Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૫૬] જ્યાં “જૈન” શબ્દ આવે ત્યાં “બૌદ્ધ-વિશેષ” એવા અર્થ કરેલા છે. તેથી પણ, યુરોપીયન કેલરો પ્રથમ તે આડા દેરવાઈ ગયા હતા. પછી જૈનધર્મને બૌદ્ધધર્મની શાખા માનવા લાગ્યા. ત્યારપછી
જૈનધર્મ એક સ્વતંત્ર તત્ત્વજ્ઞાન ધરાવતે ધર્મ છે.” એમ જાહેર કરવા લાગ્યા. હજી પણ જેનધર્મની બાબતમાં ઘણે અંશે ઘણું ઘણું ભ્રમણાઓમાં તેઓ પડેલાં છે. તથા ઘણી ઘણું ભ્રમણાઓ તેઓએ ૫ણું ફેલાવી છે. તેનું પરિમાર્જન થયું નથી. જેથી “હિંદુ-ધર્મ અને “જૈન-સમાજ એ બે શબ્દો પકડી રાખી બનેય ધર્મોને અને આખી હિન્દુ પ્રજાને અસાધારણ ધક્કો પહોંચાડી રહેલ છે. ઉપરાંત,
(૧) “જૈનધર્મના અનુયાયીઓ નાની સંખ્યામાં છે-લઘુમતીમાં છે, માટે લઘુમતીના ધર્મને ડેમકસીના પ્રવાહમાં જીવવાનો અધિકાર નથી.” એમ એક યા બીજી રીતે જાહેર કરાય છે.
(૨) “ જેનધમ સર્વ ધર્મનું મૂળ છે. તેને સંઘ અને તેની મુખ્યતાવાળી ભારતની હિન્દુપ્રજાની મહાજન સંસ્થા આ જગતમાં એક કલ્યાણકર જોરદાર સંસ્થા તરીકે ચાલી આવે છે. તેથી તેને નિર્બળ બનાવ્યા વિના પાશ્ચાત્ય પ્રજાના સ્વાર્થી આ દેશમાં સફળ થાય તેમ નથી.” એમ તેઓ જાણે છે. એટલે જેમ બને તેમ તે વગની શક્તિને તેડવાના પ્રયાસો ગૂઢ રીતે મુખ્યપણે થાય છે. તેની લાગવગ: આર્થિક શક્તિઃ કાર્યકુશળતાઃ પ્રજા ઉપર પ્રભાવઃ આમ પ્રજામાં આગળ પડતે ભાગઃ તેનું જગમાં મુખ્ય નેતૃત્વ: વગેરે તેડવાની પ્રક્રિયા તેએાએ ચાલુ કરેલી છે.
(૩) એટલા જ માટે બીજા તેનાથી નીચેના બને તેનાથી જુદા પાડીને તેની સામેના પક્ષ તરીકેઃ ગોઠવવામાં આવે છે અને બહુમતને નામે શિક્ષિતને નામે તે બળને આગળ આવવા દઈ જગતની સર્વ પ્રજાઓના હિતચિંતક અને વ્યાવહારિક રીતે આગળ પડતી શક્તિ ધરાવનાર આ વર્ગને નિબળ બનાવવામાં આવે છે. જેમાં જગતનું અહિત સમાયેલું છે.
(૪) આમ છતાં–ભારતમાં કોઈપણ નવીન યોજના કે ભાવના મૂકતાં પહેલાં–બીજા લોકોને પણ પ્રથમ જૈનધર્મના ઘણું આગેવાન અનુયાયીઓને રાજી રાખવા પૂર્વકની આકર્ષક યોજનાઓ મારફત દેરવામાં આવે છે. અને તેને માટે જૈનધર્મની સાથે રચનાત્મક રીતે કામ લેવામાં આવે છે.
(૫) ખ્રીસ્તી ધર્મને વિશ્વને એક ધમ બનાવવા માટે જૈનધર્મને નબળો પાડ્યા વિના, એ શક્ય ન હોવાનું જાણીને; તેને પણ પ્રચારની હરિફાઈમાં દેડાવીને બહુ સંખ્યા કરવાની લાલચમાં પાડીને તેમાં યુરોપ-અમેરિકાના તથા બીજા લેને દાખલ કરી દઈ છેવટે-વિશ્વધર્મ કરવાની ભાવી સભામાં લઘુમતી તરીકે હાર કબુલ કરી, તેને અદશ્ય કરવાની ચાલી રહેલી તરકીબને વેગ આપવા જૈનધર્મના મિશનરી પદ્ધતિના પ્રચારને દૂર દૂરના દેરી સંચારથી વેગ આપવામાં આવે છે. અને સાથે જ તેને લઘુમતી તરીકે બીજા ધર્મમાં ભેળવી દેવાની ગોઠવણે પણ ચાલુ કરવામાં આવી છે. જેથી તેનું અસરકારક વ્યક્તિત્વ ખ્રીસ્તીધર્મને વિશ્વનો એક ધમ બનવામાં આડખીલી રૂ૫ ન થઈ શકે. - આ બધા સંજોગોથી જૈનધર્મ વિષે બહુ વિચાર કે શોધ થઈ નથી. અને જે થઈ છે, તે ઘણી જ વિકૃત સ્વરૂપમાં થઈ છે. એટલે આજે પ્રામાણિક ઐતિહાસિક ઘણું પ્રમાણે ચાલુ સાહિત્યમાં આપણા જેવામાં ન આવે, તેથી આશ્ચર્ય પામવાને કારણ નથી.
ઉપરાંત જૈન પ્રમાણેની બહુ સૂક્ષમતા હોય છે. તેટલી સૂક્ષ્મ સમજ સુધી જૈન-જૈનેતર ભારતીય તથા ભારતીયેતર સંશોધકે પહોંચ્યા પણ નથી.
૧૦ વળી, વૈદિક સાહિત્યના ચાલુ વાંચનમાં એટલા બધા ઘણા પૂરાવા લોકોના વાંચવામાં ન
આવે, એ પણ સ્વાભાવિક છે. અને તેથી સામાન્ય જનસમાજ મોટે ભાગે તેથી અજ્ઞાત હોય, એ Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only