Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૭] * આ કાય ક્રમ આજે સર્વ ધર્મના પ્રચારને કાયદેસરની છૂટ આપવાથી વધારે વેગબંધ અમલમાં રહ્યો હતો. એ નવી સંસ્થાઓ એ કાયદાનો લાભ લેવા દોડાદોડી કરી મૂકે છે. પિતાના ધર્મના ભાવિ અહિત થવાનો તેઓને ખ્યાલ જ રહેતો નથી.
૬ પ્રથમ-તે તે ધર્મના પ્રાચીન શાસ્ત્રના અભ્યાસીઓ યુરોપ-અમેરિકામાં પિતા પોતાના દેશમાં ઉભા કરવામાં આવ્યા હતા. તે તે ધર્મની પરંપરામાં સીધી રીતે તે પ્રવેશ મળી શકે તેમ નહોતે જ, તે તે ધર્મોમાં નવી રીતના અભ્યાસીઓ ઉભા કરવાની લાલચ આપવા દ્વારા નવી પરંપરાના પાયા નાંખી, તેને ઉન્નત કરીને તેને નવી સંસ્થાઓ દ્વારા વેગ આપવામાં આવ્યું.
ત્ર પ્રથમ ઐતિહાસિક સંશોધનને નામે યુગ-જમાને સમય-સમયધર્મ-કાળને નામે પરિવર્તનને નામે તેને પાયો નાંખવામાં આવ્યો છે. નવી સંસ્થાઓ યુગને અનુસરીને વર્તવાનો પિતાનો ઉદ્દેશ ઘડે. એમ મૂળથી જ પરંપરાગત સંસ્થાઓથી સ્વતંત્ર રહે.
૪ ઈ. સ. ૧૮૫૯ પછી બ્રિટીશ પાર્લામેન્ટ સીધી રીતે પિતાને રચનાત્મક સાવત્રિક કાર્યક્રમ ભારતમાં અમલી બનાવવાની જાહેર રીતે શરુઆત કર્યા પછી એ જાતના પ્રયાસોને અમલ વેગ પકડતો ગયો. જેમાં પ્રે હર્મન જેકોબીઃ પ્ર. લેયમેનઃ પ્રો૦ ગ્લાઝેનાપ: મી. હર્બટ વેરનઃ બંગાળ એશિયાટિક સોસાઇટીના એક વખતના સંચાલક અને શ્રી ઉપાસક દશાંગ સૂત્રના સંપાદક યુરોપીય ઑલર મી હેલી સાહેબ વગેરેએ તે નવી જૈન પરંપરાનો પાયો નાખ્યો છે. બીજા ધર્મોમાં બીજાઓએ નવી પરંપરાઓ શરુ કરાવ્યાના પ્રમાણે છે. તેમાં મીસીસ એનીબેસેંટ, મેડમ બ્લેસ્ક, સિસ્ટર નિવેદિતા દેવી (યુરોપીયન બહેને હીંદી નામ ધારણ કર્યું હતું.) વિગેરે નામો પ્રસિદ્ધ છે.
૨ એ સંસ્થાઓ આજ્ઞાના પાયા ઉપર નહી પરંતુ બહુમતવાદના પાયા ઉપર ડેમોક્રેસીના કૃત્રિમ પાયા ઉપર ઉભી કરવામાં આવી છે.
g “નવી પરંપરાના જાહેરમાં પાયા રોપનાર યુરોપીય સ્કલરોએ માત્ર પોતાના વિચારે જ બતાવ્યા છે.” એમ નથી. તેઓએ સંસ્થાઓ ઉભી કરી છે, ઉપરાંત આડકતરી રીતે રાજ્યસત્તાની સહાયથી પ્રચાર દ્વારા સંસ્થાઓ ઉભી થવા દઈ ભવિષ્યમાં તે આદર્શો ઉપર કાર્યો થાય અને પોતે માન્ય રાખેલી ઉન્નતિને વેગ આપી શકાય તે રીતે લોકો તેમાં દાખલ થાય. તેવા પ્રયાસને પણ વેગ મળવાના બીજે રોપ્યા છે. જે આજે ફાલીકૂલી રહ્યા છે.
છે એ જ આદર્શો ઉપર શિક્ષણ આપીને તૈયાર કરાયેલે શિક્ષિત વગ તેનું સંચાલન કરે માટે શિક્ષણ અને ડીગ્રીઓ આપી તેને સંપત્તિ અને પ્રતિષ્ઠા સંપન્ન બનાવતા રહે છે. તેમાં પણ વકીલ– વર્ગને વધારે ઉંચું સ્થાન પ્રાપ્ત કરાવાતું રહ્યું છે. જેના બળથી પ્રજાના જાહેર જીવનમાંથી પરંપરાગત વગને દૂર હડસેલાવી શકાય, નવા ધંધાથી સંપન્ન થયેલ વ્યાપારી વગ પણ વકીલ વગની દોરવણીમાં આકર્ષાતા રહે તે તેના ટેકાથી પણ પરંપરાગત આગેવાનોને સ્થાન ભ્રષ્ટ કરી શકાય. પરંપરાગત નગરશેઠનું સ્થાન તેડી પાડવા મિલમાલિકે કે મોટા શહેરના ઉદ્યોગપતિઓને વધારે મહત્તા મળે તેવા પ્રયતનો થતા રહ્યા છે.
મી વકીલ વગનું માનસ અધુ ભારતીય ને અધું વિદેશીય આદર્શોથી વાસિત કરવામાં આવેલું હોય છે. ભારતીય સંસ્કારો પણ મોટે ભાગે ભારતની જીવન પ્રણાલીકાના અભ્યાસી યુરોપીય સ્કોલરોના એક તરફી વિધાનોથી ઉત્પન્ન થયેલા અર્ધદગ્ધ સાહિત્યમાંથી લેવામાં આવેલા હોય છે. તેથી તેઓના વિચારોમાં પણ અર્ધ–દગ્ધતા હોય એ સ્વાભાવિક છે. ધર્મગુરુઓ પાસે ધર્મશાસ્ત્રોનું બળ હતું, તેમ
વકીલ વગને કાયદાના પુસ્તકનું બળ આપવામાં આવ્યું છે. Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only