________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનામૃત
૧૬૫ આપે સ્વાર્થભાવનાનું વિસર્જન કરી પરમાર્થ ભાવનાનું સર્જન કર્યું છે. આપે કેવળ ભાવનાથી જ સંતોષ ન માનતાં ભાવનાને ક્રિયાત્મક સ્વરૂપ આપ્યું છે. આપે ‘મિશન' જ એવું બનાવ્યું છે. તીર્થકર ભગવંતોના અભાવમાં આપ જ શાસનનું સુકાન સંભાળો છો. ભગવાન મહાવીર સ્વામી પછી આપ જ પરમાત્મશાસનને અમારા સુધી લઈ આવ્યા છો. આપે જે અનંત ઉપકાર કર્યો છે તેનું આંશિક મૂલ્ય પણ ચૂકવવા અમે સમર્થ નથી. આપે પરમાત્મશાસનનું દાન દઈને અમને મહાન ઉપકૃત કર્યા છે. અમે આપનું શરણ સ્વીકારીને અમારી જાતને કૃત-કૃત્ય સમજીએ છીએ. આપની કૃપા નિરંતર વરસતી રહો.... અમારા પર દયા કરો.
* ઉપાધ્યાય-પદ
હે ઉપાધ્યાય ભગવંત!
પંચપરમેષ્ઠિમાં આપનું ચોથું સ્થાન છે. આપ પરમેષ્ઠિ છો. પરમ ઇષ્ટ છો. આપે અજ્ઞાનથી આંધળા બનેલા જીવોને જ્ઞાનની દૃષ્ટિ આપી છે. આપે અમારી આંખોમાં દિવ્ય-જ્ઞાનનું અંજન કર્યું છે. કેવો અનન્ત ઉપકાર! આપ જો અમારી આંખોમાં જ્ઞાનનું અંજન ન કર્યું હોત તો અમે આ વિશ્વને સમજી ન શકત. આપે અમને વિશ્વદર્શન કરાવ્યું. આઠ કર્મોનાં ભયંકર દુઃખોનું ભાન કરાવ્યું. વિશ્વનું સ્વરૂપ સમજાવી મુક્ત બનવાના ઉપાયો બતાવ્યા. સર્વશ્રેષ્ઠ રત્નત્રયીની. આરાધના બતાવી. દિનરાત આપની એક જ ભાવના રહે છે કે વિશ્વના જીવોને અજ્ઞાનના ઘોર અંધારામાંથી કાઢીને જ્ઞાનના પરમપ્રકાશમાં લઈ જાઉં.'
આપ આપના શરીરની પણ પરવા નથી કરતા, પોતાનો સ્વાર્થ અને અનુકૂળતાનું પણ ધ્યાન નથી રાખતા.... બસ, રાતદિન પરોપકારની જ પ્રવૃત્તિ! ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ચરણસિત્તરી અને કરણસિત્તરી દ્વારા આપ આપનું ઉપાધ્યાય પદ સાર્થક કરી રહ્યા છો. અમને પ્રતિસમય-પ્રતિપળ આપના ઉપકારની આવશ્યકતા છે.... કારણ કે મોક્ષમાર્ગ પર પ્રયાણ કરવાની પ્રેરણા આપ આપો છો, આપના જ્ઞાનપ્રકાશ વિના મોક્ષ મળવો અશક્ય છે. જે મનુષ્ય આપનું શરણ નથી સ્વીકારતો તે મોક્ષમાં નથી જઈ શક્તો.
અમને પૂર્ણ વિશ્વાસ કે આપ અમારા હાથ પકડીને મોક્ષમાં લઈ જઈ શકો છો. આપના પ્રત્યે અમને પૂર્ણ શ્રદ્ધા છે... પરંતુ અમે હીનબુદ્ધિ છીએ.
For Private And Personal Use Only