Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૬] ગ્રંથે ઉંચા ઉંચા અભ્યાસક્રમમાં હોય છે ત્યાં પહોંચતાં કેટલો વખત? કેટલે ખરો ? કેટલી મહેનત? વગેરે કરવા પડે છે?
૩ ખાસ મહાત્માઓને જ તેના ઉપર અધિકાર છે, ને તેઓને જ તેના ઉપર અધિકાર છે જોઈએ. બીજાનો નહીં. તેઓનું જ તેના ઉપયોગ ઉપર નિયંત્રણ ચાલ્યું આવે છે, અને હોવું જ જોઈએ; ને સદા ચાલુ રહેવું જોઈએ. તેની રક્ષા અને સદુપગઃ કરવાને ભાર પણ તેઓની જ ઉપર છે. વિશ્વવત્સલ ખુદ મહાપુરુષોએ તેઓને જ તે સેપેલ છે. તેનો સવ બાબતેને ભાર તેની ઉપર જ તેઓએ મૂકેલો છે.
૪ બીજાઓને માટે તો માત્ર તે પૂજનીયઃ વંદનીય સત્કારણીય છે. ઉપદેશ્યઃ શ્રવણીય અને યથાશક્તિ તદન્ત આચરણીય છે. તેના દરેક પ્રકારના રક્ષણ કરવાના મહાત્માઓને પ્રયત્નમાં સવ પ્રકારનો હાર્દિક સહકાર અને સહયોગ બીજાઓએ-દરેક માનવોએ પૂજ્યબુદ્ધિથી આપવાનો હોય છે. પ્રાણાપણાદિ સર્વસ્વ સુધી પણ તેના રક્ષણ માટે ભોગ આપવાની સૌના ઉપર ફરજ છે.
૫ શ્રી તીર્થકર સ્થાપિત શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘના રક્ષણઃ વહીવટઃ સાર-સંભાળઃ સંવર્ધન નીચે જ તે રહેવા જોઈએ કેમકે–શ્રી તીર્થંકરપ્રભુસ્થાપિત મહાશાસન સંસ્થાની તે પરંપરાગત અનન્ય મિલ્કત છે. જ્યારથી તેની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી તે જૈનશાસનની મિલક્ત છે, માટે તેના સંચાલક શ્રી સંધના સર્વાધિકારમાં જ તેનું સર્વ પ્રકારનું વહીવટી સંચાલન પણ હેય, ને રહેવું જોઈએ. આ સ્વભાવિક છે.
૬ આજ કારણે તે શાસ્ત્ર સાથે સંબંધ ધરાવતું જે કાંઈ કેઈની પણ પાસે જગતમાં જ્યાં કોઈ પણ ઠેકાણે હોય, તો તે ન્યાયસર તે જૈનશાસનની જ અનન્ય મિત છે, માટે તે તેને જ સંપાવું જોઈએ એ જ ન્યાપ્ય છે. બીજાને તેમાં અધિકાર નથી, ને હોઈ શકે નહીં. એ સમજી શકાય તેવી સીધી અને સર્વગ્રાહ્ય બાબત છે. બીજાને તેમાં દરમ્યાનગિરી કરવાનો અધિકાર નથી હોતો. જેમ ભૂલાઈ ગયેલી, ચોરાઈ ગયેલી, ખોવાઈ ગયેલી, કોઈનીયે કોઈ પણ ચીજ-વસ્તુઃ કોઈનેય પણ મળે, કે કોઈના પણ હવાલામાં ગઈ હોય, કે વેચાણથી લેવાયેલી છે, તે પણ તે જેમ મૂળ માલિકની જ છે, તેની જ ગણાય છે, તેને જ છેવટે ન્યાયને ધોરણે સોંપાય છે, ને સોંપાઈ જવી જોઈએ. તે જ પ્રમાણે શ્રી આગમો અને તદનુસારિ શ્રુતજ્ઞાનના શાસ્ત્ર પુસ્તકે શ્રી સંઘને જ સંપાઈ જવા જોઈએ. ભલે, બીજાએ મૂલ્ય આપીને તે ખરીદેલું હોય, પરંતુ બીજાઓએ ખરીદવા લાયકની તે વસ્તુ જ નથી. તેથી બીજાની માલિકી નિષ્ફળ ગણાવી જોઈએ. કદાચ તે રીતે તેનું રક્ષણ કરવાનું મહેનતાણું માગે, તે સન્માન બુદ્ધિથી આપવું ઠીક છે. આ રીતે જોતાં, શ્રી આગમો વગેરે ગમે ત્યાં હોય, પરંતુ, શ્રી જૈન સંધના સંચાલન નીચેની શ્રી જૈનશાસનની અનન્ય માલિકીની જ મિકત ગણાય. એ પ્રમાણે સર્વ ધર્મીના પવિત્ર ધર્મશાસ્ત્ર વિષે પણ સમજવું જોઈએ. ન્યાય સર્વત્ર સમાન જ રીતે લાગુ પડે. આ શિવાય જે કાંઈ ચાલતું હોય તે સર્વ ન્યાય અને પ્રામાણિક વ્યવહારથી વિરુદ્ધ ચાલે છે. એમ સ્પષ્ટ રીતે સમજવું જોઈએ.
૭ આ ઊપરથી એ પણ સમજવાનું સહેલું થઈ પડશે કે શ્રી આગઃ ગુરુ-આજ્ઞા શિવાય વાંચવાઃ ભણવાઃ તે પણ એક જાતની ચેરીમાં જ ગણાય, તો પછી ગુરુ આજ્ઞા વિના તેને કબજે પણ પ્રેમ રાખી શકાય? સ્થાનકવાસી: તેરાપંથી સંપ્રદાય કે જે પરંપરાગત ગુરુ આજ્ઞા વિના જુદા પડ્યા છે. જુદા પડીને જેઓએ પરંપરાગત શ્રી શાસનમાં ભેદ અને પરંપરાગત શ્રી સંધમાં ભેદ ઉત્પન્ન કર્યા છે. અથવા જેણે જેણે તેમ કરેલું હોય, તથા પરંપરાગત ગુરુઆજ્ઞા વિના આગમની પ્રતિ વેચાણથી કે
લખાવી લઈને મેળવી હોય, તે તે સર્વ એક પ્રકારની શ્રુતની આશાતના જ ગણાય, અને શ્રુતજ્ઞાનનું Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org