________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૪
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું સેવા કરનારને તપસ્વી કહીએ છીએ ખરા?
એક ઉપવાસ કર્યો તેને તપસ્વી કહીએ છીએ, પણ બાર બાર કલાક સ્વાધ્યાય કર્યો હોય તો તેને તપસ્વી કહીશું?
આપણી પાસે દૃષ્ટિ નથી. દૃષ્ટિને સૂક્ષ્મ અને વિશાળ બનાવો. દષ્ટિ જો સૂક્ષ્મ અને વિશાળ બને તો દરેક જીવ પ્રત્યે કેટલી સહાનુભૂતિ અને પ્રેમ પ્રગટે! અત્યંતર તપનું મૂલ્યાંકન કરો :
સાધુ-સાધ્વીમાં પણ અનશન તપ જ રૂઢ થઈ ગયેલું છે. ઉપવાસ, આયંબિલ કર્યું હોય, તેને તપ ગણે, પણ સ્વાધ્યાયને તપ ન ગણે! તપ કરનાર સ્વાધ્યાય ન કરે તો પણ તે તપસ્વી! સ્વાધ્યાય કરનાર ઉપવાસ આદિ ન કરે તો તે તપસ્વી નહીં!
બાહ્ય તપ તો અત્યંતર તપની ભૂમિકાએ પહોંચાડનારી સીડી છે. સીડી ઉપર પહોંચવા માટે છે. ઉપર પહોંચ્યા પછી સીડીને ગળે ન બાંધી રખાય. પછી તેનું વિશેષ મહત્ત્વ નથી.
આત્મા જ્ઞાન-ધ્યાનમાં પરિપૂર્ણ લીન થઈ જવું જોઈએ. પછી તેની સામે રોટલી હોય કે ગુલાબજાંબુ હોય-બંને સમાન! રોટલી પ્રત્યે રોષ નહીં, ગુલાબજાંબુ પ્રત્યે રાગ નહીં. ઉપવાસ અને ભોજન-બંને એક સમાની રોટલી લખી હોય કે ઘીથી ચોપડેલી હોય બંને એક સરખી! બાહ્ય તપનું નિરંતર આલંબન રાખી અત્યંતર તપમાં પ્રગતિ કર્યું જાઓ.
તપપદના ધ્યાન માટે મહાન તપસ્વીનું ધ્યાન ધરવાનું છે. જે તપસ્વી મહાન હોય, જેણે બાહ્ય અને અત્યંતર તપમાં અજોડ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અને તેમાં લીનતા પ્રાપ્ત કરી હોય, તેવા તપસ્વીનું ધ્યાન ધરવાનું. ચંપા શ્રાવિકા :
આવી એક પરમ તપસ્વિની ચંપા શ્રાવિકા ધ્યાનમાં આલંબન બની શકે. બહેનો ચંપા શ્રાવિકાને પોતાનો આદર્શ બનાવી શકે. તેણે છ માસના ઉપવાસ કર્યા હતા. અપ્રમત્તતા કેવી હતી? મહાન મોગલ સમ્રાટ અકબરને જગદ્ગુરુ હીરવિજયસૂરિજીનાં ચરણે ઝુકાવનારી ચંપા શ્રાવિકાની તપશ્ચર્યાનું અવલોકન કરવાની જરૂર છે.
For Private And Personal Use Only