Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૦૯] રબારીને મળેલો હીરો બકરીની ડોકે બાંધે છે, કે પથરે સમજીને કાગડો ઉડાડવાના કામમાં ફેંકી દે છે. માટે યોગ્યના હાથથી યોગ્ય ઉપયોગ અને રક્ષણ માં મહાવિશાળતા અને ઉદારતા છે. કઈ વસ્તુને ક્યારે ને કેવો ઉપયોગ કરવો ? તે તેના નિષ્ણાતે જ જાણતા હોય છે. પરંપરાગત મુનિ–મહાત્માઓ કે જેઓ ગીતાર્થનિશ્રિત હોય, કે પૂર્વના ગીતાર્થ મહાપુરુષના વફાદાર અનુયાયિઓ તરીકે વર્તતા હોય, તે જ ખાસ કરીને તેના ઉપયોગ તથા વ્યવસ્થા વગેરેમાં નિષ્ણાત હોય છે. અપેક્ષાએ વિચાર કરતાં શ્રી આચારાંગ સૂત્રના કેઈ સૂત્ર ઉપર માત્ર વિવેચન કરનાર ગૃહસ્થ કરતાં એક દિવસ તે શું ? એક ઘડીનું પણ છwવનિકાયનું રક્ષણ કરનાર ચારિત્ર પાળનાર ચડી જાય તેમ હોય છે. સરકારી અમલદારની આજ્ઞા વિના કેઈપણ યોગ્ય કામ કર્યું હોય, તે પણ તે ફેક ગણવામાં આવે છે. માત્ર ધાર્મિક કાયદાનો ભંગ કરવાની–તેનું અસ્તિત્વ જ નથી તેમ માનવાની સૌને છૂટ અને તેની સામે વાંધો લેવાય તે તેમાં અનુદારતા અને સંચિતતાની બૂમો ! વાહ!
૧૩ આ શાસ્ત્રો સાર્વજનિક લાઈબ્રેરીના વિષયભૂત કે જાહેર જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારના વિષયભૂત પણ નથી. તેને સંગ્રહ ઉપાશ્રય આદિ ધર્મસ્થાનમાં જ રહેવો જોઈએ. જેમ બને તેમ તે શ્રમણોના નિકટ નિયંત્રણમાં રહેવો જોઈએ. તે જાહેર પ્રજાની વસ્તુ નથી. સર્વ કેઈના ભલા માટે જ છે. પણ
ગ્ય અધિકારીઓ સિવાય સર્વ કેઈના નિયંત્રણમાં રાખી શકાય નહિં. હિતેનું વિશાળ ક્ષેત્ર હોવું: એ જુદી વસ્તુ છે, અને વહીવટી સંચાલન ક્ષેત્રઃ એ જુદી વસ્તુ છે. જેમ બને તેમ તે ખાસ વ્યક્તિએના હાથમાં જ રહેવું જોઈએ. રાજ્ય સૌના હિત માટે હોવા છતાં, તેનું તંત્ર સંચાલન અમુક જ નિષ્ણાત વ્યક્તિઓના હાથમાં જ રાખવામાં આવવું જોઇએ. આગમો એ “બોડીબામણીનું ખેતર” નથી, કે ગમે તે તેની સાથે ગમે તે પ્રકારના ચેડા કરી શકે. કાંઈપણ બહુ વિચારપૂર્વક જ થવું જોઈએ.
[૩] આજે શ્રત ઉપર આક્રમણે: આપણું અજ્ઞાની અને વ્યામૂઢપણું: એ અંદરના આક્રમણ છે,
બહારનાઓનું સ્વાર્થીપણે આક્રમણ છે. ૧ યુરોપઃ અમેરિકાના કેઃ અને તેઓના વિચારોના અનુયાયિઓ હોય તેવા આ દેશના લોકો તેઓની દેખાદેખીથી આપણા દેશના શાસ્ત્ર અને ધાર્મિક તથા બીજા જુદા જુદા પ્રકારના સાહિત્યની ભલેને ગમે તેટલી પ્રશંસા કરતા હોય, તેનાથી જરાપણુ આપણે ઠગાવાની કે દોરવાઈ જવાની જરૂર નથી. કારણ કે તે પ્રશંસા તો માત્ર ઉપરછલી અને સ્વાર્થ પૂરતી કામચલાઉ જ હોય છે.
૨ ૧૮ મી સદી ૧૯મી સદીમાં કેટલાક યુરોપીય સ્કલરોએ પણ ઘણી ઘણી પ્રશંસા કરી છે. આપણા સાહિત્યના ગ્રંથોને ખોળી કાઢવામાં અને તેના સંશોધન પાછળ ઘણું ઘણું મહેનત ઉઠાવેલી છે. અને તેમ કરીને એક જુદી જ તે વિષેની સ્વતંત્ર પરંપરા પણ ઉભી કરી લીધી છે. પરંતુ તેને મુખ્ય હેતુ તો એ વખતે એ રહ્યો હતો, કે-તેઓ પોતાના ભાવિ સ્વાર્થી માટે આપણી ઉપર ઠોકી બેસાડવાની વહીવટી સ્ટીલફ્રેમ તૈયાર કરતા હતા. તેને તૈયાર કરી મજબૂત બનાવી લેવાનો વખત મેળવી લેવા માટે આપણી પ્રજાનું લક્ષ્ય બીજી બાજુ કેન્દ્રિત કરવા આકર્ષણ જમાવવાના પ્રયાસમાં હતા. આપણે ચાહ મેળવવાને હતો. અને કબજો ધરાવ હતો.
૩ ધર્મશાસ્ત્રઃ ધર્મગુરુઓ: મહાજન સંસ્થા: રાજાઓઃ વગેરેની પ્રશંસા કરીને અનુકુળતાભર્યું વાતાવરણ સર્જી, માત્ર તે વખતના પ્રજામાં આગળ પડતા આગેવાનોને બહારથી અનુકૂળ વલણમાં રાખી, બીજી બાજથી પ્રજાના જીવનના દરેકે દરેક તોમાં સંશોધનને નામે ઠેઠ ઉંડે સુધી ઘુસી જઈ પોતાના
ભાવિ હિતની વિશાળ જનાઓના ચોકઠાં સુધારાને નામે અમલમાં લાવવાની મજબૂત તૈયારીમાં Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org