Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૫૫] પદ્ધતિથી સવને તેમાં એક યા બીજારૂપે વ્યવસ્થિત રીતે સંગ્રહ થઈ જાય છે. આને લેશમાત્ર પણ અતિશયોક્તિ કે પક્ષપાતથી કરાયેલા પ્રતિપાદન તરીકે ન સમજતાં, યથાર્થ સત્ય તરીકે સમજવા વાચને આગ્રહ છે.
૫ પહેલાં તે-“ધર્મ એટલે શું? તેના ક્યા ક્યા અંગે છે? તેની માનવના જીવનમાં શી આવશ્યકતા છે.” આ પ્રશ્નોમાં ઉતરતાં જ “ધર્મ એટલે ગ્ય જીવનઃ તેના મુખ્ય અંગે: વિશ્વજ્ઞાનઃ તત્ત્વજ્ઞાન અને વિકાસાનુકુળ આચારઃ વગેરે” ધમને ચગ્ય એ સર્વ સામગ્રીથી જૈનધર્મ પરિ
વ્યવસ્થિત છે. કોઈપણ તુલના કરનારને-સમન્વય કરનારને-આ સત્ય બરાબર હદયમાં સે તેટલું શુદ્ધ અને વ્યવસ્થિતઃ છે.
૬ જૈન વિશ્વજ્ઞાનનીઃ વિશ્વદર્શનનીઃ અને તત્વજ્ઞાનની મૌલિક વ્યવસ્થા અનેક અપેક્ષાઓએ અનેક પ્રકારની છે. જેમાંના કેઈ ને કોઈ પ્રકારમાં અન્ય કેઈપણ દર્શનકારોની કોઈપણ તત્ત્વ-વ્યવસ્થા સમાવેશ પામી જાય છે.
૭ એ જ પ્રકારે તેના પાંચ આચારની–માર્ગોનુસારી-સમ્યગ્દષ્ટિદેશવિરતિ-સર્વવિરતિની ભૂમિકાઓમાં સર્વ ધર્મોમાંની અને બીજી પણ મેક્ષાનુકૂળ સર્વ ક્રિયાઓનો એક યા બીજી રીતે સમાવેશ થઇ જાય છે. મુખ્યપણે જે કે દેશવિરતિ અને સર્વવિરતિના પાંચ આચાર પ્રસિદ્ધ છે. તે પણ માર્ગીનુસારીના પૂર્વસેવારૂપે અને સમ્યગદર્શનીના દર્શનશુદ્ધિરૂપે ઘણી ક્રિયાઓને-આચરણાઓને તેમાં પાત્ર જીવનની આત્મવિકાસની ભૂમિકા પ્રમાણે સમાવેશ થઈ શકે છે.
વિષયધમક સ્વરૂપધર્મ અને અનુબંધધર્મ એમ ત્રણ પ્રકારે ધર્મ છે. મેક્ષના ઉદ્દેશથી કોઈપણ ક્રિયા તે વિષયધમ કહેવાય છે. માર્ગનુસારી જીના અહિંસાદિક પાંચ યમો સ્વરૂ૫ધર્મ કહેવાય છે. અને સમ્યગદષ્ટિના આચરણે પરંપરાયે મોક્ષ તરફ વધારે ને વધારે નજીક લઈ જનારા હોવાથી તે અનુબંધમ કહેવાય છે. ધમની ઉત્તરોત્તર વેગબંધ પરંપરા વધારે, તે આચરણ અનુબંધધમ કહેવાય છે.
એટલે જુદા જુદા ધર્મોના ત્યાગીઓમાં બાહ્ય સમાનતાએ કદાચ હોય, તે પણ જૈનદર્શનના કાયની હિંસાના ત્યાગીઓમાં અનુબંધધર્મની પરંપરા વધતી જતી હોવાની આંતરિક વિશિષ્ટતાઓ હોય છે. આ ખાસ વિશેષતા છે.
૮ કેટલાકનું એમ માનવું છે, કે “વીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ અને વીસમા તીર્થંકર શ્રી મહાવીરવર્ધમાનસ્વામીના નામે બૌદ્ધ સાહિત્યમાં એક યા બીજરૂપે મળી આવે છે. તેમ-જે જૈનશાસન બહુ જ પ્રાચીન હોય, તે પ્રાચીન વૈદિક સાહિત્યમાં તેના ઉલ્લેખો મળી આવવા જોઈએ ને? તે તે મળતા નથી. તે પછી, તેને વેદા કરતાં યે પ્રાચીન કહેવામાં પ્રામાણિકતા શી રીતે માની શકાય?”
- આ પ્રશ્નઃ જૈનધર્મની ઐતિહાસિક વિચારણામાં ઘણું જ મહત્ત્વનો છે. ખરી વાત એ છે, કે-આજે ઐતિહાસિક વિચારણુઓ મોટે ભાગે પાશ્ચાત્ય વિદ્વાનોની શોધ અને લેખો ઉપરથી ચાલે છે? મેટે ભાગે આજે એ જ આધારશિલા બની ગયેલ છે. તેઓએ ઘણી ઘણી મહેનત કરી છે. પરંતુ, ગમે તેમ તે પણ, તેઓ બહારથી જ આવેલા હતા, તેઓને એકાએક બધી સામગ્રી મળી જ ગઈ હોય એમ માની શકાય તેમ નથી અને મળેલી સામગ્રીમાંથી પણ તેઓ બરાબર અભ્યાસ કરી શકયા હોય. એમ માનવાને પણ કારણ નથી. તથા જૈનધર્મ જેવા મહાન ધર્મને, નાની સંખ્યાના અનુયાયિઓને ધર્મ માનીને, બે ત્રણ કારણે તેઓની તેના તરફ હૃદયના ઊંડાણમાં ઉપેક્ષા પણ રહી છે. ઉપરાંત,
પ્રથમ તે તેઓએ જૈનધર્મ અને બૌદ્ધધર્મને એક જ માનેલા હતા પાછળ વૈદિક ગ્રન્થકારેએ પણ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org