Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૬૨]
બીજા પુરાણ વગેરેના અવતરણે લઆણના ભયથી અહીં આપ્યા નથી. અવતરણોમાં તીર્થકરને સર્વા કહેવામાં આવ્યા છે. નાભિરાજા અને મટવીના પુત્ર તરીકે શ્રી ઋષભદેવ ભગવાનનું વર્ણન છે. ભરતચક્રવર્તિની હકીકત આવે છે. રૈવતાચલ અને નેમિનાથપ્રભુના નામો આવે છે. વિમલાચલ શત્રુંજય તીર્થનું નામ પણ આવે છે. મનુસ્મૃતિમાં સાત કુલકરના નામે આપેલા છે. વગેરે. આ પ્રમાણે વૈદિક સાહિત્યમાં જૈનધર્મના ઘણા ઉલ્લેખો સ્પષ્ટ રીતે આવે છે.
ર ] આંતરિક બીજા પ્રમાણે. વેદને અને આગમન શબ્દાર્થ લગભગ સરખો છે. વેદ એટલે જ્ઞાન આપનાર અને આગમ એટલે પણ જ્ઞાન આપનાર એ પણ અર્થ થાય છે ભગવાન મહાવીર પ્રભુને વિઝ-વેવિ. તરીકે ઓળખાવ્યાના પ્રમાણો થી આગમાં મળે છે.
છતાં, તે બન્નેય ધર્મોની રચના અને ઉદ્દેશ માં ઘણું જુદાપણું છે. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી પોતાના વિશવીશી ગ્રંથમાં વેદમાં ધર્માધર્મ જણાવે છે ત્યારે આગમોને પરમાર્થ શાસ્ત્રો તરીકે કબુલ રાખે છે.
ઘણા વિદ્વાન બ્રાહ્મણોની માન્યતા છે, કે-“મોક્ષાભિલાષિ ઋષિઓ હોય, તેઓના રચેલા વેદમાં આ રીતે હિંસાને ઉત્તેજન આપનારી વાત કેમ હોય ? માટે ત્રષિઓનાં શાંતરસપ્રધાન અધ્યાત્મપ્રધાન ધર્મશાસ્ત્રોને જુદે જ કઈ ભાગ હોવો જોઈએ, ને તે આપણું જોવામાં આવતા નથી. કદાચ લુપ્ત થયો હોય.”
તેથી, વેદના યે જુદા જુદા પ્રાચીન દર્શને જુદા જુદા અર્થે કરે છે. એ જ પ્રમાણે આર્યસમાજી અને શ્રી અરવિંદ ઘોષ વગેરે પણ કેટલેક અંશે જુદા જ અર્થે કરવાના અભિપ્રાયો ધરાવે છે. ને તે પ્રમાણે અર્થો કરે છે. જૈન કથાઓ પ્રમાણે વર્તમાનના વેદનો પ્રચાર નવમા અને દશમાં તીર્થકરોના શાસનની વચ્ચે થયે. ત્યારથી કેટલાક રાજકુટુંબમાં પણ માંસાહાર વગેરેનો પ્રવેશ શરૂ થયું. તે બે તીર્થકરોના વચ્ચે ઘણે લાંબા વખત પસાર થવાથી જૈનશાસન લગભગ લુપ્તપ્રાયઃ સ્થિતિમાં મૂકાઈ , ગયું હતું, તે પહેલાં માંસાહાર વગેરે રાજ્યકુટુંબમાં નહોતું. શ્રી આદીશ્વર પ્રભુના ઉપદેશ પ્રમાણે શ્રાવકે માટે ભરત ચક્રવર્તિ એ શ્રાવકોના કર્તવ્યો સમજાવનારા ચાર શ્રાવકપ્રજ્ઞપ્તિ વેદ રચેલ, અને તેને નામો:-(૧) સંસારદશન (૨) સંસ્થાપન પરામશી (૩) તવાવબોધ (૪) વિદ્યાપ્રબોધ હતા. તેમાં શ્રાવકને લગતું આચારજ્ઞાન હોવાથી તેને વેદ એવી પણ સંજ્ઞા હતી. જેમાં દેશવિરતિ, સમ્યત્વધારી અને માર્ગનુસારીના કર્તવ્યો સાથે ધર્મનિયંત્રિત અર્થઃ કામઃ પુસ્વાર્થ: રાજ્યનીતિઃ વગેરે ધર્મપ્રધાન છતાં ગૃહસ્થજીવનને ઉપયોગી બીજી ઘણી બાબતોને વ્યવસ્થિત સમાવેશ કરવામાં આવ્યાની સંભાવના ઘણે અંશે માની શકાય છે.–કેમકે જુદા જુદા પ્રકારના ગૃહસ્થના જીવનની અનેક જરૂરિઆતમાર્ગનુસારી માર્ગનું દર્શન આપનારું સાહિત્ય તે હોવું જ જોઈએ અને તે વેદ શબ્દ પાછળથી નવા નવા વેદોએ પણ ધારણ કર્યા હોય. બીજુ કેટલાકની એ પણ ધારણ છે કે-જૈનધર્મ ભારતમાં ચાલુ હતા અને વૈદિક ધર્મના અનુયાયીઓ વેદે સાથે બહારથી આવ્યા અને અહીં રહેતા થયા. પહેલાં પ્રવિડે ભારતમાં જુના વખતથી હતા અને વૈદિક આર્યો પાછળથી આવ્યા.
જૈન કથાઓ પ્રમાણે ભારતના જુદા જુદા દેશના અંગ-બંગ-કલિંગ વગેરે નામો શ્રી અષભદેવ પ્રભુના એ પુત્રોમાંના પુત્રોના નામે પ્રમાણે હતા. તેઓને પ્રભુએ જુદા જુદા દેશે પ્રથમ વહેંચી આપ્યા હતા. ત્યારે તેઓના નામ ઉપરથી તે તે દેશના નામે ચે પડયા હતા. જેમાંના કેટલાક લુપ્ત થયા છે. અને હજી ચાલુ છે. તે પ્રમાણે તેમાં એક પુત્રનું નામ દ્રાવિડ પણ હતું. જેના વંશજો
દ્રાવિડીયન કહેવાતા હતા. તેમાંના કેટલાક શ્રી શત્રુંજય તીર્થ પર મોક્ષે ગયાની વાત જૈન શાસ્ત્રોમાં Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org