________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન પોતે કાંઈ ખાઈ શકતો નથી, પણ પાપ ધ્યાનથી પાપકર્મ બાંધીને નરકે જાય છે! માટે અપ્રશસ્ત... પાપ ધ્યાનથી બચો.
પાપ-ધ્યાનથી બચવા માટે જ્ઞાની પુરૂષોએ શુભ ધ્યાન-પ્રશસ્ત ધ્યાન બતાવ્યું છે. તે છે શ્રી નવપદજીનું ધ્યાન.
આ દિવસોમાં (આસો સુદ ૭ થી ૧૫ સુધીના) વિવેકપૂર્વક અને ઉલ્લાસઉમંગથી ધ્યાન ધરવું જોઈએ. બીજા દિવસોમાં ધ્યાન ધરે તે કરતાં આ દિવસોમાં કરેલા નવપદના ધ્યાનથી વિપુલ કર્મનિર્જરા થાય છે. ધર્મધ્યાનની સીઝન :
વેપારી જાણે છે કે સીઝનમાં વેપાર કરવો ને સીઝન વગર વેપાર કરવોબન્નેમાં કેટલો ફરક? સીઝનમાં વેપાર કરીને સાલભરની કમાણી કરી લો ને? પછી તો ઠીકઠીક ચાલે? તેમ આ નવપદની ઓળીના દિવસો, તે આયંબિલનો તપ અને નવપદનું ધ્યાન કરવાની સીઝન છે!
ધ્યાનની આ સીઝનમાં કોનું ધ્યાન કરવાનું છે તે ભૂલશો નહીં. શ્રી સિદ્ધચક્રનું ધ્યાન! ધ્યાનનો શ્રેષ્ઠ વિષય છે સિદ્ધચક્ર! આ નવ દિવસોમાં સિદ્ધચક્રનું ધ્યાન ધરવાનું છે. કેવી રીતે ધ્યાન કરશો? ક્યારેય ધ્યાન કર્યું છે? જ્ઞાન વિના ધ્યાન નહિ! માટે પહેલાં તો શ્રી સિદ્ધચક્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જે જ્ઞાની નહિ, તે ધ્યાની નહિ.
માટે શરૂઆતમાં કહ્યું તેમ તપશ્ચર્યાથી શરીરને નિર્મળ કરો અને જ્ઞાનથી મનને સ્વચ્છ કરો. શ્રી સિદ્ધચક્ર નવપદોનું એક સંપૂર્ણ મંડલ છે. નવપદોનું એક ચક્ર તે “સિદ્ધચક્ર' છે. ઊંડાણમાં જઈને આપણે એક એક પદની વિચારણા કરીશું.
દરેક પદનું સ્વરૂપ, તેનું મહત્ત્વ, તેનો પ્રભાવ, ધ્યાનની પ્રક્રિયા, વગેરે સમજવાનું છે. શ્રી સિદ્ધચક્રનું ધ્યાન ધરવાથી આપણો આત્મા પ્રસન્ન થાય છે, શાંતિ અનુભવે છે. અરે! દુઃખના પહાડ કેમ તૂટી ન પડે? આફત કે સંકટના વરસાદ કેમ ન વરસે? છતાંય શ્રી સિદ્ધચક્રના ધ્યાનીનું કોઈ કાંઈ બગાડી શકતું નથી. મયણાસુંદરીએ કરેલી આરાધના :
મયણાસુંદરીએ શ્રી સિદ્ધચક્રનું ધ્યાન કર્યું હતું ને? તેની પરિસ્થિતિ જુઓ. પોતે રાજકુમારી હતી. તેના પિતાએ કાઢી મૂકી. કોઢિયા સાથે લગ્ન કર્યા. નગરમાં મયણાની નિંદા થઈ રહી હતી. એક તરફ લોકનિંદા, બીજી તરફ
For Private And Personal Use Only