Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૮૦ ] ધર્મના કેઈ ને કોઈ વિદ્વાનો કે સંસ્થાઓઃ ને પ્રતિષ્ઠિત કરીને આગળ કરીને તેની મારફત રીતસર ધાર્મિક કવરમાં આધુનિકતા વીંટીને તેને ફેલાવવામાં આવે છે, જેનું લક્ષ્ય તે તે ધર્મના અનુયાયિઓને તે તે ધર્મને જ નામે, તે તે નવા રિવાજે તરફ દેરવી જવા માટે, તે રિવાજોને વ્યાપક કરવામાં આવે છે. તે દ્વારા દેરવાયેલા લોકોને આડે રસ્તે દોરવી જઈ, મૂળભૂત પરંપરાથી દૂર પાડી દઈ, તે મૂળભૂત પરંપરાને કાયદાઓ વગેરે દ્વારા અદશ્ય કરી દેવાનું ધ્યેય પાર પાડવા તરફના પ્રયાસ કરતા હોય છે. અને ભવિષ્યમાં છેવટે એ નવી દોરવણીને બહારના ગૂઢ રીતે ઘડેલા કાઈ તેવા વિચારો અને યોજનાએમાં મેળવી દઈ પરંપરાગતને છેવટે લુપ્ત કરી દેવાનું લક્ષ્ય હોય છે આવી એક બાજી ચાલતી આ પ્રક્રિયાના સેંકડો ગમે સચોટ દાખલા આપી શકાય તેમ છે. તેને સંક્ષિપ્ત નિદેશ અહીં કરવામાં આવેલ છે.
અર્થાત–“આજના જમાનાને અનુસરવું: એટલે મહાવિનાશ તરફ જવું ” આ તેને પ્રવૃત્તિ-નિમિત્તક પ્રમાણિક અર્થ છે. જે અર્થ દિવસે ને દિવસે વધુ ને વધુ આપણે માટે પણ સ્પષ્ટ થતો જાય છે.
[ પ ] ત્યારે લેકેને આજે જમાનાની વાત કેમ ગમે છે? તેમાં લેકના તાત્કાલિક સ્વાર્થી ગુંથાયેલા છે. કેમકે સેંકડો વર્ષોના શેષણને પરિણામે લુંટાઈ ગયેલા ધંધાઃ અને જીવનમાં મૂકાયેલી મુશ્કેલીઓનો ઉકેલ વિદેશી હસ્તક જ જઈ પહોંચ્યો છે. તેઓ સ્ટીલ કેમની સત્તાઓ મારફત પ્રજાના જીવનનાં પ્રત્યેક અંગો ઉપર પકડ જમાવીને પિતાના ભાવિ હિતો અને વાર્થી માટે પિતાની રીતે અને કેને ધંધા અને સ્વાર્થી આપે છે. અને કોને મુશ્કેલીઓમાંથી છૂટા કરવાની જનાઓ વહેતી મૂકે છે, જેમાં ભાવિને લાંબે વિચાર કર્યા વિના જનતા ગોઠવાઈ જાય છે. તેની પ્રગતિ-જમાનાનું અનુસરણ-વ્યવહારતા-સમયની ઓળખ વગેરે પાળા નામો આપવામાં આવે છે અને પ્રશંસા કરી ફુલાવવામાં આવે છે. આ રહસ્ય આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીઓ બરાબર જાણતા હોય છે, ગરજવાન લાંબુ ભાવિ વિચારી શકે નહીં માટે “જમાન” શબ્દ લોકોને મીઠા લાગે છે. જમાનાનું આ રહસ્ય છે, તેઓની ઇંદ્રજાળ લારૂપે ફેલાયેલી છે. તેમાંથી સામાન્ય પ્રજા છુટી શકે જ નહીં, વિદ્વાનો અને ધનવાનેઃ રાજાઓ: અને ધર્મગુરૂઓઃ સામાન્ય મધ્યમ અને મજુર પ્રજા સૌ ફસાયેલા છે.
સુરે મવતિ “યુગમાં થાય છે. આજના બનાવે વિદેશીઓ ઉભા કરે છે. અને તે યુગમાં–કાળમાંજમાનામાં થાય છે. એ વાત ખરી છે.
પરંતુ જુન મતિ “યુગવડે થાય છે.” એ સમજ ખોટી છે. યુગ કરતો નથી. માણસો કરે છે. માણુ યુગમાં કરે છે. તેથી દેષના પાત્ર માને છે, યુગ નથી. કેમ કે તે કાંઈ ખાસ કરતા નથી. તેમાં થાય છે. મકાનમાં ચોરી થાય તે તે ચેરી માણસ કરે છે. મકાનમાં થઈ, માટે મકાને કરી એમ ન કહેવાય.
નાટક જેવા બેઠેલાની સામે યુદ્ધના દ આવે છે, અને લડવા ઉતરી પડવાનું શરાતન ચડી આવે છે. તે શૂરાતન તે વખતમાં થાય છે. પણ તે વખત કરતું નથી. નાટક ભજવનારા પાત્રોનાં શબ્દો વિભાવઃ અનુભાવો: અને અભિનય લડવા ઉતરી પડવાની પ્રેરણા ઉભી કરે છે. પરંતુ નાટક પૂરૂં થતાં નાટકશાળામાંથી ઉભા થતાં ને બહાર નિકળતાં રણભૂમિનો ભાસ માત્ર પણ જોવામાં આવતો નથી. આ પ્રમાણે ગૌરાંગ પ્રજાએ ધનઃ વિજ્ઞાનઃ યાંત્રિક સગવડોઃ પરસ્પર અંદરોઅંદરની એકસંપીઃ સમગ્ર ગારી પ્રજાના સ્વતંત્ર સ્વાર્થો વગેરેના બળથી વિશ્વવ્યાપક ઇંદ્રજાળ બીછાવી છે. બીછાવી શકે છે. પરંતુ તે
વાસ્તવિક કુદરતી કાળ નથી. જે તેમ હોય તે જે જે ત્યાં થાય, તે જ વખતે બીજા દેશની પ્રજાઓમાં Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org