________________ દ્વિતીય પરિચ્છેદ. (19) માતાના સ્વર્ગવાસ પાછળ કલ્પાંત કર્યો. કેટલાય વૃદ્ધ ને વિદ્વાન પુરૂષએ તેમને શેક ટાળવા ઉપદેશ આપ્યું, પણ તેમના હૃદચમાં જે જખમ લાગ્યું હતું તે રૂઝાતા ઘણું વાર લાગી. વખત જતાં તેઓ સ્વસ્થ થયા. શેક ભૂલાવા લાગ્યા. મને ખેાળામાં બેસારી આંખમાંથી આંસુ પાડતા તે બધું ધીમે ધીમે ઓછું થતું ગયું અને આશ્ચર્યની વાત તે એ છે કે મારી માતાના સ્થાને બીજી કઈ સ્ત્રીને બેસારવાની વાતે ચાલવા લાગી. પહેલા જે એમ લાગતું કે સુગ્રીવ મહારાજાને શોક કઈ દિવસ નહીં ભૂંસાય એ શેકની છાયા સરખી પણ નષ્ટ પામી.” સુપ્રતિષ ભૂલાઈ ગએલી વિદ્યા તાજી કરતો હોય તેમ તેણે કપાળે હાથ ફેરવ્યો, કઈક યાદ કર્યું અને વેદનાભર્યા અવાજમાં પુનઃ તેણે કહેવા માંડ્યું - કાળ પણ કેટલું અદ્ભુત સામર્થ્ય ધરાવે છે? મારા પિતામાં થોડા જ વરસની અંદર મહોટે ફેરફાર થઈ ગયે. ચંપાપુરીના કાત્તધર્મ રાજાની પુત્રી-કનકવતી સાથે તેમણે બીજી વારના લગ્ન કર્યા. વેલી જેમ નજીકના વૃક્ષને વીંટળાઈ રહે છે તેમ પ્રેમ પણ નિકટ રહેલા મનુષ્ય ઉપર જ સીંચાય છે. એ જ પ્રમાણે મારી નવી માતા ઉપર મહારાજાને નેહ ઢળાવા લાગ્યો. મારે એક બીજો ભાઈ થયે. તેનું નામ સુરથકુમાર. આજસુધી સિદ્ધપુરના અંતઃપુરમાં ખટપટનું નામનિશાન ન હતું. સુરથકુમારનો જન્મ થતાં ખટપટ શરૂ થઈ. મારી નવી માતાને હું કાંટાની જેમ ખુંચવા લાગ્યા. સુરથ રાજગાદી ઉપર આવે તે સારૂ મહારાજાના કાન ભરવા શરૂ થયા. પહેલાં તે મારા પિતાએ ન્યાય ને નીતિના પડખે જ ઉભા રહેવાનો, એટલે કે મહટા કુંવર-મને જ ગાદી સોંપવાનો નિશ્ચય દર્શાવ્યો, પણ કનકવતીના રોજના કાલાવાલા ને આગ્રહે એ નિશ્ચય ફેરવી નાખે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust