Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૪.
બાબતો આપવામાં આવી છે, જેથી તે તે ક્રિયાનું અનુષ્ઠાન કરવા ઇચ્છનાર સમજી અને શુદ્ધિપૂર્વક કરી શકે.
૧૭. આ વિષયો પૂરા થયા પછી કિંચિત્ વક્તવ્ય સાથે પાંચ પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે, તેમાં પહેલું પરિશિષ્ટ ષડાવશ્યક વિશેનું છે. આ પરિશિષ્ટમાં અનુયોūારસૂત્ર તથા ચઉસરણ પયન્નામાંથી પડાવશ્યકને લગતાં સૂત્રો અર્થ સાથે આપવામાં આવ્યાં છે, જેથી વાંચકોને તેની પ્રમાણિકતા-સંબંધી યથાર્થ ખ્યાલ આવી શકે. બીજું પરિશિષ્ટ સામાયિકની સાધના નામનું છે, તેમાં સામાયિક એ શું છે ? તથા તેની સાધના કેવી રીતે કરવી જોઈએ ? તે સંબંધી વિસ્તારથી વિવેચન કરેલું છે. ત્રીજું પરિશિષ્ટ ચતુર્વિશતિ-સ્તવ-રહસ્ય નામનું છે, તેમાં ચતુર્વિંશતિસ્તવ એ શું છે તથા તેમાં કેવું ગૂઢ રહસ્ય રહેલું છે ? તે વિસ્તારથી દર્શાવવામાં આવ્યું છે. તેમાં દર્શાવેલા સ્તવનના વિભાગો ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. ચોથું પરિશિષ્ટ શ્રીમદ્ હરિભદ્રસૂરિએ રચેલાં અતિ મનનીય ઓગણીસ પંચાશકો પૈકીનું ત્રીજું પંચાશક છે, જેનો મુખ્ય વિષય જિનચૈત્યનો વંદન-વિધિ છે. આ આખું પંચાશક મૂળ ગાથા ભાષાંતર તથા જરૂરી સ્પષ્ટીકરણ સાથે આપવામાં આવ્યું છે, તેથી પાઠકોને ચૈત્યવંદનની ગંભીરતા સમજાશે અને તેની પાછળ રહેલી અત્યુત્તમ યોજનાનો સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. પાંચમું પિરશિષ્ટ ધર્મોપકરણો નામનું છે, તેમાં (૧) સ્થાપનાચાર્ય, (૨) મુહપત્તી, (૩) જપમાલિકા (નોકારવાળી) અને (૪) દંડ-પ્રોછણક-રજોહરણ-ચરવળો એ ચાર ઉપકરણોનાં શાસ્ત્રીય પ્રમાણોનો સંગ્રહ આપેલો છે. આ પરિશિષ્ટોનું અધ્યયન કરનાર સામાયિક, ચતુર્વિંશતિસ્તવ અને ચૈત્યવંદનની ક્રિયામાં રહેલી અનુપમ યોગસાધનાનો તથા અપૂર્વ આધ્યાત્મિકતાનો ખ્યાલ સારી રીતે મેળવી શકશે.
૧૮. ગ્રંથો અંગે સંકેતસૂચિ તથા શુદ્ધિપત્રક પ્રાસ્તાવિક વિભાગમાં આપી દીધેલ છે, તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાની ભલામણ છે.
૧૯. પ્રબોધટીકાનું લખાણ આ સ્વરૂપે તૈયાર કરવામાં સહુથી વધારે સહાય પૂર્વાચાર્યકૃત ટીકાઓમાંથી મળી છે; તેમાંયે શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલી આવશ્યકસૂત્ર-નિર્યુક્તિ, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું વિશેષાવશ્યકભાષ્ય, શ્રી જિનદાસગણિ મહત્તરની આવશ્યક સૂત્ર-ચૂર્ણિ, શ્રી હરિભદ્રસૂરિકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org