Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૭૪ ] (૧) જે ધર્મસંસ્થાની પાસે “જીવનમાં શું કરવા યોગ્ય છે? અને શું કરવા યોગ્ય નથી? એટલે કે શું કરવું? ને શું ન કરવું?” તેની વ્યવસ્થિતઃ બુદ્ધિગ્રાહ્યઃ અને હિતકારી વ્યવસ્થા હેય, જેમ કે–“હિંસા ન કરવીઃ જુઠ ન બોલવું. ચોરી, ખૂન, વ્યભિચાર, કપટ, વગેરે ન કરવા યોગ્ય છે. અને દયા, દાન, સત્ય, સરળતા, પરોપકાર, સંતેષ વગેરે કરવા યોગ્ય છેઃ તે બન્નેના નિયમની સુવ્યવસ્થિત નોંધ ધરાવતી હોય, તેમાં પરસ્પર વિરોધઃ અવ્યવસ્થાઃ અનુચિતતાઃ અસંભવિતતાઃ આદિ દે ન હોય તે ધમ પહેલી કસોટીમાં લાવી શકાય, પાસ થયે ગણાય. તેમાં અવ્યવસ્થા જેટલે અંશે હોય, તેટલે અંશે ન લાવી શકાય. પાસ થયો ન ગણાય.
(૨) “કરવા ગ્ય વિધિઓ અને ન કરવા યોગ્ય નિષેધે ” એની પાત્ર છ આચરણ કરી શકે અમલ કરી શકે તે રીતે દ્રવ્યઃ ક્ષેત્ર કાળઃ અને ભાવઃ વગેરેના વિધિમાં ઉત્સર્ગ–અપવાદની વ્યવસ્થા બરાબર હોય, તે જ પ્રમાણે નિષેધોમાં પણ ઉત્સર્ગ–અપવાદની વ્યવસ્થા બરાબર હોય.
દારુ તત્વ “કઈ પણ છવની હિંસા ન કરવી.” એ ઉત્સર્ગ નિષેધ થયો. પરંતુ “મુનિએ એક જ સ્થળે રોકાઈ ન રહેતાં વિધિપૂર્વક વિહાર કરવો જોઈએ. તેથી હિંસાદિક થાય, પરંતુ બીજા ગુણે વધતા હેવાથી તે હિંસાદિક દેષરુપ નથી.” એ તેને અપવાદ થયો. “વિધિપૂર્વક વિહાર કરવો.” તે ઉત્સર્ગઃ પરંતુ “વૃદ્ધઃ ગ્લાનઃ માંદા મુનિ વિહાર ન કરી શકે, તે ગ્ય સ્થાને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે નિયતવાસ કરીને રહે,” તે અપવાદ ને સાથે ઉત્સર્ગ. પરંતુ નિયતવાસ કરવા છતાં “મકાનને ખૂણો બદલીને પણ માસક૯૫ સાચવવો” એ અપવાદ. “માસકલ્પ સાચવવા અન્યત્ર વિહાર કરવો.” તે ઉત્સ, પણ શારીરિક અશક્તિને કારણે તે જ મકાનને છેવટે ખૂણે પણ બદલ.” એ અપવાદ એમ ઉત્સગના અપવાદઃ અને અપવાદના પણ ઉત્સગરૂપ અપવાદ, ઉત્સગ અને તેના પણ અપવાદ એ પ્રકારની વિવિધ વ્યવસ્થિત વ્યવસ્થા ધરાવતી હોય તે બહુ જ વ્યવસ્થિત ધર્મસંસ્થા ગણાય.
(૩) પરંતુ, આ વિધિ-નિષેધે અને તેના ઉત્સર્ગો અને અપવાદે વગેરે વ્યવસ્થાની પાછળ પદાર્થોનું વ્યવસ્થિત વિજ્ઞાનઃ વિશ્વવિજ્ઞાનઃ તત્ત્વજ્ઞાનઃ હોવું જોઈએ. જગતની સભૂત વ્યવસ્થા સાથે જે તે સવ વિધિનિષેધ વિગેરેને સંબંધ સંગત રીતે ન હોય, તો તે માત્ર આકાશ ઉપરના ચિત્રામણ સમાન ગણાય. હવાઈ મહેલ ગણાય. માત્ર શાબ્દિક ચિત્રો ગણાય વિશ્વ વ્યવસ્થાની ભૂમિકા ઉપર આધ્યાત્મિક વિકાસ અને તેમાં ઉપયોગી થાય તેવાં વિધિ-નિષેધેઃ ને તેને ઉત્સર્ગ–અપવાદે હોવા જોઈએ.
(૪) જેમ સોનાની પરીક્ષા પહેલાં કટીથી થાય છે; પછી કાનસ કે છીણીથી કાપ-છેદ મૂકીને થાય છે. અને તે પછી વિશેષ પરીક્ષા અગ્નિમાં તપાવવાથી થાય છે. અને છેવટે ટીપવાથી થાય છે. તે પ્રમાણે ધર્મ-સંસ્થાઓની પણ પરીક્ષા ચાર રીતે કરી શકાય છે. ત્રણ રીતે ઉપર બતાવી છે, તે અને ચોથીઃ શક્ય રીતે તર્ક અને હેતુવાદની કસોટી ઉપર ધર્મસંસ્થાઓની બાબતેને ચડાવવી, તે તાડનટીપવાનું થાય.
એ ચારે ય સેટીમાંથી પૂરી સફળતાપૂર્વક પસાર થાય, તે ધમ–સંસ્થા ઊચી કક્ષાની સમજી શકાય.
આ કસોટીઓ ઉપર ધર્મસંસ્થાઓની એટલે ધર્મોની પરીક્ષા કરવાથી, તેમના ચડતા-ઉતરતા દરજજા ઠરાવી શકાય તેમ છે. જેમ-કર્ષ: છેદઃ તાપ અને ટીપ: ૫છી સોનાના જુદા જુદા ટચ નીકળી
શકે છે, તેમ. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org