Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૨] તેવામાં નવી હવા અને નવા યુવકે તૈયાર થઈને પ્રગતિને ધેસરે જુતીને તેનું ગાડું વિદેશી તેઓ પાસે ખેંચાવતા હેય. આમ ક્રમ ચાલ્યા કરતો હોય છે.
૭ એ જ પ્રમાણે આપણું સાહિત્ય તેઓને ગમતું નથી. ગમતું હોય, તે પણ તેઓને આજે હવે કામનું નથી. કેમકે તે સાહિત્ય અને તેની પ્રેરણાથી ચાલતું ભારતવાસીઓનું જીવન-ધારણ અને માનસિક માન્યતાઓઃ તેઓની પ્રગતિમાં આડે આવે છે એ ચેકસ હકીકત છે. એટલે તેના તરફ તેઓની આંતરિક સહાનુભૂતિ પણ ન જ હોય, એ સ્વાભાવિક છે. કેમકે –
૮ તેઓએ જે આધુનિક સાહિત્ય ઉત્પન્ન કર્યું છે, અને જે હજી ઉત્પન્ન કરવાના છે, તેને ફેલાવો છેવટે મફત પણ દુનિયાભરમાં ઘેર ઘેર કરવા તેઓ ઇચ્છે છે. દરેક દેશની ભાષામાં અને દરેકને સમજ પડે તે રીતે અને તેમની પસંદગીની ભાવનાઓ પ્રમાણે છેવટે તે તે દેશના પ્રસિદ્ધ લેખકને આકર્ષીને તેઓ દ્વારા તૈયાર કરાવીને પહોંચાડવા ઇચ્છે છે. અને તેની પ્રાથમિક શરૂઆત તો મજબૂત પાયા ઉપર ઘણું વખતથી શરૂ થઈ ગયેલી છે. તે લક્ષ્ય પૂરેપૂરું ત્યારે જ સફળ થાય કે જે ભારતનું સાંસ્કૃતિક પ્રાચીન સાહિત્ય વચ્ચે નડે છે, તે જો દૂર થાય. તેને લુપ્ત કરવાની પ્રાથમિક અને આકર્ષક રચનાત્મક જે તરકીબો છે, તેને આપણે આપણું ધાર્મિક સાહિત્યની ઉન્નતિના કારણે તરીકે માની લઈએ છીએ. “પરદેશી પણ આપણું સાહિત્યના વખાણ કરે છે” એમ માની લઈને તેઓએ ભવિષ્યમાં તેના નાશ માટે ઘડેલી યોજનાઓની જાળના એકઠાઓમાં આપણે આપણું મૂળભૂત સાહિત્યને પણ ફસાવી દઈએ છીએ. સુંદર છપાઈ વિ. આકર્ષક કાર્યક્રમ એટલા માટે રાખે છે કે-“કબજે કરતાં રોકનાર બળાનો વિરોધ પ્રજામાંના જ કેટલાક કરે” એટલા માટે હોય છે.
૯ આપણા શાસ્ત્રગ્રંથને આપણું ભક્તિભાવ પૂર્વકના જેવા તેવા પણ હાર્દિક રક્ષણમાંથી ખેંચી લેવા વખત જતાં જેમ બને તેમ આપણુથી તેને દૂર દૂર લઈ જવા અને તેને પણ પોતાના હેતુઓમાં ઉપયોગ થાય તે કરી લેવા અને છેવટે બિન જરૂરી ઠરાવી દઈ, નકામું નિરુપયોગી ગણાવી તેને જગતમાંથી અદશ્ય કરવાઃ ખંડનાત્મકતા-ગર્ભિત રચનાત્મક યોજનાઓ આજે વહેતી મૂકાયેલી છે. કે જેને આપણે હશે-હેશે અપનાવીયે છીએ.
આધુનિકઢબથી-છપાવવાઃ વિવેચન કરવા જ્ઞાનમંદિરો વગેરે બંધાવીને રક્ષણ કરવા સંશોધને કરાવવાઃ આપણે ખર્ચે પ્રબધે કરીએ છીએ.
[૪] સ્થાનિક સાહિત્યનું ભાવિમાં વિસર્જન કરવાને કાર્યક્રમ. ૧. પહેલું પ્રાચીન શોધખોળેનું ખાતું ભભકબંધ શરૂ કરવું.
૨. ઐતિહાસિક પ્રાચીન સાધનની લેકપ્રિયતા વધારવા હાર્દિક પ્રશંસા, પ્રચાર ને તેને કબજે લેવાના કાયદા કરવા.
૩. ખોદાણકામઃ શિલાલેખો વગેરેને સંગ્રહ વાંચનઃ પ્રાચીન ગ્રંથની તપાસ: તેના સુચિસંગ્રહોલિસ્ટ તૈયાર કરાવવા.
૪. પિતાની માલિકીના ગર્ભિત રીતે માનેલા હેવાથી આડકતરી રીતે કબજો મેળવવાના તદ્દન હળવા અને લોકપ્રિય થાય તેવા પ્રયાસો કરવા અને થોડેઘણે કબજો મેળવ.
પ. સરકાર છપાવવાની શરુઆત કરી આદર્શ ઉભો કરેઃ દેશી રાજ્યો પાસે પણ પોતાના દેશના સાહિત્ય તરફના હાર્દિક પ્રેમથી છપાવવાના પ્રયાસો શરુ કરાવવા અને એ ઘોરણે ધર્મો અને સંપ્ર
દાના લેકે પણ નવી નવી પ્રકાશક સંસ્થાઓ ઉભી કરીને ધમધેકાર છપાવવાના પ્રયાસને વેગ આપે. Wain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org