________________
પ્રવચન ઉર
‘પ્રશમરતિ’ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે ઃ
एवं क्रोधो मानो माया लोभश्च दुःखहेतुत्वात् । सत्त्वानां भवसंसारदुर्गमार्ग-प्रणेतारः
||૩||
આ રીતે આ ક્રોધ, માન, માયા અને લોભ જીવાત્માના દુઃખના કારણરૂપ હોવાથી નરકાદિ સંસારના ભયંકર માર્ગનું નિર્માણ કરનારાં છે.’
૯
નકગતિ અને તિર્યંચગતિ - સંસારની ભયાનક ગતિઓ છે. નરકગતિ આપણા માટે પરોક્ષ છે, પરંતુ તિર્યંચગતિ તો પ્રત્યક્ષ છે ને ? પશુ-પક્ષી અને કીડાઓનું જીવન તો આપણી સામે જ છે. તેમની જિંદગીમાં ઘેરાયેલાં દુઃખોનાં વાદળો શું તમે નથી જોતા ? કતલખાનામાં ક્રૂરતાથી કતલ થતાં જનાવરોની કંપારી ઉત્પન્ન કરે તેવી ચીસો તમે નથી સાંભળતા ? શિકારીઓની અગ્નિ ઓકતી બંદૂકોથી વીંધાતાં, તીરથી ઘાયલ થઈ જમીન પર પડેલાં અને દર્દથી તરફડતાં પંખીની વેદનાભરી અવસ્થા શું તમે કદી જોઈ નથી ? કોઈ નદી યા સરોવરને કિનારે બેસીને કોઈ માછીમાર જ્યારે પોતાની જાળમાં ફસાયેલી માછલીઓને પથ્થરની શિલા ૫૨ પટકીને મોતને ઘાટ ઉતારે છે, એ સમયનું હૃદયને કંપાવનારું દ્રશ્ય શું તમે નથી જોયું ? જીવતે જીવતાં માસૂમ વાછરડાંઓને ગરમાગરમ ઊકળતા પાણીમાં ડુબાડીને તેમની ચામડી ઉતારનારાઓનાં કરતૂતો શું તમે નથી સાંભળ્યાં ?
તિર્યંચયોનિના સંસારની ભયંકરતાના આ તો બે-ચાર જ નમૂનાઓ છે. બાકી આટલી જ નહીં પરંતુ આનાથી ય વધારે યાતનાઓથી ભર્યોભર્યો તિર્યંચયોનિનો સંસાર છે. અને નરકગતિના દર્દ, પીડા અને પરિતાપથી ભરેલો સંસાર આજે આપણે આપણી નજરે જોઈ શકતા નથી, પરંતુ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ જ્ઞાનદ્રષ્ટિના માધ્યમથી આપણને બતાવ્યો છે.
સભામાંથી : નકગતિ પ્રત્યક્ષ નથી દેખાતી.... જો દેખાતી હોત તો અમારાં તમામ પાપ છૂટી જાત !
મહારાજશ્રી ઃ આંખોથી જોવાનો આગ્રહ ન રાખો. આપણે એ ભયંકર વેદનાને જોઈ જ નહીં શકીએ. આપણું માનવહ્દય એ ભયાનક વેદનાઓને સહી જ નહીં શકે. દિલ અને દિમાગ બેહોશ થઈ જશે. આપણે કદાચ જમીન પર પટકાઈ પડીશું. અરે, આપણે તો કતલખાનામાં થતી પશુહિંસાને - કતલને જોવા માટે પણ શક્તિ ધરાવતા નથી, તો પછી આટલા ભાવુક હૃદયવાળા માણસો માટે નરકની કારમી વેદનાઓને, નૃશંસ હત્યાઓને જોવી એ કેટલે અંશે શક્ય છે ?
આવી દુઃખમય ન૨કગતિ અને તિર્યંચગતિના સર્જકો આ કષાયો છે. જીવોને સતત આ રસ્તે ચાલવાની પ્રેરણા આપનારા તો આ કષાયો છે. દુર્ગંતમાં સારી રીતે પહોંચાડનારા પણ આ કષાયો જ છે !
* ક્રોધે શું પરશુરામને ક્ષત્રિય-હત્યાનો આદેશ આપ્યો ન હતો ? અને નરકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org