Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
२३
૧૨. અર્થ-વિભાગ પૂરો થયા પછી અર્થ-સંકલના આપવામાં આવી છે. તેમાં જે સરળતા અને સ્પષ્ટતા લાવવાનો પ્રયત્ન થયેલો છે, તેનો ખ્યાલ તસ્ય ઉત્તરી-સૂત્ર, કરેમિ ભંતે-સૂત્ર, તથા પુખરવર-સૂત્ર આદિનું બારીક નિરીક્ષણ કરવાથી આવી શકશે.
૧૩. સૂત્ર-પરિચયમાં સૂત્રની અંતર્ગત રહેલા ભાવોનું વિશિષ્ટ દર્શન કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેમ કરતાં કેટલાંક સ્થળે અન્ય દર્શનકારોના મતની તુલના પણ કરેલી છે. તે ઉપરાંત સૂત્રનું નામકરણ, સૂત્રશૈલીની વિશિષ્ટતા અને સુત્ર પર રચાયેલા સાહિત્યનો પરિચય પણ આ જ અંગમાં આવેલો છે.
૧૪. આ સૂત્રોનો નિર્દેશ આપણા પ્રમાણભૂત સાહિત્યમાં ક્યાં ક્યાં મળે છે, તે પ્રકીર્ણકમાં દર્શાવ્યું છે.
૧૫. સૂત્રોનાં નામમાં એકવાક્યતા લાવવા માટે પહેલું પ્રાકૃત નામ આપ્યું છે અને તે તે નામો ક્યાં વપરાયેલાં છે તે અર્થનિર્ણયના પ્રારંભમાં જ જણાવેલું છે. તે પછી સંસ્કૃત નામ આપ્યું છે; જે મોટા ભાગે પ્રાકૃત-નામની કે તેના પર્યાય-નામની જ છાયા છે. આમ છતાં કેટલાંક નામો નવીન પણ મૂકવાં પડ્યાં છે અને તેમાં પ. પૂ. આગમોદ્ધારક શ્રીમદ્ આનંદસાગરસૂરીશ્વરજીએ સંપાદિત કરેલું પરાવરફૂત્રામાં વિશેષ ઉપયોગી થયું છે, ત્યાર પછી ગુજરાતી નામ આપ્યું છે, જે નિત્ય વપરાશમાં છે.
૧૬. પ્રબોધટીકાના આ પહેલા ભાગમાં ૧થી ૨૫ સૂત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે સુગુરુ સુખશાતા પૃચ્છા કર્યા પછી અભુઢિઓ સૂત્ર ન હોવાથી ગુરુવંદનનો વિધિ અધૂરો રહેતો હતો એવી ઘણાની ફરિયાદ હતી, તેથી અભુઢિઓ જે બીજા ભાગમાં ૩૩માં સૂત્ર તરીકે હતું તે અહીં સૂત્ર પ તરીકે મૂકવામાં આવ્યું છે. આ પ્રમાણે થવાથી નિત્યોપયોગી ગુરુવંદન, સામાયિક અને ચૈત્યવંદનનો ભાગ પૂરેપૂરો આવી જાય છે. ઉપરાંત આ ભાગમાં-(૧) સામાયિક લેવાનો વિધિ, (૨) સામાયિક લેવાના વિધિ અંગેની સમજ, (૩) સામાયિક પારવાનો વિધિ, (૪) સામાયિક પારવાના વિધિ અંગેની સમજ, (૫) મુહપત્તિ-પડિલેહણનો વિધિ, (૬) ચૈત્યવંદનનો વિધિ, (૭) ચૈત્યવંદન-વિધિ અંગેની સમજ અને (૮) પૂજાની પરિભાષા એ આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org