Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
2 ] સંસ્થા અંગ આધ્યાત્મિકતાના વિકાસ માટેનું પાત્ર છે. તેના વિના આધ્યાત્મિકતા ખીલે કે ન ખીલે, પરંતુ ધર્મોને વિદાય આપવાને એ ઉપાય છે.
વળી શ્રી ગાંધીજીએ બતાવેલા ધર્મની હિમાયત કરી છે, તેમજ “ધર્મ” શબ્દને વ્યાપક અર્થમાં ઘટાવવાની ભલામણ કરી છે. પરંતુ ગાંધીજીએ કોઈ ધમપંથ શરુ કર્યો નથી. પરંતુ તે હોય કે ન હોય, પણ તે સિવાય બીજો ધર્મ નથી એમ સૂચિત થાય છે. ધમના તે બહેળા અને મર્યાદિત દરેક અર્થે ઘટતા સંગમાં સૌને માન્ય હોય છે.
તેમના વક્તવ્ય ઉપરથી ધ્વનિ એ સમજાય છે કે-પરંપરાગત દરેક ધર્મો ઉપર ભય ઉત્પન્ન થયાનું સમજાય છે. જો કે સીધા આક્રમણનો ભય રાખવાને કારણું નથી. પરંતુ ધર્મસહિતતાને અનુત્તજન અને ધમરહિતપણાને ઉત્તેજન એ જાતની રાજ્યનીતિ તે રહેવાની જ. રાજ્ય તે પોતે જ આધુનિક આદર્શોની સામાજિક અને આર્થિક ઉન્નતિ કરવાની ભાવના બતાવી છે. રહી વાત ધાર્મિકની. તેને વિષે પહેલેથી જ ઉપર જણાવ્યા પ્રમાણે નિર્દેશ કરવામાં આવેલ છે.
[ ૬ ] સારો રસ્તો: સાંસ્કૃતિક વ્યાવહારિક જીવન સાથે ધાર્મિક જીવન અવિચ્છિન્નપણે ગૂંથાયેલું રહે, એ જ મોક્ષના આદર્શવાળા જીવનને સાચો રસ્તો છે.
સાંસ્કૃતિક વ્યાવહારિક જીવન સાથે ધાર્મિક જીવન ગૂંથાએલું રહેતું હતું, તેમાં પરસ્પરની પૂરતી શોભા હતી. ઉભય જીવન બનતાં હતાં. વ્યાવહારિક જીવન ધર્મનિયંત્રિત હેવાથી શોભી ઉઠતું હતું,
જ્યારે ધાર્મિક-જીવન વ્યાવહારિક જીવનમાં આગળ પડતાં લોકો પણ જીવતા હોવાથી તે પણ શોભી ઉઠતું હતું. અને એ રીતે ચાર પુરુષાર્થમય અહિંસક જીવન સંસ્કૃતિ પણ શોભી ઉઠે, ને પ્રજા પણ શોભી ઉઠે, એ સ્વાભાવિક છે.
ધાર્મિક શિક્ષણ અને વ્યાવહારિક શિક્ષણ એમ બે ચીરા થયા પછી ધાર્મિક ચીરાનું શિક્ષણ ગમે તેટલું વધવા છતાં, ધર્મનું બળ અને પ્રભાવ ઘટતાં જ જાય છે. તેનું મૂળ કારણ ઉક્ત વિઘાતક નીતિને અમલ છે. આ રહસ્ય પરંપરાગત મહાધમ પરંપરાઓના ધુરંધર રક્ષકેએ ખૂબ ધ્યાનથી સમજી, વિચારી, ધર્મની રક્ષાના સક્રિય સદુપાયે વહેલામાં વહેલી તકે કામમાં લેવાની જરૂર છે.
ધર્મપ્રધાન વન સંસ્કૃતિના પક્ષપાતી સર્વ ધર્મોના આગેવાનોએ ને ધર્મના પેટા સંપ્રદાયના આગેવાનોએ પિતાના અને બીજાનાઃ એમ દરેક ધર્મના પ્રવાહને રક્ષણ આપવાની ઘડી આવી ગઈ છે. પોતાના ગામ ઉપર ધાડ આવે ત્યારે દરેક ઘરવાળા એકસંપ તે ધાડને ઉપાય કરે છે. તે રીતે ભૌતિકવાદી જીવનધારાની આજે સર્વ ધર્મો ઉપર જે ધાડ આવી છે, તેને પરંપરાગત મહાધર્મપરંપરાઓના ધુરંધરોએ-રક્ષકોએ એકસંપ ઉપાય કરવો જોઈએ. અને તેને સાચો ઉપાય એ છે, કે દરેક ધર્મના અનુયાયિ પિત–પોતાના ધર્મનું યથાશક્ય ધર્મશાસ્ત્રની આજ્ઞા મુજબનું ધર્મનું પાલન આગ્રહ અને દઢતાપૂર્વક કરે. બસ એમાં ધર્મને સર્વ પ્રકારને વિજય છુપાયેલું છે, તેમ કરવાથી આજના કાયદાની ડખલને ગજ બહુ વાગી શકશે નહીં. આ શિવાય અંદરના અને બહારના એમ બન્નેય વિદને ઉપર વિજય મેળવી શકાશે નહીં. ધાર્મિક આચારો ઉપર પ્રહાર એ આજને આદર્શ છે. તેથી બચવું એ ધમ-રક્ષણ છે.
[ 8 ] શોચનીય મદશા જૈનધર્મ વિશ્વના સમગ્ર પ્રાણીના કલ્યાણ માટેની વસ્તુ છે, માટે તેના વાત્સલ્યને પ્રવાહ નાનામાં નાના સુક્ષ્મ જંતુ સુધી પહોંચવો જોઈએ, એટલા માટે મિશ્રાદષ્ટિ પણ જે ભદ્રપરિણામી જીવ હોય તે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org