Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૫] ધર્મના આચારે અચૂક રીતે, અચૂક પરિણામ આપનાર હોવા જોઈએ. જેમકે દશ રૂપિયાની કિંમતને ઘતી જેટ ખરીદો હોય, તો જેની પાસે દશ રૂપિયા પૂરા હોય, તે જ તે ખરીદી શકે. નવ રૂપિયા અને પંદર આનાવાળાથી તે ન ખરીદી શકાય. એક શહેરથી બીજા શહેર સુધી પહોંચાડનારા વાહનનું ભાડું રૂપિયા પંદર થતું હોય, તે ચૌદ રૂપિયા ને પંદર આનાવાળા પણ તેમાં ન બેસી શકે. તે પ્રમાણે દરજ્જાવાર જેના આચાર-સ્થાને-ભૂમિકાઓના અમુક પ્રમાણે અમુક જ ફળ આપે જ. તે જ વ્યવસ્થિત ધર્મસંસ્થા કહેવાય. એ પ્રમાણે, જે ધર્મ–સંસ્થાની વ્યવસ્થા અને સાધના ઠેઠ મેક્ષ સુધી અવશ્ય સીધી રીતે લઈ જવાની શક્યતા ધરાવે, તે ઉચ્ચ કક્ષાની સગવડવાળી ધર્મ-સંસ્થા કહેવાય. ધર્મ કહેવાય.
[૫] શ્રદ્ધા અને પ્રજ્ઞા જૈનધર્મના વિધિનિષેધ મેક્ષને ઉદ્દેશીને બરાબર વ્યવસ્થિત છે. તથા ઉત્સગ-અપવાદની તેની વ્યવસ્થા પણ એટલા જ ઊંચા પ્રકારની છે. તેનું તત્ત્વજ્ઞાન સંપૂર્ણપણે સુવ્યવસ્થિત છે. એગ્ય તકવાદની કસેટી પર પાર ઉતારવામાં તે અનન્ય છે. કારણ કે-તેની અંદર યથાવસ્થિત સદ્દભૂત પદાર્થ નિરૂપણરૂપી સંપૂર્ણ શુદ્ધ સુવર્ણ જ છે.
તેમ છતાં, આરાધક પાત્ર છેને ઉદ્દેશીને તર્ક અને શ્રદ્ધા ઉભયના આધાર ઉપર ધર્મની વ્યવસ્થા રહેલી છે. કેટલાક શ્રદ્ધાથી ધર્મ કરતા હોય છે, કેટલાક પ્રજ્ઞા-સમજપૂર્વક કરતા હોય છે, ત્યારે કેટલાક તે બન્નેયથી કરતા હોય છે.
જૈન-ધર્મને નયસાપેક્ષ તર્કવાદ અજોડ અને અનન્ય છે. ઉતરતી કક્ષાની શક્તિ ધરાવતા પાત્ર જીવો માટે શ્રદ્ધાગમ્ય રીતે કહેવાયેલી બાબતે પણ વિશિષ્ટ પ્રકારની શક્તિ ધરાવનારાઓને પ્રજ્ઞાગમ્યતકગમ્ય કરવામાં વાંધો આવતો નથી. અને એટલા જ માટે ચૌદ પૂર્વધરોમાં છ સ્થાને પડી જતા હોય છે. ઉપરાંત આ વિષયમાં ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પૂર્વાચાર્યોને વિધાનોને વધુ સ્પષ્ટ કરવા સાથે ખૂલાસો કર્યો છે. જે નીચે મૂજબ છે –
૧. “સંસારના કારણે સામાન્ય રીતે જાણવાઃ ને તે કારણે દૂર કરવા માટે મહાગુણી –મહાપુરુષની આરાધના કરવી જોઈએ. સંસારથી ટા પડી કલેશોથી મુક્ત થઈ શકાય. બસ તેથી લાંબાલાંબા વિચારની સાધકને જરૂર નથી.” પ્રાચીન કાળના કાલાતીત નામના વિદ્વાનના મતને એ વ્યવસ્થિત આશય છે.
૨. આ મતઃ વિશેષ વિચાર કરવાને અશક્ત આત્માને પ્રાથમિક કક્ષાના સામાન્ય ધર્મ–માર્ગમાંયોગમાર્ગમાં–પ્રવેશાવતાં પહેલાં તેણે પકડેલાં દુરાગ્રહોને તેના મનમાંથી દૂર કરવા પૂરત ઉપયોગી છે. અને તેથી અમારા પૂર્વાચાર્યોને તે સમ્મત પણ છે. ૩. પરંતુ, તેને એ અર્થ નથી, કે-“તત્ત્વસંબંધી વિશિષ્ટ વિચાર કોઈએ પણ ન જ કરો.”
, વગરની આભાર્થી વ્યક્તિ સંસાર: તેના કારણો: મોક્ષ અને તેના કારણોઃ વગેરે વિષે શાસ્ત્રાનુસારે વિશેષ અને સૂક્ષ્મ વિચારો કરે, તે તેથી તેના કર્મોની ઉચા પ્રકારની નિર્જરા થાય છે. ને તેથી તે પ્રયાસ સફળ થાય છે. “તે પ્રયાસ તદ્દન નકામે છે.” એમ સમજવું ભૂલ ભરેલું છે. કારણ કે-એવા જીવો વિશિષ્ટ ગુણવંત પુષવિશેષના-ભગવાનના-ઉંચા પ્રકારના ઉપાસકે હોય છે. તેથી તેઓને અશ્રદ્ધારૂપી મેલ તે ઘણે જલદીથી કપાઈ ગયો હોય છે, તથા મોક્ષની સાધનાની ભૂમિકારૂપી તેમને વૈરાગ્ય દુઃખ કે મેહગતિ હેવાને બદલે આત્માનુભવરૂપ, તત્વજ્ઞાનગતિ-જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી સુવાસિત હોય છે. માટે તથા પ્રકારના વિશિષ્ટ સાધકને માટે વિશેષ વિચાર સફળ થાય છે.” આત્માથિ જીવોએ આત્મકલ્યાણના ઉદેશથી અભ્યાસ કરવો એ ઉત્તમ પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org