Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૦૨] ચાલ ઉપાડી પ્રજા પાસે તેની માંગણી કરાવનારાઓની વિદેશીને મન ભારે મહત્તા હતી. અને તે જાતનું સ્વરાજ્ય આપ્યા પછી ભૂતકાળના અને નવા નેતાઓ તરફ તેઓ પૂરા સન્માનથી વર્તે છે.
૫) આ પરિવર્તનમાં હિંસામૂલક-અહિંસા શબ્દને પ્રચાર કરી પ્રજાને કેવી અંધારામાં રાખવામાં આવી છે? તે તે આ ભૂમિકાને હિંસાઃ અહિંસાનેઃ વિભાગ વાંચવાથી બરાબર સમજાશે..
(૬) શ્રી કૌશાંબીજી થોડાક દીર્ધાયુષી રહ્યા હતા તે તેમની નિખાલસ બુદ્ધિ કદાચ આ સત્ય જાણી શકત, કે-“કદી ન બનેલી એવી રીતે ભારતની પ્રજા આજે ગુલામ બની છે.” બહારના ધન અને વૈજ્ઞાનિક સાધનોથી ભારતની પ્રજાની શાન્તિઃ સુખાકારી વધવા વિષે શંકા નથી. પરંતુ તે વધુ પરાશ્રિતતાનું પ્રતીક હેવાથી, રાજી થવા જેવી ન જ ગણાય.
૫ આજની અપેક્ષાએ મહાવિચક્ષણ જૈનાચાર્યોએ ભારતની પ્રજાના સ્વત્વઃ સંસ્કૃતિઃ સાચી અહિંસા: વગેરેનું ખૂબ રક્ષણ કરેલું છે. જ્યારે ઊંડા ઉતરીને જોતાં આજે લગભગ સદંતર તે બધું આપણે ગુમાવી બેઠા છીએ. ને તે મહાત્માઓના પ્રતાપે ઘણું આપણને વારસામાં મળ્યું છે, તે રહ્યું સહ્યું પણ ગુમાવરાવવાના પ્રયત્નોથી ગુમાવવાની તૈયારીમાં છીએ. કારણ કે આજની આખી મશીનરીના ચક્રો ઉલટી ગતિથી જ ચાલે છે. તેને ઘણું વિચારકે જાહેરમાં બળાપ પણ કરતા હોય, તેમ જાણી શકાય છે.
શ્રી કૌશાંબીજી સેવીયેટ નીતિ તથા વિશ્વશાંતિની આજની નીતિથી પ્રભાવિત થયેલા જણાઈ આવે છે. તેમાં પણ ખાસ કાંઈ તથ્થતા નથી. કેમકે તે પણ કૃત્રિમ અને એકપક્ષીય છે. શ્રી પાર્શ્વનાથના ચાર યામને પણ તેઓ વિકૃત અર્થમાં સમજ્યા હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ આવે છે.
[૮] આજનું મોટામાં મોટું કર્તવ્ય: જુદી જુદી વિચારસરણુઓથી વિચાર સ્વાતંત્ર્યને આજે વેગ મળવાનું માનીને ભલે કેટલાક અદધ-વિચારી બંધુઓ ખુશ થતા હોય, પરંતુ જુદા જુદા વર્ગો પડી જવાથી શ્રી સંધ કુસંપનો અખાડો બની જાય, એ જેવું તેવું નુકશાન માની શકાય તેમ નથી.
આ પરિસ્થિતિ ભૂતકાળના કેઈપણ વખત કરતાં વધારે જાગ્રત ભાવે વધારે કર્તવ્યનિષ્ઠાઃ વધુ આત્મભોગઃ શાસન ખાતર વધુ સમર્પણની તૈયારી વગેરે માંગી લે છે. જૈનધર્મના પૂર્વાચાર્યોએ રોપેલા મૂળભૂત પ્રતીકને ઊંડાણથી અભ્યાસઃ તેના રક્ષણની હાર્દિક અને સમજપૂર્વક પરિણામજનક તત્પરતા: મહા જૈનશાસનના પરંપરાગત સાચા હિત સમજવાઃ તેમાં વ્યામોહ ન થાયઃ શાસનને પરિણામે હાનિકર બાબત શાસનપ્રભાવનાની ન ગણાઈ જાય, તેની સાવચેતીઃ જૈનધર્મની રક્ષામાં સર્વ ધર્મોની રક્ષા સમાયેલી છે વગેરે સમજઃ વગેરેની પૂરતી આવશ્યકતા છે. ધર્મારાધન કરતાં પણ શાસનરક્ષા વધારે મહત્વની છે.
સમ્યકત્વ ગુણને લાવનારઃ સ્થિર કરનારઃ સતેજ કરનાર તે છે. દર્શનભ્રષ્ટને ધમની પ્રાપ્તિ થતાં વાર લાગે છે, ત્યારે દર્શનમાં દઢ ભલે કદાચ પાદિયે ચારિત્રથી ભ્રષ્ટ થાય, તે પણ જલદી આરાધના પ્રાપ્ત કરી શકે છે. કદાચ બહારથી આરાધના ચાલુ હોય અને બીજી રીતે શાસનના પ્રતીકે છિન્નભિન્ન થતા જતા હય, ને તેમાં સાથ અપાતે હેય તે તેના પરિણામો આવે, ત્યારે એકાએક આરાધના અટકી પડવાના પ્રસંગે આવી જાય. કદાચ આરાધના ચાલુ રહે, છતાં, એ સ્થિતિમાં તેના મૂળ અંદર ઉતરતા નથી. આ શાસ્ત્રસિદ્ધઃ અનુભવસિદ્ધ અને સદબુદ્ધિ ગમ્યઃ હકીકત છે. છેલ્લા ૫૦ (પચાસ)
વર્ષોમાં મોટા પાયા ઉપર થતી આરાધનાઓ વધતી જતી જોઇ આપણને આનંદના ઉમળકા આવે, એ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org