Book Title: Ruday Kamal Me Dhayan Dharat Hu
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 184
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૧ ભાવનામૃત. પરંતુ તે સમયે ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ નહીં હોય.... હું નિગોદમાં પટકાઈ ગયો.... ભગવાન જિનેશ્વરદેવે ફરમાવ્યું છે કે પ્રમાદપરવશ ચૌદ પૂર્વધર પણ નિગોદમાં ચાલ્યા જાય છે! પ્રમાદપરવશ જીવ-અજીવ, પુણ્ય-પાપ, હેય-ઉપાદેય... કંઈ જ ન સમજ્યો. ભૌતિક વાસનાઓને પરવશ પડી મારા આત્માને પણ ન ઓળખી શક્યો. સર્વજ્ઞ પરમાત્મા, નિર્ચન્થ સાધુ પુરુષો અને કેવળીપ્રણીત ધર્મને પણ ન ઓળખી શક્યો. ન એમનું શરણું સ્વીકાર્યું. હે તત્ત્વપ્રકાશક જ્ઞાનપદ! અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા હૃદયમાં સમ્યગુ જ્ઞાનનો દીપક પ્રગટાવો, એ દીપક પણ ઝાંખો ન જોઈએ.... તેલીયો ન જોઈએ. રત્નદીપક જોઈએ, કે જે હંમેશાં પ્રકાશ આપતો રહે, જે કદાપિ બુઝાય નહીં એવો કેવળજ્ઞાનનો રત્નદીપક જોઈએ. હા, આપની જે જે શરતો છે તેનું અમે પાલન કરીશું. અમે સદા ગુરુ મહારાજનાં ચરણોમાં વિનમ્ર બનીને નવું જ્ઞાન પ્રાપ્ત કરીશું. ગુરુચરણોમાં અમારા સંશયો દૂર કરીશું. શંકારહિત બનેલા જ્ઞાનનું નિરંતર પરાવર્તન કરીશું. દૃઢ થયેલા જ્ઞાનની અનુપ્રેક્ષા કરીશું; ચિંતન-મનન કરીશું અમારા જીવનની પ્રત્યેક રાત તત્ત્વચિંતનમાં પસાર થાય, અમારા હૃદયમાં માત્ર જ્ઞાન જ નહીં, તત્ત્વચિંતનની એવી ધારા ચાલે કે રાત ક્યાં વીતી ગઈ... એની ખબર પણ ન પડે. તત્ત્વચિંતનમાં એવી અપૂર્વ શક્તિ છે કે વિષય-કષાયની આગ બુઝાઈ જાય છે. પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજય મહારાજ પરમાત્મા જિનેશ્વરદેવની સ્તુતિ કરતાં કહે છેવિષય લગન કી અગન બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા, ભઈ મગનતા તમ ગુણરસ કી કુણ કંચન કુણ દારા? અનુભવજ્ઞાનની ધારામાં જ્યારે આત્મા નિમગ્ન બની જાય છે ત્યારે કંચનનો ઢેર પણ માટી બરાબર લાગે છે. રૂપસુંદરીઓનો સમૂહ હાડકાંનો ઢગલો દેખાય છે. દુનિયાનો કોઈ પણ પદાર્થ આકર્ષિત કરી શકતો નથી. આવી અનુભવજ્ઞાનની ધારા ત્યારે જ ચાલી શકે છે જ્યારે શાસ્ત્રાધ્યયન કર્યા પછી એના પર ચિંતન ચાલતું રહે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188