________________
૧૦
ધકેલ્યા ન હતા ?
* અભિમાને શું રાવણને યુદ્ધના મેદાનમાં મોકલ્યો ન હતો ? અને ખરાબ રીતે પરાજિત કરીને સીધો જ નરકમાં રવાના કર્યો ન હતો ?
વક જીવન : ભાગ ૪
* માયાએ રુક્મી રાજાને હૃદયની અશુભ ભાવનાઓને છુપાવી દેવાનો ઉપદેશ આપીને, નરક અને તિર્યંચગતિમાં ભટકાવ્યો ન હતો ?
* શું લોભે મમ્મણ શેઠને કૃપણતાના પાઠ ભણાવ્યા ન હતા ? રૌદ્રધ્યાન શીખવીને એને સાતમી નરકમાં પહોંચાડ્યો ન હતો ?
ક્રોધના આવેશો, અભિમાની પ્રેરણાઓ, માયાની સલાહો અને લોભની લાલચોમાં ફસાયેલા - ભ્રમિત થયેલા જીવો હિંસા, જૂઠ, ચોરી અને દુષ્ટ આચરણના ભયાનક માર્ગે ચાલી નીકળે છે અને પોતાની જાતને નરક અને તિર્યંચગતિના ભયંકર સંસારમાં ધકેલી દે છે. એટલા માટે કષાયોના વિપાક સારી રીતે સમજવાના છે અને તેનું ગંભીરતાથી ચિંતન કરવાનું છે.
કષાયોનાં મૂળ ઃ
આ ક્રોધાદિ કષાયોનું જડમૂળ - મુખ્ય મૂળ છે મમકાર અને અહંકાર. માયા અને લોભનું જડમૂળ છે મમકાર અને ક્રોધ તેમજ માનનું જડમૂળ છે અહંકાર. મમત્વ અને અહંકારનું મૂળ આપણી આત્મભૂમિમાં ઊંડાણપૂર્વક ફેલાયેલું છે.
શ્રી ઉમાસ્વાતિજીએ ‘અહં અને મમ’ને કષાયોનું મૂળ બતાવ્યું તો ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘અહં-મમ’ને મોહનો મહામંત્ર બતાવ્યો છે. ‘જ્ઞાનસાર’માં કહ્યું છે કે
अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्ध्यकृत् ॥
જ્યાં સુધી અહં અને મમનાં જડમૂળિયાં જામેલાં છે ત્યાં સુધી કષાયનાં વૃક્ષો.....ઝેરી વૃક્ષો હર્યુંભર્યાં રહેશે. મમત્વ અને અહંકારની વાસનાઓ જ્યાં સુધી પ્રબળ છે, તીવ્ર છે ત્યાં સુધી કષાયની કાલિમા રહેશે. એટલા માટે મમત્વ અને અહંકારની વાસનાઓને શોધી શોધીને બહાર ફેંકી દેવી પડશે, ત્યારે જ કષાયોનો નાશ થશે. કષાયોનો સમૂહ-ઉચ્છેદ કરવા માટે અહંકાર અને મમકારને ભયંકર હાર આપવી પડશે.
કષાય-ક્ષયથી મનની નિર્મળતા ઃ
પ્રશસ્ત ભાવક્રિયાનું પ્રયોજન છે મનનીચિત્તની નિર્મળતા. પવિત્ર, નિર્મળ ચિત્ત જ આપણું આન્તરિક ધન છે. એ ધનની સુરક્ષા કરવી જોઈએ. કષાય-ચોર એ ધનની ચોરી ન કરી જાય, એ માટે સાવધાન રહેવું પડશે. કષાયોના દારુણ વિપાકોનું ચિંતન કરતાં કષાયોથી મનને બચાવી લો, એ જ મંગલ કામના.
ન
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org