________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
ભાવનામૃત શિયાળણી પોતાનાં બચ્ચાં સાથે આવી અને આપના શરીરને ખાવા લાગી.... ઘોર કષ્ટને આપે સમાધિપૂર્વક સહન કર્યું.... શરીરને ખાવા દીધું... ધર્મધ્યાન ધરતા ધરતા કાળધર્મ પામી “નલિનીગુલ્મ વિમાન”માં પહોંચી ગયા,
હે મેતાર્યઋષિ! આપને ધન્ય છે. સોનીએ આપના માથે ચામડું બાંધી દીધું.... આપનું માથું ફાટી ગયું... અપાર વેદનામાં પણ આપે શુક્લધ્યાનની ધારા લગાવી દીધી.... કર્મક્ષય કરીને સિદ્ધિગતિને મેળવી લીધી. કેવું મહાત્ મનોબલ!
હે ગજસુકુમાલ મુનિ! સોમિલ સસરાએ માથા પર ખેરના અંગારા ભરી દીધા, પરંતુ આપે જરા પણ રોષ ન કર્યો. શુક્લધ્યાનની અગ્નિમાં અષ્ટવિધ કર્મને સળગાવી દીધાં, કેવું અનુપમ આપનું આત્મવૈર્ય!
હે બંધક મુનિ! ધન્ય છે આપને. રાજસેવકે આપના શરીરની ચામડી ઉતારી. પરંતુ આપના મનમાં જરાય ગ્લાનિ ન આવી... કઠિન કર્મોને હટાવી દીધાં. પરંતુ પ્રભો! એ સમજાતું નથી કે આવું મનોબળ આપે કેવી રીતે મેળવ્યું? હા આપે સંયમ લઈને આ સમજેલું હતું
'शुद्धात्मद्रव्यमेवाहं
शुद्धज्ञानं गुणो मम' આપે આત્મા તથા શરીરનું ભેદજ્ઞાન પ્રાપ્ત કરેલું હતું. આપે સમજી લીધું હતું કે હું શુદ્ધ આત્મસ્વરૂપ છું. કેવળ આત્મસ્વરૂપા શરીર મારું નથી. હું શરીર નથી...” આ ભેદજ્ઞાનની કેવી અપૂર્વ પરિણતિ હશે! રાજસેવકે ચામડી ઉતારી નાંખી છતાં આપે જરાય રોષ ન કર્યો. આપે આ તત્ત્વ આત્મસાત્ કરી લીધું હશે- ચામડી તો શરીરની ઊતરે છે.... આત્માની ચામડી ઉતારવાની શક્તિ દુનિયામાં કોઈની નથી. હા, શરીરની ચામડી ઉતારવાથી આત્મા પર લાગેલાં કર્મોની ચામડી ઊતરે છે! ધન્ય છે આપની અપૂર્વ સમતા અને સમાધિને!
હે ક્ષમાધન! આપ જાતે આરાધના કરો છો અને બીજાંઓને મોક્ષમાર્ગની આરાધનામાં સહયોગ આપો છો. આપનું અસ્તિત્વ અમારા માટે આવશ્યક છે. આપ પાપમાં ડૂબતી દુનિયાને બચાવનારા છો.
અમે આપના શરણે છીએ, કારણ કે અમારે પણ સાધુતા જોઈએ છે. મોહવાસના ન જોઈએ. અમારે અમારાં મોહનાં બંધન તોડવાં છે. દુનિયાની રૂપરમણીઓ અમને આકર્ષિત ન કરી શકે એવી સાધુતાનું પ્રકટીકરણ કરવું
For Private And Personal Use Only