Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૭૨] ૧૫. સદંતર રહો આપવાનું આજે સર્વને માટે બંધ કરવામાં શાસનની સલામતી છે. કારણ કે તેને હાનિ પહોંચાડવામાં દુન્યવી સ્વાર્થી સફળ થવાને ખ્યાલ આવવાથી તેમ કરવાની તૈયારી છે. માટે સાવચેત રહેવાની પૂરી આવશ્યકતા છે. તે સ્થિતિમાં ત્યાંની પ્રવૃત્તિના ગૂઢ રહસ્યો સમજ્યા વિના આપણું ઘણું આગેવાનો અને ભાઈઓ તેઓના માયાવી રોચક વર્તનથી આવજિત થઈને મહાપુરુષોની ઉત્તમ વસ્તુઓ આપવા બિનજવાબદાર રીતે લાભાલાભને વિચાર કર્યા વિના દોડી જતા હોય છે, અને શાસનના અગ્રેસર વિપુષો એ બાબત તરફ ખ્યાલ નથી આપતા તેથી મનમાં દુઃખ ધારણ કરતાં હોય છે. તે ખરેખર તેઓની શોચનીય મનોદશા છે. શાસનનું હિત વિચારવું જોઈએ.
૪ ભારત અને બહારના ધર્મો
[૧] ધર્મનું યેય: જે કે ધર્મ તે આધ્યાત્મિક વિકાસમાગરૂપ હેવાથી શાશ્વત છે, તેને કદી નાશ થતો નથી, થવાને નથી, થયો નથી. પરંતુ તે શાશ્વત ધર્મમાંથી તે તે માનવ-પ્રજાઓને પાળવાના શકય સિદ્ધાંત અને તદનુકૂળ આચારો ગોઠવી લઈ, ધર્મના પાલનને સુલભ બનાવનારીઃ મહાસંત-મહાત્માઓ વગેરેએ તે તે કક્ષાના જીવોનું કલ્યાણ કરનારા આધ્યાત્મિક વિકાસ માટે સ્થાપેલી જુદી જુદી ધર્મસંસ્થાઓ જ જુદા જુદા ધર્મોને નામે ઓળખાતી આવે છે. જેમકે જૈનધર્મ જૈનશાસન: વૈદિકધર્મ વૈદિક શાસનઃ બૌદ્ધધર્મ=ૌદ્ધશાસન: વગેરે. એમ દરેક વિષે સમજી લેવું. દરેક ધર્મસંસ્થાઓના સિદ્ધાંત આચારઃ વગેરે બહારથી ગમે તેટલા જુદા જુદા દેખાવા છતાં, મેક્ષને માનનાર દરેક આત્મવાદી ધર્મોને સ્વાદુવાદની મદદથી એગ્ય સમન્વય થયેલ છે, તેથી ભિન્નભિન્ન નયની દૃષ્ટિથી તે તે અપેક્ષાએ દરેકની યોગ્ય ધાર્મિકતા સંગત હોય છે.
ચાર પુરુષાર્થની સંસ્કૃતિને માનનારી કેઈપણ પ્રજા ધર્મને માનતી જ હેય છે. માટે તે ઓચ્છેવધતે અંશે માર્થાનુસારી હોય છે. એ રીતે માર્ગને અનુસરવાપણું પણ મેક્ષના ભાગ તરફ અને તે દ્વારા મોક્ષ તરફઃ ધીમે ધીમે કે જલદી લઈ જતું હોય છે.
ધર્મ માનવામાં આવ્યો એટલે “આત્મા અને તેના વિકાસને મોક્ષને માની લીધે જ હેય. છે.” એમ સમજવું જ જોઈએ. પછી તેના સ્વરૂપના ઉલ્લેખોમાં ભલે ગમે તેટલી શાબ્દિક વગેરે. ભિન્નતાએ કેમ ન હોય ?
[૨] ધર્મના આધારભૂત મુખ્ય તત્વજ્ઞાન દા. ત૮ બૌદ્ધ-દર્શને આત્માની માન્યતા વિષે બહુ સ્પષ્ટ નથી છતાં “(1) દુઃખ છે, (૨) તેના કારણે છે, (૩) તેનાથી મોક્ષ-મુક્તિ-છુટાપણું થાય છે, તેને (મોક્ષ) ઉપાય છે.” એ ચાર આર્ય સત્ય માને છે, પરંતુ “એ ચાર આર્ય સત્ય શામાં છે? તે ચારેયનું એક સ્થાયિ અધિકાન કેણ છે?” તેને જવાબ તેઓની પાસે બરાબર નથી. છેવટે તેઓને પણ પાંચ સ્કંધમય આત્માને માનવો પડે છે. ત્યારે જૈનધર્મ “૧ આત્મા છે અને ૨ તે નિત્ય પરિણમી છતાં નિત્યઃ સ્વતંત્રઃ પદાર્થ છે.” એ બે સત્યો વધારે બતાવે છે. જેથી એ ચારનું અધિકાન મળી રહે છે, અને છ સત્ય. તો વ્યવસ્થિત વસ્તુસ્થિતિ પૂરી પાડે છે.
એ રીતે છ-આર્ય સત્યઃ કે સમ્યગદર્શનના છ મૂળ આધારભૂત સ્થાનોઃ ભૂમિકા તત્ત્વ: સિદ્ધ થાય છે. તે પાયા ઉપર આધ્યાત્મિક વિકાસ માગની અને તેની સંસ્થાની ઈમારતે ખડી છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org