________________
અપ્રતિમા ધારી, પ્રમાદી, અપ્રમાદી, ચૌદપૂવ, દશપૂવર, નવ પૂવર, ક્રમશઃ એકપૂવી, બાર અંગના જ્ઞાનવાળા, અગીયાર અંગના જ્ઞાનવાળા, ક્રમશ: અષ્ટ પ્રવચનમાતા પૂરતા જ્ઞાનવાળા મનઃ પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, વિદ્યાચારણ, જધાચારણ તપસ્વી, ગલાન, નવદીક્ષિત, સામાન્ય સાધુ આદિ સર્વને સમાવેશ સાધુપદમાં છે.
અરિંહત અને સિદ્ધ એ બને સિદ્ધકૃતકૃત્ય બનેલા છે; જ્યારે આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુઓ મોક્ષમાર્ગના સાધક છે, એ ત્રણેને પિતાની મેક્ષ સાધના ઉપરાંત પિતાના અનુયાયી અને આશ્રિત શ્રમણવર્ગની સાધના અને આરાધનાની જવાબદારી ઉપાડવાની છે. આ પ્રમાણે શાસ્ત્રોક્ત રીતે જે આચાર્ય અને ઉપાધ્યાય પોતાની જવાબદારી ઉઠાવે છે, તેમને ત્રીજે ભવે મોક્ષ મળવાની તક મળે છે.
એક વસ્તુ વિચારવાની છે. આ “ઓળી” માં જે આરાધના છે તે કેની છે ? કેઈએક અરિહંતને, કેઈએક સિદ્ધને, કેઈએક આચાર્યને, કેઈએક ઉપાધ્યાયને કે કેઈએક સાધુને ઉદેશી આ આરાધના નથી. આ આરાધના તે તે જુદા જુદા વર્ગના સમૂહની અર્થાત્ સમષ્ટિની આરાધના છે. આ કારણે આ “ઓળીની આરાધનાની ઉત્કૃષ્ટતા છે.
. આચાર્યશ્રીએ જે રીતે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પદનું વિવરણ કર્યું છે, તે રીતે આપી શકવાનું મારું ગજું નથી; માત્ર યત્કિંચિત પૂરતી સંક્ષેપ સમજૂતી આપી છે અને તે પરથી વાચકને કાંઈ અભિરૂચિ