Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૭૩ ]
તેમ જ દરેકના પારિભાષિક શબ્દ અને ભેદ-પ્રભેદે પણ ઠેઠ સુધી વ્યવસ્થિત રીતે હોય છે. તેમ જ તે દરેકનો પરસ્પર સમન્વય પણ હોય છે. એ રીતે એ દશનની નાની કે મેટી કેઈપણ વાત સમજવામાં સ્યાદવાદની વ્યવસ્થાનો ઉપયોગ કર્યા વિના ચાલી શકે તેમ હોતું જ નથી. જરાક તેને દૂર રાખો એટલે સાચી વાત બરાબર સમજાય જ નહીં. જુઠાણું જ આગળ આવી જાય. સાચી લાગતી વાત પણ જુઠી હોય.
આથી જગતમાં એક જ જૈનદર્શન સંપૂર્ણ તત્ત્વજ્ઞાનમય દશન છે. તેથી તેને એક જ ગ્રંથથી કે એક રીતે સમજવું કે સમજાવવું અશક્ય છે.
બીજા દર્શને જ્યારે તત્વજ્ઞાનના અંગરૂપ થ્થા છૂટા વિજ્ઞાનરૂપે છે, ત્યારે જૈનદર્શન સવ વિજ્ઞાનના સરવાળારૂપે વિશ્વવ્યવસ્થાના સાંગોપાંગ વિજ્ઞાનરૂપ અને તેમાંથી પાદેય તત્ત્વની તારવણીરૂપે તત્વજ્ઞાનરૂપ છે. તેથી તત્ત્વજ્ઞાનદશન તરીકેનું તે એકને જ નામ આપી શકાય તેમ છે. તે એક જ તત્વજ્ઞાન જગતમાં છે. માટે તે સવથી ગહન છે. અજાણ વાચકોને આ નિરૂપણને અતિશક્તિરૂ૫ ન સમજી બેસવા ખાસ ભલામણ કરવી તે અસ્થાને નથી.
હેય ઉપાદેયઃ યઃ અને ઉપેક્ષ્યને વિચાર અને હાનઃ ઉપાદાનઃ જ્ઞાન અને ઉપેક્ષા તત્વજ્ઞાનને મેરુદંડ છે. કેમકે જીવનમાં ઉતારી એક્ષપ્રાપ્તિને તેની સાથે સીધો સંબંધ છે.
મા આચારની દૃષ્ટિથી: આ પ્રમાણે જૈનધર્મમાં બતાવેલી આચાર વ્યવસ્થા પણ એક બે ત્રણ ચાર પાંચ છ સાતઃ આઠઃ નવઃ દશઃ અને એમ અનેક રીતે સ્વતંત્ર અને પોત-પોતાના ભેદ-પ્રભેદો સાથે છે. તે દરેકનું વિવરણ કરતાં સ્વતંત્ર છે અને પ્રકરણે પણ સ્વતંત્ર મળી શકે છે.
સ્યાદ્વાદ વિના સમજવું સમજાવવું અશકય: ઉપરાંત તે દરેકને પરસ્પર સમન્વય સ્યાદવાદની મદદથી જ નિરૂપિત થઈ શકતું હોય છે.
[૭ ] સ્યાદવાદની સામાન્ય સમજ આથી “તે અનિશ્ચિતઃ અવ્યવસ્થિતઃ ડામાડોળઃ દર્શન છે” એમ માનવાની કેઈએ કદી પણ ભૂલ કરી બ્રમણામાં પડવાની જરૂર નથી. કેમકે અપેક્ષાઓના દષ્ટિભેદે એ સઘળી વ્યવસ્થા સુસંગત હોય છે.
દા. ત. એક માણસ બાપ છે અને તે જ દીકરે પણ છે. બાપ પણ નથી ને દીકરો પણ નથી. જેનો બાપ છે તેને જ તે બાપ છે, બીજાને નથી. બાપ બીજાને છે ત્યારે એ જ માણસ દીકરો બીજાને છે. જેનો બાપ છે તેને દીકરી નથી. બીજાને દીકરે છે. એમ જ્ઞાન એ જ આચાર, અને આચાર એ જ જ્ઞાન એમ અનેક અપેક્ષાએ પણ પદાર્થો નિરૂપાયેલા હોય છે.
આ વિશ્વમાં આવું આ અતિગહનતમ દર્શન છે, શાસ્ત્ર છે, શાસન છે, ધર્મ છે. કેમકે વિશ્વની વસ્તુસ્થિતિ પણ આ પ્રકારની છે.
આ જૈનદર્શન સવ દર્શનેને સર્વ જ્ઞાનમાત્રાઓનેઃ સમન્વય કરનાર છે. તેમજ તેમાંના નિદેશેની સંપૂર્ણતાનો અને પરસ્પર સંબંધને ખ્યાલ પણ બરાબર આપનાર છે. કેઈએ તે સમજી જવાનું જલ્દી જલ્દી સમજી લેવાનું અભિમાન કરવું નહીં. પહાડ ઉપર ચડનારા શરૂઆતમાં દેડતા
માલુમ પડે છે. પરંતુ માઈલે સુધીના ચઢાણ આવતાં પછી ધીરે ધીરે પગ માંડવા પડે છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org