ્દેશીને તથા પાત્રોના બોધિનીજ: ચારિત્ર: વગેરે આધ્યાત્મિક ગુણોના રક્ષણને ઉદ્દેશીને અનેક પ્રકારના વિધિઃ નિષેધે ઉત્સર્ગ–અપવાદઃ હોય એ સ્વાભાવિક છે. નહીંતર, શાસ્ત્ર જ અપૂર્ણ ગણાય. કેમકે દરેક જીવો સરખા નથી હોતા. તેથી દરેકને ઉદ્દેશીને ધમ વ્યવસ્થા
હેવી જોઈએ. નહીંતર સર્વ વ્યાપક વ્યવસ્થા સ્થાપી શકાય નહીં. જૈનશાસન સર્વ વ્યાપક ધર્મ છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org