Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[2] શબ્દને આગળ કરીને કરાય છે. માટે ભયંકર છે. લેકેને ભ્રમણમાં પાડીને નુકશાનીમાં ઉતારે છે. આ ઠેકાણે ભગવાને પડતે કાળ કહ્યો છે.” આ વાતને લાગુ ન કરાય. ભગવાને પડતે કાળ કહ્યો છે, તે વાત બરાબર છે, પરંતુ એક પ્રજા વિકાસ પામે અને બીજી પ્રજાએ અણુવિકસિત બને એ સ્થિતિમાં તે લાગુ ન કરાય.
આજનાં કાળને તો “પ્રાગતિક કાળ” “પ્રગતિને-ઉન્નતિને કાળ” કહેવામાં આવે છે, તે પછી પડતા કાળને ઉન્નતિને કાળ કેમ કહેવાય ? તેને “ગોરી પ્રજાના વર્તમાન ભૌતિકવાદી પ્રાગતિક જીવનની અપેક્ષાએ તેઓની ભૌતિક ઉન્નતિને કાળ છે” એમ જરૂર કહી શકાય. કેમકે બીજી પ્રજાઓની અવનતિ અને તે પ્રજાની ઉન્નતિઃ વધતાં જતાં સ્પષ્ટ દેખાય છે. એટલે કે–ગૌરાંગ સિવાયની પ્રજાઓ માટે તે વધુ ને વધુ “પડતી ચાલી રહી છે. બહારથી જે ઉન્નતિ દેખાડાય છે, તે પણ તેઓને આશ્રયે રહેલાઓની કામચલાઉ ઉન્નતિ પણ તેઓની પિતાની જ ઉન્નતિ માટે છે. સ્થાનિક અગૌરાંગ પ્રજાઓની તે પરિણામે અવનતિ જ છે. તે એક પ્રજાની ખૂબ ઉન્નતિઃ અને બીજી પ્રજાઓની ખૂબ અવનતિઃ કરનારને કુદરતી કાળ: યા જમાન: અથવા યુગ: કેમ કહી શકાય? આ દરેકે ખાસ વિચારવા જેવું છે.
જમાનાને અનુસરતા ગણાતા આજના વ્યવહારો પણ વાસ્તવિક રીતે ખોટા વ્યવહારો છે. કૃત્રિમ વ્યવહારે છે. અરે સાચા વ્યવહારો છે જ નહીં. કુવ્યવહારોમાં વ્યવહારનો આરોપ કરી જનતાને ભ્રમણમાં નાંખવામાં આવેલ છે.
શબ્દ માત્ર જમાનાના આ જાદુએ ભારતના ધાર્મિક ક્ષેત્રમાં પણ મૂળ પરંપરાઓની સામે પણ એક એક આધુનિક નવી પરંપરાઓ દરેક ધર્મમાં ઉભી કરી છે. તેને આધારે તેને “ધાર્મિક”ને નામે પ્રગટ થતું જમાના-મિશ્રિત સાહિત્ય પણ લેને ખૂબ ખૂબ આડે રસ્તે દોરી જાય છે. તેઓ ઉત્પન્ન કરી પ્રચારમાં મૂકે છે. અને પછી દેશીઓ તેને ઉપાડી લે છે, ને તેને પ્રતિષ્ઠિત બનાવે છે. પડદા પાછળના પ્રેરકે લેકેની નજરે ચડતા નથી.
[ ૩ ] શાસ્ત્રોમાં આવતા દ્રવ્ય: ક્ષેત્રાદિક ને અનુસરવાનું રહસ્ય:
કોઈપણ ધર્મસંસ્થા પરંપરાગત પિતાના સાધક દ્રવ્યઃ ક્ષેત્ર કાળઃ અને ભાવના સંગ્રહને આધારે અને તેને બાધક દ્રવ્યઃ ક્ષેત્ર: કાળઃ અને ભાવને જેમ બને તેમ દૂર રાખીને ચાલે, તેમાં જ તેની સલામતી છે.
જેનશાસ્ત્રોમાં સમ્યકત્વના આલાવામાં સમ્યક્ત્વને પોષક દ્રવ્યક્ષેત્રાદિકનો સંગ્રહ કરવાનું સવારગામ શબ્દથી જણાવ્યું છે. આમ ભેદ પાડેલ છે. જે દ્રવ્ય-ક્ષેત્રાદિક સામે આવે તેને વળગી પડીને તેને અનુસરવાનું કથન છે જ નહીં. .
[ ૪ ] “જમાના” શબ્દના પ્રચારને હેતુઃ જ્યારે આજે તેની સામે જમાનાને નામે બાધક એવા દ્રવ્યઃ ક્ષેત્રઃ કાળ અને ભાવને પણ સાધક તરીકે વર્ણવીને અથવા સાધક તરીકે ભાસે તેવી ભૂલભૂલામણી ઉભી કરીને; મૂળભૂતઃ પરંપરાગતઃ ધર્મસંસ્થારૂપ ધર્મોને નષ્ટ કરવાના ભળતા જ રીવાજો પાડવામાં આવેલા છે. અને તે હેતુને લયમાં રાખીને, તે તે ધર્મના તના આજની દષ્ટિથી શાળાઓ ને કોલેજોમાં ઊંડા અભ્યાસો કરવાકરાવવામાં આવે છે, તે તે ધર્મોના રીત-રીવાજોનાં યે ત્યાં ઊંડા અભ્યાસ કરવા-કરાવવામાં આવે છે.
અને પછી, તેમાંથી ચાલુ પરંપરાને મળતાં અને આજના આદર્શો તરફ ઢળતાઃ એવા પ્રાગે તે તે Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org