Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અને પ્રાકૃત ભાષાના નિષ્ણાત તરીકે સારી ખ્યાતિ મેળવી ચૂક્યા છે, તેમણે પહેલી આવૃત્તિના લખાણને સાવંત તપાસી આપ્યું હતું અને યથાશક્તિયથામતિ સંશોધિત કરી આપ્યું હતું. તે ઉપરાંત તેના પત્રશોધનમાં પણ સુંદર ફાળો આપ્યો હતો.
વિદ્વરત્ન સત મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, જેઓ જૈન સાહિત્યના પરમ અભ્યાસી છે તથા ઇતિહાસ, પુરાતત્ત્વ અને જ્ઞાનભંડારોની વ્યવસ્થામાં અતિ નિપુણતા ધરાવે છે, તેમણે વડોદરા, અમદાવાદ અને જેસલમેર ખાતેની તેમની સ્થિરતા દરમિયાન અમોને અગત્યની સૂચનાઓ તથા જોઈતી પોથીઓ આપીને વિશિષ્ટ માર્ગદર્શન આપેલું છે.
૨૧. તે ઉપરાંત અનેક આચાર્યો, મુનિવરો અને ગૃહસ્થોએ આ કાર્યમાં અમને એક યા બીજા પ્રકારે સહાય આપી છે, તે માટે અમે તેમના અત્યંત આભારી છીએ.
૨૨. પ્રબોધટીકાનું આ પ્રકાશન-(૧) પૂજ્ય સાધુ-સાધ્વીઓને આવશ્યક સૂત્રની ગંભીરતાનો ખ્યાલ આપવામાં ઉપયોગી નીવડશે; (૨) શ્રાવક-શ્રાવિકાઓને આવશ્યક ક્રિયામાં રસ પેદા કરશે; (૩) પાઠશાળાના શિક્ષકોને ધાર્મિક શિક્ષણ આપવામાં ઉપયોગી ભોમિયાની ગરજ સારશે; (૪) જેઓ વ્યાવહારિક જ્ઞાનથી વિભૂષિત છે, પણ ધાર્મિક શિક્ષણના સંસ્કારો પામેલા નથી, તેમને ધાર્મિક વિષયમાં રસ પેદા કરશે; (૫) જેઓ છાત્રાલયો, શાળાઓ તથા વિદ્યાલયોમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગી થશે; અને (૬) જેઓ જૈનધર્મના આચાર-વિચારનું જ્ઞાન મેળવવા ઇચ્છે છે, તેમને રસતૃપ્તિ સાથે આવશ્યક જ્ઞાન આપશે, એમ અમારું માનવું છે.
૨૪. બે આવૃત્તિની એકંદર ૪૦૦૦ નકલો વેચાઈ જતાં જનતાની માગણીને સંતોષવા માટે તેની ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
રપ. બીજી આવૃત્તિમાં શક્ય એટલું શોધન-પરિવર્ધન કર્યું છે. ખાસ કરીને ઉત્તરીકરણ-સુત્ત, ઉવસગ્ગહર-થોર અને ચેઈયથય સુત્તમાં વિશેષપરિવર્ધન કરેલું છે. પરંતુ ત્રીજી આવૃત્તિમાં ચઉવીસન્થય સુત્ત (લોગસ્સ સૂત્ર) અને ઉવસગ્ગહરં થોત્ત(ઉવસગ્ગહર સ્તોત્ર)ની વિસ્તારથી વિવરણવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org