Book Title: Ruday Kamal Me Dhayan Dharat Hu
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 187
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ૧૪ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ઘેરામાંથી મુક્ત થવા માટે તપપદની આરાધના કરવી જોઈએ. એ વાત અમારા હૃદયમાં બરાબર જચી ગઈ છે. ઇન્દ્રિયોના ઉન્માદ અને કષાયોના આવેશ તાપદના સહારા વિના શમી શકતા નથી, એવો અમારો દૃઢ વિશ્વાસ છે, પરંતુ એ માટે જોઈએ આંતરવીર્યનો ઉલ્લાસ! તે ક્યાંથી મળે? બાહ્ય-આત્યંતર તપની ભૂમિકા પર પહોંચવા માટેની શક્તિ આપની કૃપાથી જ મળવાની છે; માટે અમારે આપની અપૂર્વ કૃપા જોઈએ. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા- આ છ બાહ્ય તપને અમારે સિદ્ધ કરવા છે. પ્રાયશ્ચિત, ધ્યાન, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, વૈયાવચ્ચ અને વિનય- આ છ પ્રકારના આત્યંતર તપની ટોચે અમારે પહોંચવું છે. આપ અનુગ્રહ કરો, આશીર્વાદ વરસાવો..... અમારી મનોકામના પરિપૂર્ણ બને. હે વિશ્વવંદનીય નવપદજી! અમારે આપનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. અમે આપમાં અભેદભાવે ભળી જઈએ તે માટે આપના સામે વિનમ્રભાવે ઉપસ્થિત થયા છીએ. અમારી પ્રાર્થના છે કે અમારા આત્મામાં આપના ગુણો પ્રગટ થઈ જાય. પ્રગટ થયા પછી પ્રતિદિન વૃદ્ધિ થતી રહે; અને જીવનમાં એવો એક ધન્ય દિવસ આવે કે અમે નવપદમાં વિલીન થઈ જઈએ. એવું સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય કે એ સ્વરૂપ ક્યારેય ખોવાઈ ન થઈ જાય. આ વર્તમાન સ્વરૂપ અમારું નથી... આ તો અમારું ઉપાધિજન્ય સ્વરૂપ છે. અમારા આત્માને ઉચ્ચ-સર્વોત્તમ પદની પ્રાપ્તિ હો, અમારું જિનસ્વરૂપ પ્રગટ હો.... એ માટે આપ અનુગ્રહ કરો. શ્રી નવપદજી મહારાજની જય હો. શ્રી સિદ્ધચક્રજી ભગવંતની જય હો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 185 186 187 188