Book Title: Ruday Kamal Me Dhayan Dharat Hu
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 182
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનામત ૧૬૯ અમારા હૃદયસિંહાસને પધારો. કૃપા કરો... સર્વત્ર ગુણ જ ગુણ દેખાય! અરિહંત પરમાત્માની પાસે જઈએ, બાર ગુણ લઈને જ વળીએ! સિદ્ધ પરમાત્માની પાસે જઈએ આઠ ગુણ પ્રાપ્ત કરીને જ રહીએ! પરંતુ એ તો પૂર્ણ આત્મા છે.. એમનામાં દોષની સંભાવના જ નથી. આચાર્ય ભગવંત પર દૃષ્ટિ જાય અને છત્રીસ ગુણોમાંથી કોઈ ગુણ લઈને જ પાછી વળે. ઉપાધ્યાય ભગવંત તરફ દૃષ્ટિ જાય અને પચીસ ગુણમાંથી કોઈ ગુણ લઈને જ પાછી વળે! સાધુ ભગવંત તરફ દૃષ્ટિ જાય અને સત્યાવીશ ગુણમાંથી કોઈ ગુણ લઈને જ પાછી વળે! પરંતુ કૃપાનાથ! આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ તરફ તો અમે દોષ દૃષ્ટિથી જ જોનારા બની ગયા છીએ.... બસ, અમે તો અમારી જાતને જ પૂર્ણ સમજીએ છીએ. જ્યાં સુધી સમ્યગુ દર્શનપદની સ્થાપના નથી થઈ ત્યાં સુધી અમારી ભાવનાઓ અધમ જ રહેવાની. હે દિવ્ય દર્શનપદ! અમારાં રોમે રોમે.... આત્માના પ્રદેશ પ્રદેશે આ ભાવ ક્યારે જાગ્રત થશે? “તમેવ સળં નિરસંગં ગં નિ િવવે’ તે જ સાચું અને નિઃશંક છે, જે જિનેશ્વરે કહ્યું છે. પરંતુ અમારામાં આવી શ્રદ્ધા ક્યાંથી! સામાન્ય વિપ્ન આવતાં જ ચિત્ત ચલાયમાન થઈ જાય છે. અમે ભયભીત અને શંકાશીલ બની જઈએ છીએ. હે મહિમાવંત દર્શનપદ! અમારી પાસે તો દીપક' સમકિત છે! બીજા જીવોને અમે સદુપદેશ આપીએ છીએ, પરંતુ અમારા આત્મામાં “શૂન્ય' છે. જેવી રીતે દીપક બીજા પદાર્થોને પ્રકાશિત કરે છે, પરંતુ પોતાના નીચે અંધારું જ રહે છે. વાસ્તવમાં તો કોઈ પણ મનુષ્ય આવીને નિદ્રામાં પણ પૂછે કે : “સત્ય શું છે? તો અમારા મુખમાંથી આ જ શબ્દો નીકળવા જોઈએ કે : "तमेव सच्चं निस्संकं जं जिणेहिं पवेइयं' પરંતુ અમે મન્દબુદ્ધિના છીએ; વિવેકવિહીન છીએ. અમારામાં ક્યાં એવો શ્રદ્ધાભાવ છે? અમારું હૃદય કંપે છે.... જ્યારે શ્રી જિનેશ્વર ભગવંતનું આ વચન યાદ આવે છે - 'दंसणभट्ठस्स नत्थि निव्याणं' દર્શનભ્રષ્ટનું નિર્વાણ થઈ શકતું નથી. પ્રભો! અમારું શું થશે? ચારેકોર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188