Book Title: Shravaka Jivan Part 4
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 13
________________ પ્રવચન ૭૨ सर्वगुणविनाशं लोभात् લોભનો આ અતિભયંક૨ અને પ્રથમ દારુણ વિપાક છે - સર્વ ગુણોનો વિનાશ ! લોભથી માણસના સર્વ ગુણોનો વિનાશ થાય છે. જો તમને સર્વ ગુણોનો વિનાશ માન્ય હોય તો લોભદશા ટકાવી રાખજો ! જો તમે તમારા જીવન-બાગમાં ક્ષમાનાં સુમનોની સુવાસ ઇચ્છતા હો, નમ્રતા અને સરળતાનાં આમ્રવૃક્ષોની શીળી છાયા ઇચ્છતા હો, સંતોષ અને સત્યનાં મધુર ફળોનો આસ્વાદ કરવા ઇચ્છતા હો તો તમારે લોભનો ત્યાગ કરવો જ રહ્યો. : ૭ લોભ તમને અહિંસાની સાધના કરવા દેશે નહીં. લોભ તમને સત્યની છાયામાં બેસવા દેશે નહીં, લોભ તમને સદાચારી નહીં રહેવા દે. લોભ તમને દાન કરતાં રોકશે. લોભ તપશ્ચર્યાના માર્ગમાં મુશ્કેલી ઊભી કરશે. તમારા મનમાં શુભ ભાવનાઓને પ્રવેશવા દેશે નહીં. એક પણ ગુણ નહીં રહેવા દે તમારા જીવનમાં ! વિચાર કરો, ગુણવિહીન જીવન શું તમને શાન્તિ આપશે ? ગુણવિહીન જીવન શું આત્મકલ્યાણનું સાધન બની શકશે ? એટલા માટે કહું છું કે ગુણસમૃદ્ધિનો નાશ કરનાર લોભને દૂર કરો. લોભનો બીજો દારુણ વિપાક છે - સર્વનાશ ! લોભ સર્વવિનાશોનું આશ્રયસ્થાન છે. જેટલાં વિનાશકારી તત્ત્વો છે, જેટલાં હાનિકારક તત્ત્વો છે, તે તમામે તમામ લોભના આશ્રયસ્થાનમાં આરામ પ્રાપ્ત કરી રહ્યાં છે ! બીજે ક્યાંય આ તત્ત્વોને આશ્રય મળતો નથી. લોભના આશ્રયસ્થાનમાં તમને ચોર મળી જશે. પરસ્ત્રીલંપટ મળી જશે. ક્રૂરતા ય ત્યાં જ ભેટી જશે. તમામ દુઃખ-દર્દો તેમજ પીડાઓ પાસે પહોંચવાનો ખૂબ જ સીધો અને સરળ રસ્તો આ લોભ છે ! તમામ દુઃખો તમને લોભના રાજમાર્ગ પર આવી મળશે. લોભ રાજમાર્ગ છે ને ? એટલે એના ઉપર ચાલવા માટે સૌનો હક્ક છે. કોઈના ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી. પરસ્ત્રીગમન, ચોરી, જુગાર, શિકાર, શરાબ, વચનવિકાર, કપટલીલા વગેરે તમામ દુર્વ્યસનો લોભના રાજમાર્ગ ઉપર મજાથી ચાલી રહ્યાં છે. આત્મામાં લોભદશા પ્રબળ બનતાં જ મહાવિનાશકારી પાપોનું આગમન ચાલુ થઈ જશે. ભયંકર વ્યસનોના તંબુ તમારી આત્મભૂમિ ઉપર ખોડાઈ જશે. લોભ માત્ર ધનસંપત્તિનો જ નથી હોતો, સુખ માત્રનો લોભ હોય છે. પંચેન્દ્રિયના તમામ વિષયસુખોનો લોભ હોય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના પ્રિય - મનપસંદ સુખોનો લોભ હોય છે. Jain Education International સુખ પ્રાપ્ત કરવાની અને પ્રાપ્ત સુખોના ઉપભોગની તીવ્ર વાસના લોભદશા છે. આ વાસના જ જીવોને વ્યસનોના ગુલામ બનાવી દે છે. આવો લોભી જીવ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 260