________________
ખરો . કુટુંબ સુખી થતાં ધન વધે, તે પછી જ્ઞાતિના અર્થે ખરચવું, શાતિનો ઉદ્ધાર થતાં ધન વધે, તે પોતાના ગામના અર્થે, ગામ સુખી થતાં દેશના અર્થે, દેશ સુખી થતાં મનુષ્યના અર્થે અને મનુષ્ય સુખી થતાં પશુ-પક્ષી વિગેરે મનુષ્યથી ઉતરતી કોટીના જીવાત્મા નિમિત્તે ધન ખરચવું–તેને ઉચિતદાન કહે છે. પોતાના કુટુંબી કે નાતજાતના મનુષ્ય પ્રત્યે જે દયાની લાગણી ઉત્પન્ન ન થાય અને પાંજરાપોળમાં હરે રૂપીયા ભરવામાં આવે, તે તે પ્રવૃત્તિ ઉચિતદાનની નહિ પણ કીર્તિ દાનની છે.
અનુકંપાદાન કેઈ પણ દુ:ખી આત્માને જોઈ તેને દુઃખથી મુક્ત કરવા માટે પિતાની શક્તિને ભોગ આપવો તે. શરીરની પીડાથી દુઃખી થતા કોઈ પણ જીવાત્માને જોઈને અરેરાટ આવે, દયાની લાગણી જણાય છતાં પિતાના શરીરને ભોગ આપી તેને દુઃખમુક્ત કરવાની પ્રવૃત્તિ ન થાય, તે તેનું નામ અનુકંપા નહિ, પણ કુલાચારના સંસ્કાર જ છે. જેમકે એક કુતરો વા ઢોર શરીરની પીડાથી દુ:ખી થતે હેય, રૂધિર વા પરૂ નીકળતું હોય, તડકે પછી હોય, તેને જોઈ પિતાથી ઉપડે તો છાંયે મુકવો, પાણી વા દવા લાવી તેના રૂધિર વિગેરેને સાફ કરી પાટ વિગેરે બાંધવોએ વિગેરે ક્રિયા કરવામાં પિતાની મેટાઈનું માન છેડી દેવું. “હું આવો શેડીઓ વા ધનાઢ્ય થઈ આ કામ કેમ કરું?” એક બે રૂા. નો ખરચ કરી નોકરને ભળાવી દે. શરીરથી પીડાતા જીવને દુઃખમુક્ત કરવા પોતાના શરીરની શક્તિ છતાં માન મેટાઈને લઈ વા
મારા શરીરને મહેનત પડશે, દુ:ખ લાગશે કે મારા લુગડાં બગડશે' એવી દેહાધ્યાસની બુદ્ધિને લઇ પિતાના શરીરથી સેવા ન બજાવતાં બીજા કોઈને ભલાવી પોતે દયાને ડાળ કરતો ચાલ્યો જાય, તો તે અનુકંપા કહી શકાય નહિ. ધન્ય છે મહાત્મા ગાંધીજીને કે જેણે મનુષ્યના સુખને માટે પાયખાનામાં જ પાયખાના સાફ કર્યા છે તથા પિતે એક વખત ગાડી ઉપર બેસી ચાલ્યા જતા હતા, રસ્તામાં અતિસારના વ્યાધિથી પીડાતા કઈ દુઃખી મનુષ્યને જોઈ પોતે ગાડીમાંથી નીચે ઉતરી પાણી લાવી તેના શરીરને પ્રથમ સાફ કરી, પછી તેનાં લુગડાને પણ સાફ કરી પિતાની પાસેથી એક લુગડું તેને પહેરવા આપ્યું, અને ઔષધોપચાર પણ કર્યા. આનું નામ તે અનુકંપા ! અહીં કોઈને પ્રશ્ન થશે કે“અનુકંપાદાનના વિવેચનમાં અનુકંપા (દયા)નું વિવેચન કરી વિષયની મિત્રતા કેમ કરી દીધી?” તે જણાવીશ કે અનુકંપા–દયા એ અનુકંપાદાનને જ ભેદ છે. અનુકંપાદાન ત્રણ પ્રકારે છે. શારીરિક, માનસિક તાં આર્થિક. શરીરથી અનુકંપા કરવી તે શારીરિક અનુકંપાદાન કહેવાય, મનથી સામાના અંતરનું