________________
શ્રાવક જીવન : ભાગ ૪ વ્યસનોનો ગુલામ બનેલો જીવ શું સુખશાન્તિ પામી શકે ? પ્રસન્નતા અથવા પ્રીતિ પામી શકે? ના, જરા પણ નહીં. જે લોભ દશાને પનારે પડ્યોતે ન તો કોઈ સુખ પામી શકે છે કે ન તો કોઈ શાન્તિ-પ્રસન્નતાનો અનુભવ કરી શકે છે. તેનું આખું જીવન દુઃખ, દર્દ અને વેદનાથી ભરાઈ જાય છે. પીડા અને પરિતાપ સિવાય એને કશું મળતું નથી.
શું તમે વિપાક સૂત્ર'ના પેલા શ્રેષ્ઠીપુત્ર ઉક્ઝિતકની વાત નથી સાંભળી? વૈષયિક સુખની તીવ્ર લાલસાએ તેને વ્યસનોનો ગુલામ બનાવી દીધો હતો. તે શરાબી બન્યો, જુગારી બન્યો. માંસભક્ષી અને વેશ્યાગામી ય બની ગયો. કામધ્વજા નામની વેયા સાથે ભોગસુખોમાં ડૂબેલો રહ્યો... પરિણામ શું આવ્યું? નગરના રાજાએ કામધ્વજાને પોતાના ઉપભોગ માટે પસંદ કરી લીધી! ઉક્ઝિતકને તેની પાસે ન જવાની કડક સૂચના આપી દેવામાં આવી. પરંતુ વેશ્યાના સુખનો ગુલામ બનેલો તે ઉક્ઝિતક વેશ્યા પાસે ગયા સિવાય કેવી રીતે રહી શકે? ચોરીછૂપીથી તે ગયો જ. રાજાના નોકરોએ તેને પકડી પાડ્યો. રાજાના આદેશથી સૈનિકોએ એને ભયંકર યાતનાઓ આપી અને અંતમાં એને શૂળીએ લટકાવી દીધો.
વિચારજો, પચીસ વર્ષનો તે સોહામણો યુવાન, તેને સુખભોગની તીવ્ર લાલસાને કારણે શૂળી પર મોત ભેચ્યું. મરીને તે પહેલા નર્કમાં ગયો. હવે વિચારો કે આવા દારુણ લોભને જીવનમાં સ્થાન આપવું તે શું યોગ્ય છે? આવા લોભને પનારે પડીને શું સુખશાંતિ મળી શકશે? અજ્ઞાની માણસ સુખ મેળવવા લોભનો સહારો લે છે. કેવી મોટી ભૂલ કરે છે? જાણે કે તે જીવવા માટે ઝેરનો પ્યાલો પી રહ્યો છે. પોતાની જતને સુરક્ષિત કરવા માટે સિંહની ગુફાની શોધ કરી રહ્યો છે. આવા લોભીને કોણ મનાવે ? કોણ સમજાવે ? વિનાશક તત્ત્વોને તે પરમ હિતકારી માની બેઠો છે. દગાખોરને તે વિશ્વસનીય માની બેઠો છે. તેને કોણ બચાવે ? તમામ પાપોનું મૂળ છે લોભ. લોભી કયું પાપ નથી કરતો? તે તો દરેક પાપ કરવા તૈયાર છે. તે પાપોને માને છે જ ક્યાં ? તેને તો માત્ર ઇન્દ્રિયનાં વિષયસુખ જ નજરે આવે છે. ધ્યાન રાખજો. સુખ પામવા માટે લોભની નજીક ન જતા. બનવાજોગ છે કે દૂરથી તમને સુખ દેખાય પણ ખરું, પરંતુ તે તો માત્ર ભ્રમણા હશે. સુખની આડાશમાં તમે વિચારી પણ નહીં શકો એવાં ભયાનક દુઃખ છુપાઈને બેઠાં છે.
આ રીતે આ ક્રોધ માન, માયા અને લોભ જીવાત્માઓનાં દુઃખના કારણરૂપ છે. નરક વગેરે સંસારના ભયંકર માર્ગોનું નિર્માણ કરનારાં છે. - હવે હું તમને ચારે કષાયોના સમૂહરૂપ વિપાક બતાવીશ. કષાયોના વિપાક સાંભળીને કષાયોથી મુક્ત થજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org