________________
૧૨
જીવન - આયુષ્ય ઃ
એક ૩૦ વર્ષના યુવકે મને જણાવ્યું : ‘લગ્ન થયા પછી આઠ વર્ષ બાદ મને પુત્રની પ્રાપ્તિ થઈ. અમારો પતિપત્નીનો આનંદ આકાશને આંબવા લાગ્યો. અમે અમારી જાતને કૃતાર્થ માની લીધી. પુત્ર પ્રત્યે અપાર સ્નેહ ઊભરાવા લાગ્યો. ખૂબ પ્રિય હતો પુત્ર, પરંતુ એક વર્ષનો થઈને પુત્ર અચાનક મૃત્યુની ગોદમાં સમાઈ ગયો. અમે બંને જણાં મૂઢ થઈ ગયાં. સતત કલ્પાંત કરતાં રહ્યાં...' વગેરે બાબતો તેણે મને જણાવી.
જીવનનું અવલોકન કરવાની દિવ્યદૃષ્ટિ એ યુવક પાસે ન હતી એટલા માટે જીવનને...પુત્રના જીવનને સાચા સ્વરૂપમાં સમજી શક્યો નહીં. “પુત્રનો જન્મ થયો છે એટલા માટે તે દીર્ઘકાળ સુધી જીવશે....૧૦૦ વર્ષ જીવશે,' એવી કલ્પના કરી લીધી. આ કલ્પનાને આધારે અનેક કલ્પનાઓનો મહેલ બાંધી લીધો ! પરંતુ જીવનનું વાસ્તવિક અવલોકન કર્યું નહીં.
णय किंचि वि सासयं अत्थि ।
શ્રાવક જીવન : ભાગ ૪
કશું ય શાશ્વત નથી. જે ઉત્પન્ન થાય છે, તેનો અવશ્ય વિનાશ થાય છે. જેનો જન્મ થાય છે તેનું ગમે ત્યારે ય મૃત્યુ થઈ શકે છે. આ વાસ્તવિકતાનો વિચાર એ દંપતીએ કર્યો ન હતો. – “નમ્ન મળેળ સમં સંપન્નરૂ।' જન્મ અને મરણ પરસ્પર જોડાયેલાં હોય છે; આ વાસ્તવિકતા છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ રહ્યો. વાસ્તવિકતાનો સ્વીકાર કરનાર મનુષ્ય સદૈવ નિરાકુલ રહે છે. પ્રસન્નચિત્ત રહે છે.
-
દરેક જીવાત્મા પૂર્વજન્મમાં પોતાનું આયુષ્યકર્મ બાંધીને જ આવે છે. વિશિષ્ટ જ્ઞાની સિવાય કોઈ જાણી શકતું નથી કે ‘આનું કેટલું આયુષ્ય છે ?' સામાન્ય રીતે દરેક મનુષ્ય દીર્ઘ આયુષ્યની જ કલ્પના કરે છે. અરે ! કેટલાક લોકો તો મૃત્યુની કલ્પના જ કરતા નથી.
Jain Education International
શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણના મૃત્યુ અંગે કદી વિચાર જ કર્યો ન હતો. જ્યારે અચાનક લક્ષ્મણનું મૃત્યુ થયું તો શ્રીરામ માનવા માટે તૈયાર જ ન હતા કે ‘લક્ષ્મણનું મૃત્યુ થયું છે !’ લક્ષ્મણનો મૃતદેહ પોતાના ખોળામાં લઈને બેસી ગયા. પછી ખભે ઊંચકીને અયોધ્યાના રાજમાર્ગ પર ફરવા લાગ્યા. છ મહિના સુધી તેમને લક્ષ્મણના મૃત્યુની વાત સ્વીકારી ન હતી, કારણ કે લક્ષ્મણ ઉપર શ્રીરામને અપાર સ્નેહ હતોઅપાર પ્રેમ હતો. એવો પ્રેમ, એવો રાગ જીવનની વાસ્તવિકતાનું ભાન કરવા દેતો નથી.
મનુષ્યનું આયુષ્ય પવન જેવું ચંચળ છે. ગમે ત્યારે જીવન નષ્ટ થઈ શકે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org