Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૧૧]
વગેરે દેશી વેપારીના હાથમાંથી સરકી ગયા છે. સરકાવી લીધાં છે. જે કાંઈ રહ્યા-સહા બાકી છે, તે પણ મોટી મોટી આંતરરાષ્ટ્રીય આર્થિક પરિષદે ભરી, તેમાં આપણી સરકારનો સહકાર લઈ, સરકાવાઈ રહ્યા છે, ને આપણે સાંભળવું પડે છે, કે-“ફલાણી વિદેશીય વ્યાપારી કંપની સાથે કે સરકાર સાથે આપણી સરકારે વેપારી કેલ-કરાર કર્યા ” શું દેશના વેપારીઓ મારફત એ કામ ન લઈ શકાય ? ખરી રીતે દેશી વેપારીઓને દેશની મૂળભૂત વ્યાપારી નીતિ મુજબ પગભર કરીને તેનાથી કામ લઈ શકાય તેમ હોય છે. અને તેમજ કરવું જોઈએ. પરંતુ સ્ટીલફ્રેમનું તંત્ર તેમ કરવા દે જ શી રીતે ?
એક વખત દેશી વેપારીઓની જરૂર હતી, તેથી માનપાનઃ સુખઃ સગવડેઃ પૂર્વક તેઓને દેશાવરમાં પણ ત્યાંના વેપારે હાથ કરવામાં ઉપયોગી બનાવવા લઈ જવામાં આવતા હતા. ભારતના વેપારીઓ એટલે કે શી વાત ? જે વ્યાપારીએ એક વખત ગળ્યા સાકર જેવા લાગતા હતા, તે ભારતના દેશી વેપારી' આજે કડવા ઝેર જેવા ગણાય છે. આજના કાયદાથી ફલિત થવા છતાં કાળાબજાર ચલાવનાર કાળાબજારીયાઃ લુંટારા ભયંકર સજાને પાત્રઃ ગણાવા લાગ્યા છે. ગુન્હા કરવા પ્રેરાય તેવી પરિસ્થિતિનું સર્જન તેઓ પાસે ગુન્હા કરાવે જ ને પછી દષારોપણ દેશી વેપારીઓ ઉપર થાય. હલકું લોહી હવાલદારનું, કેટલાક અજ્ઞાનભાવે ભારે ગુન્હા કરી પણ બેસે તેના દાખલા સર્વત્ર અપાય. પરંતુ તેઓને ઉત્તેજવાની આજે નીતિ જ રાખવાની નથી, નહીંતર, ગામડા અને નાના નાના શહેરના ચાલુ વેપારમાંથી દેશી વેપારીઓને ઓચ્છા થવાનું પરિણામ આવે જ કેમ? તેઓના સંતાનને મેટા શહેર તરફ ધધા માટે ધસારે કેમ લઈ જવો પડે? પરંતુ તેમ કર્યા વિના વેપારના ક્ષેત્રમાંથી દેશી વેપારીના મોટા ભાગને ઓછા કરવાનું પરિણામ શી રીતે લાવી શકાય ? એ બધું પૂર્વજિત છે. વર્તમાન સંચાલકેના અજ્ઞાન શિવાય, તેઓને દોષ દેવો વધારે પડતું છે. અથવા આપણું અજ્ઞાન છે.
એ જ સ્થિતિ અબજો રૂપિયા ધીરીને ખેતીને વિકાસ કરી, ખેતીને ક્ષેત્રમાંથી દેશી ખેતી અને દેશી ખેડુતોને કમી કરવાના લક્ષ્યો સફળ કરવાના શરૂ થયા છે. પરંતુ દેશી ખેડુતો પાસે તેને લગતી પ્રાથમિક યોજનાઓ કબુલ કરાવવાને ખેતીના તંત્ર ઉપર કબજે કરવાનેઃ તેથી શરુઆતમાં તેઓને ખુશી રાખવાને ને તેમાંના કેટલાકને ત્યાં મોટરઃ બંગલાઃ થાય તે જાતને કાર્યકમ ચાલુ થયો છે, ગારી પ્રજાના તથા તેમના સહકારી નાના-મોટા અનેક રાષ્ટ્રો ભારતને નાણાંની મદદ આપવા દોડી આપવા લાગ્યા છે. આ બધી રચનાત્મકતા આપણી પ્રજાની ૨રાનાત્મકતાની ખંડનાત્મકતારૂપે વિસ્તરી રહેલી છે. તે સૂક્ષ્મતાથી આપણે સમજવું જાઈએ.
છેલ્લા ૨૫ પચ્ચીસ વર્ષમાં હજાર-અબજો રૂપિયા અન્નના પ્રશ્નમાં રવાયત્ત થવાઃ ખેતી પાછળ આપણા દેશમાંથી ખર્ચાવા છતાં, મોટા પાયા ઉપર “શાંતિ અન્ન ” આપીને, ભારતને હાલનું સ્વરાજ્ય આપવામાં ખાસ સહાયક અમેરિકા ખુશી થાય છે. (તે) કલ્પના કરો, કે ભારતને માટે તેઓએ કેવી ગૂઢ યોજનાઓ અમલમાં આણી હશે ?
આવી સેંકડ, શરૂઆતમાં આકર્ષક અને પરિણામે ઘાતકઃ નિવડનારી બાબતો છે. વિદેશીય જ્યકારી નીતિઓઃ સંધિપાઃ જેડાણ ખઃ વિશ્વશાંતિઃ અહઅસ્તિત્વઃ પંચશીલ, શસ્ત્રનિયંત્રણઃ વિગેરે દ્વિઅર્થી હોય છે. અને તેવા ભળતા-ભળતા સામાન્ય શબ્દો દ્વારા નવી નીતિ અને નવી ઘુસણનીતિને અમલ થતું હોય છે, આ સાચી વસ્તુસ્થિતિ આપણે ન સમજી શકીયે, તે આપણી કમનશીબી શિવાય બીજું કાંઈ નથી. ઉત્સાહની ઘેલછામાં ચડી જઈ, પાછળથી ભીંસાઈએ તે તે આપણે
વાંક છે, કે બીજા કોઈને ? પરંતુ બીન અનુભવી છતાં થનગનતા ઉત્સાહમાં જમાના પાછળ દોડા
તા આપણુ યુવાનેને આ રહસ્ય શી રીતે સમજાવાય ? ઉમરમાં આવ્યા પછી કેટલાક સમજે, Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org