Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
(૧૧૦] પડેલા હતા. જે ચોકઠાં તૈયાર થઈ મજબૂત રીતે બરાબર બેસી ગયા પછી, સ્વરાજ્યના નામે તેને જ આગળ વધારવાનું કામ સોંપીને ચાલ્યા ગયા છે.
૪ જ્યારે હવે તે વાસ્તવમાં ધર્મ વગેરેથી પ્રતિકૂળ હવા ઉભી કરી, તેને ભારતના નવા જીવનધોરણથી પ્રતિકૂળ વિચારને અને પ્રાગતિક જીવનધોરણોને પક્ષપાતી બનાવી લીધું છે. અને બીજી જ બાજુથી ધમ વગેરે ભારતની પ્રજાના ઉપર જણાવેલા મૂળભૂત પ્રતીકેને દૂર હડસેલવાના પ્રયાસે તેની સાથે જ ગોઠવાયેલા છે. તથા સાથે તૈયાર કરેલી સ્ટીલમના સ્વરાજ્યની મોટા પાયા ઉપર માંગણી પણ બાજુએ તટસ્થ રહી તેઓએ જ ભારતીયો પાસે કરાવી હતી. અને એક વખત જે માંગણી કરનારાઓ માટે લાઠીચાર્જ અને જેલના સળિયા તૈયાર હતા, તેઓને જ ફૂલહાર પહેરાવવા અને તેઓની ચિતાના સ્થાન વગેરે ઉપર ભાવપૂર્વક ફૂલ ચડાવવામાં આજે તેઓ આનંદ માને છે. કેમકે લાઠીચાર્જ અને જેલો દેખાવ પૂરતાં હતાં. તથા સ્ટીલફ્રેમના છુટા છુટા અંડા જેવા પ્રથમ પ્રથમ છુટા છુટા કાયદાઓ હતા. તેને પછી એક કડીમાં જોડી દેવા માટે વાઈસરોય લેડ વેવેલે ભારતીય પાસે જ પોતાના આદર્શોને સ્વરાજ્યનું ભારતનું નવું બંધારણ ઘડાવી લીધું. જેમાંથી ચાર પુરુષાર્થના માનવજીવનના મૂળભૂત આદર્શને જ ઉડાવરાવી દેવામાં આવ્યો છે. અને તેના પિષક ધર્મગુરુ વગેરે ઉપર જણાવ્યા તે સર્વ જવાબદાર પ્રજાના રક્ષક તને પણ નિગી જેવા-નિષ્ફળ જેવા બનાવી દઇ, દૂર હડસેલી દેવાની ગૂઢ ગોઠવણે પણ સાધી લીધી છે, જેથી ભારતની પ્રજાનું મૂળભૂત સાંસ્કૃતિક બળ સદાને માટે છિન્નભિન્ન
ય છે. કેમકે ધર્મગુરુઓઃ રાજાઓ: મહાજન: બ્રાહ્મણો: વગેરેને નિસ્તેજ અને નકામા કરાવાતા જવાય છે. તેને બદલે ચપોચપ બહારની વસ્તુઓઃ આદર્શોઃ જીવનધોરણઃ વગેરે વિકસિત જીવનમાં ઉપયોગી સામગ્રીઓ તરીકે ગણાવીને ગોઠવાતા જાય છે. અને તેના કરતાં અનેકગણા ભવિષ્યમાં ગોઠવાતા જશે. માટે જ દેશનેતાઓ વગેરેને ખૂબ ખૂબ ઉંચું સ્થાન પરદેશી દેશી પાસેથી પણ અપાવે છે.
એ પ્રજાની રીતજ-બ્રેડવેથી કામ કરવાની વિશાળ માર્ગોની સફળતા મેળવી લેવાની હોય છે. જેની બીજાથી કલ્પના પણ ન કરી શકાય. તેઓની કુશળતા એ છે, કે-જે હેડી ડૂબાડવાની હેય, તેમાં જ તેમાંના કેટલાક સૌની સાથે પ્રથમ બેસીને તેને હંકારવામાં જાતે જ સહાય કરવા લાગી ગયા હોય છે. અને ડૂબાડતી વખતે પોતે ખૂબીથી ખસી જાય છે, ને એમ પિતાના ભાવિ હેતુઓને વિજય કરી લે છે. પરંતુ –
૫ આપણે તેથી ફૂલણસી થઈ ફૂલાઈ જઈ તેઓની પ્રશંસાથી “આપણે વિજય થાય છે” એમ માની લઈ, તેમાં એટલા બધા ચકચૂર થઈ જઈએ છીએ કે- ભાવિ હિતાહિતને વિચાર કરવાનું ભાન જ ભૂલી જઈએ છીએ. આને આપણી ભારોભાર મૂર્ખાઈ નહીં તે બીજું શું કહી શકાય ?
કે જેની તેઓ એક વખત ભારેભાર પ્રશંસા કરતા હોય છે. ખુશામત કરતા જણાતા હોય છે, તેની શક્તિથી ચકિત થવાને દેખાવ કરતા હોય છે. પરંતુ કામ પૂરું થયે આપણે જ હાથે દૂર બેઠા બેઠા તેને જ ફેંકાવી દેવાની કળા તેઓ જાણે છે. અને તરત જ નવી જ રચના: નવા જ કાર્યક્રમો: નવી જ ભાવનાઓ નવા જ આગેવાનો અને નવા જ કામ કરનારાઓ: [ ત્યાં તે | જાહેરમાં આવી જતા હોય છે. જેની પૂર્વ તૈયારી ગુપ્તપણે તેઓએ કરી રાખેલી જ હોય છે. અહીં પણ ૫૦ વર્ષ ભારતમાં કેવા આગેવાનોથી કામ લેવાનું છે? તેની તૈયારી તેઓએ આજથી જ શરૂ કરેલી છે. આજના આગેવાને તે ભૂતકાળની મહેનતનું ફળ છે.
૭ દા. ત. આંતરરાષ્ટ્રીય પિતાના હસ્તકને મૂળ વેપાર ખીલવવા ભારતના દેશી વેપારીઓને દેશ-દેશાવરમાં અને મોટા શહેરોમાં આકર્ષ્યા. મોટર અને બંગલાવાળા ડાધિપતિ પણ બનાવ્યા. પરંતુ
સાથે જ આ દેશનો મૂળભૂત સમગ્ર વેપારઃ સમગ્ર વેપારનીતિઃ નાણતંત્રીય ભારતીય મૂળભૂત નીતિઃ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org