________________
૧૫
હવે આવે છે સમ્યફચારિત્ર, સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાનને જીવનમાં ઉતારવું એ ચારિત્ર. સમ્યગ્ગદર્શનના પાંચ લક્ષણ છેઃ (૧) ઉપશમ (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) અનુકંપા અને (૫) આસ્તિય. જીવનમાં સમતા ધારણ કરી તેને વિકાસ કરે એ ઉપશમ. આવા ઉપશમથી જીવનમાં આવતા અનેક પ્રકારની ભાવિની શાંતિ શક્ય બને છે. મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચછાએ સંવેગ. જન્મમરણ સંસારથી વિરક્ત બનવાની ભાવના તે નિર્વેદ. આધિ, વ્યાધિ અને ઉપાધિ આદિથી દુઃખી જી પર દયા એ અનુકમ્પા અથવા સંસારાસક્ત દુઃખી જીવો પ્રતિ દયા એ અનુકમ્પા અને અતીન્દ્રિય વિષયમાં સમજવાને પ્રયત્ન કરવા છતાં ન સમજાય ત્યાં આગમપ્રમાણમાં શ્રદ્ધા એ આસ્તિક્ય. સમ્યગૂ જ્ઞાનથી આ લક્ષણોને વિકસાવ્યાં છે. જેણે એવાને માટે સમ્યફ ચારિત્ર છે આવું ચારિત્ર યથાશક્તિ પાલન કરી શકાય તે માટે તેના બે પ્રકાર છેઃ (૧) દેશતઃ (૨) સર્વત, દેશતઃ ચારિત્ર શ્રાવકના એક વ્રતથી બારવ્રત ધારણ કરવા, અને પાલન કરવાવડે જીવમાં હોય છે, પરંતુ અહિં તે જે ચારિત્ર આ નવપદમાં સ્થળ પામેલ છે તે સર્વવિરત ચારિત્ર છે. એટલે આપણે તેને વિચાર જરા વિસ્તારથી કરવાનું રહે છે. દેશતઃ વિરત જીવ મોક્ષને ધીમે સાધક છે, જ્યારે સર્વતઃ વિરત ઉતાવળે સાધક છે. બને સાધક છે પરંતુ તેમની શ્રેણિ અને ગુણશ્રેણિ એ બેમાં તફાવત છે.
સર્વવિરત જીવના ત્રણગુપ્તિ, પાંચ સમિતિ, દશપ્રકારને,