Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ પ ] જેડીને તે તરફ માનસ વાળવામાં આવે છે, કારણ કે—“ ધાર્મિક સૂત્ર-પાઠે માત્રથી ધાર્મિક જ્ઞાન સંતોષકારક ન મળે.” એ સ્વાભાવિક છે, પરંતુ આજુ-બાજુની પૂતિ શાસન અને સંધની પ્રવૃત્તિઓ કરતી હોય છે, જેથી તે પૂરેપૂરું સૌંદર્ય ધારણ કરતું હોય છે. તેનું અસ્તિત્વ હવે પછીના વખતમાં વિદ્યમાન રહેવાનું કબુલ રાખીને ધાર્મિક પાઠશાળાઓમાં રહેતી ખામીઓની પૂર્તિ કરવાના બીજા પ્રયાસો થાય છે. તેના રવતત્ર ફડઃ જુદા સ્વતંત્ર મેળાવડા: આધુનિક રીતે સ્વતંત્ર સંચાલનઃ ગુરુએ. કરતા શિક્ષકોની મહત્તા વધારવાના પ્રયાસઃ વગેરે ધર્મના પ્રભાવની ઘાતકતાના મૂળમાં જણાવ્યા પ્રમાણેની ગૂઢ પ્રક્રિયા શરૂ કરાયેલી છે.
[ ૩] મહા જીવનસંસ્કૃતિના બે ચીર ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણને જુદા પાડીને, ધર્મના પાયાવાળી ચાર પુરુષાર્થની સંસ્કૃતિના જ આજે બુદ્ધિકૃત બે ભાગ-બે ચીરા કરવામાં આવ્યા છે.
શરૂઆતમાં વ્યાવહારિકરૂપ પહેલા એક ચીરાને મોટા પાયા ઉપર ખીલવવામાં આવેલું છે, પરંતુ વ્યાવહારિક ચીરાનું શિક્ષણ કે જે આજે વધતું જાય છે તે ભારતીય આદર્શો અને તો ઉપર વિકાસ પામે છે” એમ સમજી લેવાની કોઈ ભૂલ ન કરે. એ ખાસ ધ્યાનમાં રાખવું. પરંતુ તે પણ આધુનિક ભૌતિક આદર્શોને સર્વથા અનુરૂપ રીતે આર્ય માનને બીજી રીતે ઘડવાની-આર્ય ભાંગી નાંખવાની–વ્યાવહારિક જીવનમાં સમગ્ર પ્રજાની બીજી પ્રજાની ગુલામી સર્જાવાની દૂરંદેશીભરી ચાલ મુજબ જ અપાય છે અને ધાર્મિક જાહેર જીવનને બદલે જાહેર જીવન પણ તે જ જાતનું ગોઠવાતું જાય છે. એટલે વતમાનકાળે અપાતા વ્યાવહારિક જ્ઞાનમાં આશા રાખવી, તે રેતીમાંથી તેલ કાઢવાની આશા સરખી જ ગણાય.
ધામિક ચીરાના શિક્ષણમાં– ધર્મ અને વ્યવહારમય અહિંસક સંસ્કૃતિથી ધર્મને છૂટા પાડી દઈને તે દ્વારા સ્વતંત્ર રીતે પિત–પતાના ધર્મશાસ્ત્રના અભ્યાસમાં ધાર્મિક શિક્ષણને વેગ અપાય છે. પરંતુ તે ચીરો સંસ્કૃતિથી
ટો પડી જવાથી તેમજ આધુનિક વ્યવહારથી વિપરીત હોવાથી તેની અત્યારે વધતી જતી નિસ્તેજતા પ્રતિ અવારનવાર આંગળી ચીંધવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ તે એ ચીરાને પણ પ્રતિષ્ઠિત બનાવવા માટે ભૌતિક આદર્શોમાં ફેરવીને છેવટે ધાર્મિક શિક્ષણ ઘટાડી દઈ, ધર્મથી ફલિત ન થતું જુદા જ પ્રકારનું નૈતિક શિક્ષણ આપવાનું છે. જેની શરૂઆત પણ થઈ ગઈ છે. કેમ કે ભારતના નવા ગણતા બંધારણમાં જ્યારે ધર્મ અને મેક્ષનો માનજીવનના આદર્શ તરીકે સ્વીકાર થયો નથી, એટલે ભૌતિક જીવનમાં પણ વ્યવસ્થાની દૃષ્ટિથી માત્ર નૈતિક શિક્ષણ આપવાનો જ આદર્શ બાકી રહે છે ધાર્મિકને આજે થડે ટેકે છે, પણ તે ભારતની પ્રજાને માત્ર ભ્રમણામાં નાંખવા પૂરતો જ છે. એટલા જ માટે ધાર્મિક શિક્ષણ આપવાની છુટ રાખીને પ્રજાના ખચે નિશાળે કન્યાશાળાએ બોડગેઃ હાઈસ્કુલેઃ વગેર વ્યાવહારિક સંસ્થાઓ પહેલા કઢાવી ને તે કાઢવા પણ દીધી. ભોળા શ્રીમતેઓ ધાર્મિક શિક્ષણની લાલચે કાદી પણ ખરી. પછી ગ્રાંટ લેતી શાળામાં ધાર્મિક શિક્ષણ બંધ કરવાનો હુકમ કરી બંધ કરાવ્યું છે. હવે સર્વ ધર્મોનું ધાર્મિક શિક્ષણ સરકારી શાળાઓમાં આપવા સરકારે કમીટી નીમી છે. પરંતુ તેને ઉદ્દેશ તે ઉપર જણાવ્યા પ્રમાણે પરિવર્તન કરી અથવા ઘટાડી નાંખવાને જ છે. શરૂઆતમાં એટલા જ માટે હાલની કેળવણીને વેગ આપવા પાકશાળાએ: સંસ્કૃત પાઠશાળા: મદ્રેસાઓઃ વગેરે કઢાવેલા હેવાનો ઈતિહાસ મળે છે. કેમકે તે પગથિયાને આશ્રય લીધા વિના ભારતની પ્રજા
એકાએક હાલનું શિક્ષણ લેવા દેવાય તેમ નહોતી. Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only