Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૦૭ ] તૈન્ય ગણાય તે પછી “આટલા જ આગમ માનવાઃ આ પ્રમાણે અર્થ ન કરવો” વગેરે બોલવાને અધિકાર કેવી રીતે પ્રાપ્ત થાય? ન જ થાય. એ ન્યાયસરની વસ્તુસ્થિતિ છે. સુવિહિત ગીતાર્થ પૂર્વાચાર્યોએ માન્ય કરેલા આગ અને તદનસારી શાસ્ત્રોને માન્ય રાખનાર સાથે તેમને માન્ય આગમામાંથી પ્રમાણ આપીને વાત કરવામાં પણ ૩૨-૩૩ શિવાયના શાસ્ત્રગ્રંથોનું અપમાન કરવા બરાબર થાય છે. તેથી પાછળથી નીકળેલા સંપ્રદાયની અસ્ત-વ્યસ્ત માન્યતાઓની ચર્ચા પણ શાસનની અપ્રતિશાકર થાય. તે જવાબદાર પૂજ્ય પુરુષો માટેય સમજવી જોઈએ.
પરંપરાગત પુરુષો દુરુપયોગ કરતા હતા, માટે સદુપયોગને માટે અમોએ તે હાથમાં લઈને ઉત્કૃષ્ટ સાધુપણું પાળવાના પ્રયાસ કરીને શ્રી આગમો તરફ અમે વધારે ભક્તિ બતાવી છે” આ બચાવ પણ પ્રામાણિક ન ગણાય, કેમકે પરમાત્માનું શાસન હજી વિચ્છેદ પામ્યું નથી, ચાલુ છે. આથી કેઇપણ સુવિહિત શુદ્ધ પ્રરૂપક સચારિત્રી મહાત્મા પરંપરાગત હેય જ. તેમની આજ્ઞા મેળવી હેત, તો પણ કાંઈક બચાવ રહી શકત. પરંતુ આજ્ઞા વિનાના ગમે તેટલા ઉત્કૃષ્ટ ચારિત્રની કે ચારિત્રપાત્રની જૈનશાસનમાં કિંમત ગણાતી નથી. તેને પણ એક જાતની શાસનની આશાતના ગણવામાં આવેલી છે. છે. અને ત્યાં ભૌતગુરુને હણનાર ભિલ્લરાજાની ગુરુને પગ ન લાગવા દેવાની સાવચેતીનું દષ્ટાંત અપાયેલું છે. પરંતુ આ વિચાર જૈનશાસનના ન્યાયને અનુસરીને તેની વફાદારીપૂર્વક વિચાર કરે, તેને સમજાય તેમ છે. બીજાને રહસ્ય સમજાય તેમ તથી. મૂળ પરંપરામાં રહીને ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવામાં કશેયે નિષેધ નથી હોતા. આજ્ઞાનુસાર વર્તન રાખીને ઉત્કૃષ્ટ ચારિત્રપાત્ર છે તે જૈનશાસનમાં આદરપાત્ર ગણાય છે. જૈનશાસનના શણગારરૂ૫-શોભારૂપ ગણાય છે. જુદા પડીને ખાસ કાંઈ વિશેષતા કરી શકાતી નથી. થોડા વખત ચમક દેખાડાય છે, પરંતુ વધારે વખત એ સ્થિતિ ટકતી નથી. ને પછી તે અરાજકતા ફેલાય છે. કેમકે નિરંકુશતા વધે છે.
૮ અહિં એક પ્રશ્ન એ વિચાર જોઈએ, કે-“ગમે તે વ્યક્તિ લહીઆઓ તથા બીજા ગૃહસ્થાઃ વગેરેના ઘરમાં શ્રી જૈન આગમ વગેરેના પુસ્તક હોય, અને તેઓ તેને વેચતા હેય, તે પૂરતી કિંમત આપીને ખરીદ્યા પછી કે તેની નકલ કરાવી લીધા પછી પોતાની માલિકીના થયેલા શાસ્ત્રગ્રંથ વાંચવામાં શો દેષ? વળી સરકારી સંસ્થાઓઃ યુરોપ-અમેરિકાની સરકારી સંસ્થાઓમાં જે પુસ્તકે ગયા છે, તે તેઓની માલિકીના જ ગણાય છે ને ?”
એ વિદેશીય લોકનો દાખલો લેવો વ્યાજબી નથી. કેમકે તેઓ તો આખી દુનિયામાં જમીનઃ જળઃ આકાશ ખનીજો માન વગેરે પ્રાણીઓ જંગલે પહાડેઃ વગેરે જે કાંઈ છે, તે સર્વ પિતાની માલિકીના જ ગર્ભિત રીતે માની બેઠા છે. ૪૫૦ વર્ષોથી તેઓએ આ નિર્ણય લીધેલો છે. એટલે તેઓની વાત પ્રામાણિક અને ન્યાયસર ન હોવાથી તેઓના દાખલા આપવા ન્યાયી લોકોને માટે યોગ્ય નથી.
તેમ છતાં વેચાણની કિંમત તરીકે નહીં, પરંતુ રાજી કરવાની દૃષ્ટિથી કાંઈક આપીને તે વસ્તુ એને આપણે શ્રી સંધ અને શાસનના હવાલામાં લાવીને રાખવી જોઈએ. યુરેપઃ અમેરિકાઃ તથા ચીનઃ તિબેટઃ સિલોનઃ વગેરે જે જે દેશમાં જેની જેની પાસે શ્રી દ્વાદશાંગીને અનુસરતું કાંઈપણુ પૂર્વાચાર્ય વિરચિત સાહિત્ય હોય, તે તમામ મેળવી લેવું જોઈએ. છેવટે તેની નકલ કરાવીને પણ મેળવી લેવું જોઈએ. સ્તવઃ સ્તુતિઓઃ અને સઝાયેઃ જેવું ભાષાસાહિત્ય પણ શ્રી આગમના જ એક જાતના અર્થે અને રહસ્યરૂપ સાધન હોય છે. માટે તે પણ મેળવી લેવામાં સંકોચ ન કરવો જોઈએ.
૧૦ શ્રી આગઃ અને આગમાનુસારી સાહિત્યનું સંશોધન તેના ઉપર ટીકા ટીપ્પણ: વિવેચનઃ પાત્રની અપેક્ષાએ સંક્ષેપ કે વિસ્તાર વગેરે સર્વ કાંઈ શ્રી શ્રમણ મહાત્માઓની આજ્ઞા નીચે જ શ્રી
સંઘની મર્યાદામાં જ ચાલવા જોઈએ. આ સાચી મર્યાદાઓ છે. શ્રી શ્રમાગ મહાત્મા મી- . ... Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only