Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૯૦ ]
કમીટી સમિતિઃ બેડું જુદી જુદી ધાર્મિક વહીવટની પેઢીઓને નામે પણ એ જ પ્રક્રિયા ચાલી રહી છે, અને પૂજ્ય પુરુષો પણ તેમાં વાંધો લેતા નથી. કારણ કે તેઓ પણ તે દ્વારા કામ થઈ શકતા હેવાનું જોઈ આંતરિક સહાનુભૂતિ ધરાવતા હોય છે.
4 બહારથી સુંદરતાથી ભરપૂર છતાં પરિણામે ભયંકર પરિણામો નિપજાવનારી આ નીતિરીતિ પરંપરાગત ધર્મની પરંપરાના મૂળભૂત પ્રતીકે તેડવાના ચોક્કસ હેતુઓ પૂર્વકની છે. તેને એટલે કે તેટલો મૂળભૂત વસ્તુઓને અચૂક ધક્કો છે. કેટલાંક કહે છે કે—“માત્ર પોલીસી તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી તેને છોડી દેવાના હોય છે. તેથી ધાર્મિક કાર્યો અને ઉન્નતિ સરળતાથી કરી શકાય છે. પરંતુ મૂળ પ્રતીકે અને બાબતોને કશો વાંધો આવવા દેવાને નથી એ અમારું લક્ષ્ય છે.” આ પણ સ્વાર્થી વિદેશીયોની જ દલીલે છે, જે આપણું લેકેને મોઢેથી બહાર પડે છે, તેમણે જ ઘડી કાઢીને આપણે મોઢે ચડવા દીધી છે. પરંતુ મૂળમાં જ આગ ચાપવા માટે જ આખી નવી પરંપરાઓ ઉભી કરવામાં આવી છે. માટે જ વાંધા ભરેલી વસ્તુ છે. મૂળને ધક્કો ન લાગતું હોય, અને લાભ મળતો હોય, અથવા છેડે મળતો હોય, અથવા લાભ ન મળતો હોય, પરંતુ ગેરલાભ ન થતું હોય તે પણ તેને વિરોધ કરવાનું કાંઈપણ કારણ નથી. માટે નવી પરંપરાની સંસ્થાઓ અને કાર્યોથીઃ ધાર્મિક શિક્ષણની પરીક્ષાઓઃ વગેરેથી શાસનઃ ધાર્મિક શિક્ષણ અને ધર્મની ઉન્નતિ દેખાતી હોય છે, તે તદ્દન ઠગારી અને ભ્રામક વસ્તુ છે. પરિણામે તે કાંઈ ને કાંઈ મૂળમાં નુકશાન જ કરે છે. આ માત્ર કલ્પના કે મનની ધૂન નથી. પરંતુ વાસ્તવિક સત્ય છે.
જ જમાનાને નામે દરેક બાબતે કરવામાં આવે છે. વાસ્તવિક રીતે જમાના જેવી કેઈ ચીજ જ નથી. બહારના આદર્શો ઉપર જમાનાનું લેબલ લગાડવામાં આવ્યું છે. “દવાનું પારસલઝ એવા લેબલ મારફત રામપુરીયા છરાઓને પ્રચાર એક વખત થતો હતો. તેવું આમાં છે. જમાનાને અનુસરવાની વાતના પ્રચાર દ્વારા યુરોપીય આદર્શોને અનુસરવાની યુક્તિમાત્ર છે. જમાને એક કલ્પિત વાત છે. એ અમે આગળ સ્પષ્ટ કરેલું છે.
ઘ પ્રથમના વખતમાં ધર્મામાં નવા નવા સંપ્રદાય નીકળ્યાં છે. પરંતુ તે તો અમુક અમુક બાબતમાં અમુક અમુક મતભેદ કે વિચારભેદથી ઉત્પન્ન થયા છે, ત્યારે આજે તે તીર્થકરેની રચના સામે જ તદન જુદા પ્રકારની રચનાને ફેલાવો કરવાની તૈયારી માટે સંસ્થાઓ ઉભી થઈ હોય છે તે જ જુદે જુદે વખતે ધીમે ધીમે જીવનમાં ગોઠવાતી જાય છે. અને તેને વેગ મળતો જાય છે. હજી આટલેથી જ અટકે તે પણ ઠીક છે, પરંતુ ધીમે ધીમે તદ્દન મૂળ ઉખેડી નાંખવા સુધી આ પ્રક્રિયાને ૧૦૦ વર્ષોમાં પહેચાડવાનું ધ્યેય છે. અર્થાત જમાનાને અનુસરવું. એટલે જ બહારના આદર્શોને વેગ આપઃ આ વાસ્તવિક રહસ્ય છે.
સુ આટલા જ માટે પબ્લીક ટ્રસ્ટ એકટ વગેરે ધાર્મિક બાબતોના કાયદા કરતા પહેલા આવી પ્રગતિશીલ ગણાતી સંસ્થાઓના અભિપ્રાય લેવાનું ખાસ રાખવામાં આવ્યું હોય છે. અને હમણાં કેન્દ્ર તરફથી નીમાયેલ ધાર્મિક વહીવટ તપાસ કમીશને (પચે) પણ તેવી સંસ્થાઓને નિવેદન કરવા આમંત્રણ આપ્યું છે. કેમકે–તે સંસ્થાઓ તેમની જ છે. તેથી “અરધું-પરધું કે તેથી વધારે તેમના તરફથી તેવું જ વલણ લેવાનું હોય છે.” એમ વર્તમાન સ્ટીલ કેમની સરકાર જાણે જ છે. એટલે શ્રી સંઘ કાયદાના વિરોધમાં રહે, છતાં આવી સંસ્થાઓના નામ આગળ કરીને પણ પોતાની ધારણું બર લાવી શકાય, તેમ હોય છે. આવી સંસ્થાઓ તરફથી કરવામાં આવતાં નિવેદનમાં વકીલ, બેરીની સલાહ મુખ્ય હોય છે. એટલે તેઓ કાયદાના મૂળમાં રહેલી સરકારી સત્તાઓને ખ્યાલમાં રાખીને સલાહ આપતા
હોય છે. પરંતુ, શાસન અને શ્રી સંઘના મૂળભૂત બંધારણીય તઃ આદર્શો વગેરેથી તે લગભગ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org