________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૩૫
શા માટે કરે? તમે ઇચ્છો છો કે આધિ, વ્યાધિ, ઉપાધિ અને જન્મ, જરા, તથા મૃત્યુમાંથી તીર્થંકર પરમાત્મા તમારી રક્ષા કરે? જો ચાહતા હો તો જરૂ૨ ૨ક્ષણ કરશે. અરિહંત ભગવાન રક્ષા કરે છે! પરંતુ એ જેમ કહે તેમ આપણે રહીએ, એ જેમ કહે તેમ કરીએ, તો રક્ષા કરી શકે.
બીજા રાષ્ટ્રે આપણા રાષ્ટ્ર પર આક્રમણ કર્યું. સરહદ પર સૈનિકો ઊભાં છે, સૈનિકો સરહદ પરના ગામને કહે કે ‘આ ગામ ખાલી કરો.' ગામવાળા કહે, ‘ના, ગામ તો ખાલી નહીં કરીએ!' તો સૈનિકો રક્ષા કરી શકશે? કાં તો તમારી રક્ષા તમે પોતે કરો, કાં તો જે પ્રમાણે રક્ષક કહે તેમ ચાલો! રક્ષકની આજ્ઞા અનુસાર જે ચાલે તેની રક્ષા રક્ષક કરી શકે, રક્ષકની આજ્ઞા પ્રમાણે ન ચાલે તો તેની રક્ષા રક્ષક કરી ન શકે, પછી ભલે ભગવાન હોય!
પરમાત્મા ભવ અટવીમાં માર્ગદર્શક છે, સાર્થવાહ છે, અને મહાગોપ છે, ભવસાગરમાં નિર્યામક છે! નાવિક છે.
અરિહંતનું આ એક પ્રકારનું સ્વરૂપ છે.
ભવ-અટવીમાં જંગલી પશુઓથી રક્ષણ કરનાર ગોવાળ છે, ભવ સાગ૨માં ડૂબતાને બચાવનાર નિર્યામક છે, ભૂલેલાંના માર્ગદર્શક છે, તેમજ સાર્થવાહ છે. જીવો માટે આટઆટલું કરનારા એ પરમ-તારક પરમાત્માના અંતરંગ સ્વરૂપને પણ સમજવું જોઈએ.
અરિહંતનું અંતરંગ સ્વરૂપ :
તમારે ઘેર વિવાહ હોય ને કોઈ વ્યક્તિ તમારી મૂંઝવણ દૂર કરે; માંદગી આવે ને તે વ્યક્તિ સારસંભાળ લે; કોઈ ઝગડો થાય તો તે વ્યક્તિ સરસ સમાધાન કરાવી આપે, તેને તમો બરાબર ઓળખતા ન હો તો એમ થાય ને કે ‘આ વ્યક્તિ કોણ? જ્યારે જ્યારે મને મુશ્કેલી-મુસીબત આવે છે ત્યારે તે દૂર કરનાર મહાપુરૂષ કોણ છે?' વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની યથાર્થ ઓળખાણ કર્યા વિના એમનું ધ્યાન નહીં થઈ શકે. જેમ તેમની ઉપકારિતા સમજ્યા તેમ તેમની વિશિષ્ટ ગુણમયતા પણ સમજો.
૧. પરમાત્મા રાગવિજેતા છે.
રાગ બે પ્રકારના છે : પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ, અપ્રશસ્ત રાગ ત્રણ પ્રકારના છે : કામ, સ્નેહ ને દૃષ્ટિ. કામ રાગ એટલે રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ પ્રત્યેનો રાગ. સ્નેહરાગ એટલે કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ થાય. પછી
For Private And Personal Use Only