________________ ( 20 ) સતી સુરસુંદરી. આખરે મને કેદમાં નાખી સુરથને યુવરાજપદે સ્થાપવાની છુપી તૈયારીઓ થવા લાગી.” " તમે કેમ જાણ્યું કે તમને કેદમાં પૂરવા તમારા પિતા તૈયાર થયા ? " ધનદેવે પ્રશ્ન કર્યો. “એક દાસીએ રાજા-રાણ વચ્ચેને પૃતાંત કાનેકાન સાંભળી મને સાવચેત બનાવ્યો. જે દાસીએ મને ચેતવ્યો ન હોત તે આજે પણ હું કેદખાનામાં જ સડતા હેત.” સુપ્રતિષ્ઠ સહેજ ઉકળાટ સાથે ઉદ્દગાર કહાડ્યા. “પિતા પિતાના એક વખતના અતિ વહાલા પુત્રને કેદખાનામાં નાખવા તૈયાર થયા એ કેટલા આશ્ચર્યની વાત ?" ધનદેવથી બેલાઈ જવાયું. “એ કરતાં પણ વધારે આશ્ચર્યની વાત તો એ છે કે મેં જ્યારે એ ખટપટ સાંભળી ત્યારે હું ક્રોધથી બેભાન જે બની ગ. પિતા અને માતાને પણ વધ કરવા આ હાથ તલપી રહ્યા. વિશેષ કઈં નહીં તે હકદારના હક્ક ડૂબાડનારને કારાવાસમાં જ ધકેલવા જોઈએ એમ મારું અંતર પોકારી ઉઠયું. હું ધારું તે સમસ્ત રાજ્યના અધિકારીઓને મેળવી લઈ મારૂં ધાર્યું કામ પાર પાડી શકું એટલી મારામાં તાકાત હતી, પણ મારે એ ઉભરે પાછો શમી ગો. મારા કૂળમાં કલંક લાગે એવી કઈ ક્રિયા મારા હાથથી ન થવી જોઈએ એમ લાગ્યું. રાજ્ય ને લક્ષ્મી તે શુરવીર માણસના હાથને મેલ ગણાય. શું મારામાં એવી શક્તિ નથી કે મારા બાહુબળવડે નવું રાજ્ય સજવું? પામર માણસ ભલે પિતાની સંપત્તિ ઉપર તાગડધીન્ના કરે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust