________________
થાય તે વ્યાખ્યાન સંગ્રહમાંથી વધુને વધુ પ્રાપ્ત કરે તે ભાવના છે.
હવે આવે છે ધર્મતત્વ –તેમાં (૧) દર્શન (૨) જ્ઞાન (૩) ચારિત્ર અને (૪) તપ ક્રમશઃ આવે છે. હવે એ દરેક વિષે સંક્ષેપમાં વિચારી લઈએ.
જીવને આયુષ્ય સિવાયના દરેક કર્મમાં કાંઈક ન્યૂન એક કટાકેટી સાગરોપમ સ્થિતિ બાકી રહે ત્યારે તેને અપૂર્વકરણ-ગ્રંથભેદ થાય; આ ગ્રંથભેદના પરિણામે સમકિત અથવા સમ્યગદર્શન તેને સ્પર્શી જાય. આ પછી પણ અનેક વખત સમકિત આવે અને જાય, પરંતુ તેના અંતિમ પરિણામે ક્ષાયિક સમ્યગદર્શન. દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશ્રમણિ, ક્ષપકશ્રેણિ અને મેક્ષ. સમ્યગ્રદર્શનનું આ અંતિમ પરિણામ.
અકામનિર્જરા કરતાં કરતાં જીવ જ્યારે અનંતાનુબંધી કષાયચતુષ્ક (ક્રોધ, માન, માયા, અને લેભ) અને દર્શન મેહનીય તેને ઉપશમ અથવા ક્ષપશમ અથવા ક્ષય કરે ત્યારે તેને ઉપશમસમકિત અથવા શાપથમિકસમકિત અથવા ક્ષાયિકસમકિત પ્રાપ્ત થાય.
સમકિત પ્રાપ્તિના ક્રમમાં ત્રણ કારણ છે, (૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ, આ જીવે યથાપ્રવૃત્તિકરણ તે અનેક વખત કર્યું હોય છે અર્થાત્ જીવ અનેક વખત અકામનિજ રાથી આયુષ્ય સિવાયના દરેક કર્મની એક કટાકેટી સાગરોપમ સ્થિતિ